Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડેટા લીક થવાના આરોપ ઉપર પહેલી વખત આપ્યું નિવેદન, તમામ આરોપ ખોટા છે

Paytm Payments Bank Ltd એટલે કે PPBL દેશની અગ્રણી પેમેન્ટ્સ બેંકોમાંની એક છે. પેટીએમ બેંક ગ્રાહકોના ડેટા લીક થવાનો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈને પેટીએમ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં તેણે આ તમામ આરોપ ખોટા હોવાનો આરોપ લગાવ્યા છે. મળતી માહિતી મુજબ આરબીઆઈએ 11 માર્ચે પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે તેણે ભારતના નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશના à
03:06 PM Mar 14, 2022 IST | Vipul Pandya

Paytm
Payments Bank Ltd એટલે કે PPBL દેશની અગ્રણી પેમેન્ટ્સ બેંકોમાંની એક છે. પેટીએમ બેંક ગ્રાહકોના ડેટા લીક થવાનો
દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈને પેટીએમ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે. જેમાં
તેણે આ તમામ આરોપ ખોટા હોવાનો આરોપ લગાવ્યા છે. મળતી માહિતી મુજબ
આરબીઆઈએ 11 માર્ચે પેટીએમ પેમેન્ટ્સ બેંકને નવા ગ્રાહકો સ્વીકારવા પર
પ્રતિબંધ મૂક્યો હતો કારણ કે તેણે ભારતના નિયમોનું ઉલ્લંઘન કરીને વિદેશના સર્વર પર
ડેટા પ્રવાહની મંજૂરી આપી હતી.

javascript:nicTemp();

Paytm
પેમેન્ટ્સ બેંકે ટ્વીટ કર્યું તાજેતરના બ્લૂમબર્ગનો અહેવાલ ચીની
કંપનીઓને ડેટા લીક કરવાનો દાવો ખોટો અને સનસનાટીભર્યો છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક
સંપૂર્ણ સ્થાનિક બેંક હોવા પર ગર્વ અનુભવે છે અને ડેટા ટ્રાન્સફર પર આરબીઆઈની
સૂચનાઓનું સંપૂર્ણ પાલન કરે છે. બેંકનો તમામ ડેટા દેશમાં જ રહે છે.
ગયા અઠવાડિયે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો ઉમેરવા પર
પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે
કેન્દ્રીય બેંકે પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડના આઇટી ઓડિટનો આદેશ
આપ્યો હતો. આઈટી ઓડિટનો અર્થ એ છે કે કંપનીનું આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે
સોફ્ટવેર કેટલા ગ્રાહકોનો બોજ ઉઠાવવા સક્ષમ છે
, તેમાં શું ખામીઓ છે અને તે શા માટે આવી રહી છે, આ તમામ બાબતોની તપાસ કરવામાં આવશે.

Paytm
પેમેન્ટ્સ બેંકે 23 મે 2017 ના રોજ કામ કરવાનું
શરૂ કર્યું. હાલમાં
મનીકંટ્રોલે અહેવાલ આપ્યો હતો કે વિજય શેખર શર્માની કંપની પેટીએમ
પેમેન્ટ્સ બેંક સ્મોલ ફાઇનાન્સ બેંક (
SFB) ના લાઇસન્સ માટે
RBIને અરજી કરવાની છે. સૂત્રોએ જણાવ્યું હતું કે Paytm
પેમેન્ટ્સ બેંક આ વર્ષે જૂન સુધીમાં અરજી સબમિટ
કરી શકે છે.

 

Tags :
AllegationsdataleakfalseGujaratFirstPaytmPayentsbankPaytmsstatement
Next Article