Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મહારાષ્ટ્ર સરકારને ઉથલાવવામાં પાટીલનું ષડયંત્ર: સંજય રાઉત

મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યા છે કે મહારાષ્ટ્ર સરકાર ઉથલાવવામાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલનું ષડયંત્ર છે. મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે. મંત્રી એકનાથ શિંદે સહિત 20થી વધુ ધારાસભ્યો સુરત પહોંચ્યા છે ત્યારે  શિવસેનાના સાંસદ સંજય રાઉતે મોટો આરોપ લગાવતાં કહ્યું કે  મહારાષ્ટ્ર સરકાર ઉથલાવવામાં સી.આર.પાટીલનું ષડય
મહારાષ્ટ્ર સરકારને ઉથલાવવામાં પાટીલનું ષડયંત્ર  સંજય રાઉત
મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય ભૂકંપ વચ્ચે શિવસેનાના સાંસદ સંજય રાઉતે આરોપ લગાવ્યા છે કે મહારાષ્ટ્ર સરકાર ઉથલાવવામાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલનું ષડયંત્ર છે. 
મહારાષ્ટ્રમાં રાજકીય માહોલ ગરમાયો છે. મંત્રી એકનાથ શિંદે સહિત 20થી વધુ ધારાસભ્યો સુરત પહોંચ્યા છે ત્યારે  શિવસેનાના સાંસદ સંજય રાઉતે મોટો આરોપ લગાવતાં કહ્યું કે  મહારાષ્ટ્ર સરકાર ઉથલાવવામાં સી.આર.પાટીલનું ષડયંત્ર છે. તેમણે કહ્યું કે  નારાજ ધારાસભ્યોને લઇ જવા પાછળ પાટીલનો હાથ છે અને ધારાસભ્યોની રોકાવાની વ્યવસ્થા પણ પાટીલે કરી છે. 
સંજય રાઉતે આરોપ લગાવ્યો કે  સુરતમાં રોકાયેલા કેટલાક ધારાસભ્યો સાથે સંપર્ક થયો છે અને  કેટલાક ધારાસભ્યોને પાછા આવવું છે પણ તેમને આવવા દેવાતા નથી. સુરતની હોટલમાં ધારાસભ્યોની ઘેરાબંધી કરી દેવાઇ હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. 
બીજી તરફ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મહત્વની બેઠક પણ મળી રહી છે, જેમાં મહારાષ્ટ્રમાં સર્જાયેલા રાજકીય સમીકરણોની પણ ચર્ચા થઇ શકે છે. 
 એવા પણ અહેવાલો બહાર આવ્યા છે કે બપોરે 2 વાગે એકનાથ શિંદે પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે. મહારાષ્ટ્રમાં સર્જાયેલા નવા રાજકીય સમીકરણો જોતાં એનસીપી ચીફ શરદ પવાર પણ મુંબઇ આવી રહ્યા છે, જ્યારે સાંસદ સંજય રાઉદે તેમનું દિલ્હી જવાનું કેન્સલ કરી દીધું છે. કોંગ્રેસે પણ તેના ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે તો મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરે એ પણ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. 
Advertisement
Tags :
Advertisement

.