Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કપડાં વોશિંગ મશીનમાં ધોતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

તમે ઘણી વાર જોયું હશે કે તમે કેટલાક કપડા ખરીદો છો અને થોડા દિવસો પછી તેનો રંગ ફિક્કો પડી જતો હોય છે  અથવા કપડાં ફાટી જતાં  હોય છે. ત્યારે  કપડાંને ધોતી  વખતે  અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કપડાં લાંબો  સમય  સુધી સચવાઈ  પણ રહે.કપડાંને  તપાસોજો તમે કોઈપણ કપડા ધોતા હોવ તો ચોક્કસપણે ધ્યાનમાં રાખો કે કપડાં ઘરે ધોવા યોગ્ય છે કે નહીં. સામાન્ય  રીતે ધોવા માટેની શરતો કપડાની અંદર લખ
કપડાં વોશિંગ મશીનમાં ધોતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
તમે ઘણી વાર જોયું હશે કે તમે કેટલાક કપડા ખરીદો છો અને થોડા દિવસો પછી તેનો રંગ ફિક્કો પડી જતો હોય છે  અથવા કપડાં ફાટી જતાં  હોય છે. ત્યારે  કપડાંને ધોતી  વખતે  અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જેથી કપડાં લાંબો  સમય  સુધી સચવાઈ  પણ રહે.

કપડાંને  તપાસો
જો તમે કોઈપણ કપડા ધોતા હોવ તો ચોક્કસપણે ધ્યાનમાં રાખો કે કપડાં ઘરે ધોવા યોગ્ય છે કે નહીં. સામાન્ય  રીતે ધોવા માટેની શરતો કપડાની અંદર લખેલી હોય છે, તેથી જ્યારે પણ તમે તમારા કપડા ધોશો ત્યારે તેને ધોતા પહેલા પંદર મિનિટ પાણીમાં ડૂબાડીને કપડાને હળવા હાથે ધોઈ લો. જેનાથી કપડાની અંદરથી આવતી ગંદી વાસ પણ દૂર થઈ જશે અને કપડાનો રંગ પણ ઉતરશે નહીં.
લેબલ્સ વાંચતા નથી
સ્ત્રીઓ ઘણીવાર કપડાં ધોતી વખતે તેમના લેબલ વાંચતી નથી. લેબલોમાં લખેલું  હોય છે કે કપડાં કઈ રીતે  ધોવા . આ ભૂલને કારણે કપડાં બગડી જતાં  હોય છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે તમે કપડાની પાછળના ભાગે બનાવેલા સિમ્બોલ પર કપડા ધોવાની રીત વાંચો. 

મશીનમાં વધારે કપડાં ન નાખો
વોશિંગ મશીનમાં જરૂર કરતાં વધુ કપડાં મૂકવાથી પણ કપડાં બગડી જાય છે. કપડાં વધુ ભરાવાને કારણે મશીન ફેરવી શકતું નથી અને કપડાં બગડી જાય છે. ઘણી બ્રાન્ડ્સના કપડાં ખૂબ જ નરમ હોય છે, તેઓ વોશિંગ મશીનમાં ધોઈ શકતા નથી. વોશિંગ મશીન સાથે આપવામાં આવેલ પુસ્તકને સારી રીતે વાંચો અને પછી તેમાં કપડાં નાખીને ધોઈ લો.

કપડાં સુકવતી વખતે આ વાતનું ધ્યાન રાખો 
કપડા સુકવતી વખતે એક વાત યાદ રાખો કે કપડાને વધારે નિચવો નહિ , તેનાથી કપડા ફાટી જવાની શક્યતા વધી જાય છે. નવા કપડાને સૂકવવા માટે વધુ એક સાવચેતી રાખો, તેને ક્યારેય સૂર્યપ્રકાશમાં ન સૂકવો
Advertisement
Tags :
Advertisement

.