Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રિલીઝ પહેલા વિદેશમાં કરોડોની કમાણી કરી રહી છે 'પઠાણ'

શાહરૂખ ખાન (Shahrukh khan) ફિલ્મ પઠાણ (Pathaan) દ્વારા લાંબા સમય બાદ મોટા સિનેમામાં પરત ફરી રહ્યો છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઈ છે. ટીઝર બાદ ફિલ્મનું ગીત બેશરમ રંગ રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતમાં દીપિકા પાદુકોણ (Dipika padukone)ની ભગવા રંગની બિકીની પર ઉગ્ર પ્રશ્ન કરવામાં આવ્યા હતા. આ અંગે વિવિધ સ્થળોએ વિરોધ થયો હતો અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મનà
03:06 AM Jan 16, 2023 IST | Vipul Pandya
શાહરૂખ ખાન (Shahrukh khan) ફિલ્મ પઠાણ (Pathaan) દ્વારા લાંબા સમય બાદ મોટા સિનેમામાં પરત ફરી રહ્યો છે. જ્યારથી આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મ ચર્ચાનો વિષય બની ગઈ છે. ટીઝર બાદ ફિલ્મનું ગીત બેશરમ રંગ રિલીઝ કરવામાં આવ્યું છે. ગીતમાં દીપિકા પાદુકોણ (Dipika padukone)ની ભગવા રંગની બિકીની પર ઉગ્ર પ્રશ્ન કરવામાં આવ્યા હતા. આ અંગે વિવિધ સ્થળોએ વિરોધ થયો હતો અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મને સિનેમાઘરોમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. પઠાણ ની રિલીઝમાં 9 દિવસ બાકી છે. જેમ જેમ રીલીઝ ડેટ નજીક આવી રહી છે તેમ તેમ ફિલ્મની ચર્ચા વધી રહી છે. પઠાણ નું એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે.

ફિલ્મ વિદેશી બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી શકે
પઠાણ ફિલ્મને લઈને લોકોમાં ઘણી ચર્ચા છે. ભારતમાં ભલે તેનું એડવાન્સ બુકિંગ શરૂ ન થયું હોય, પરંતુ અન્ય દેશોમાં એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગયું છે. યુએસએ, યુએઈ, જર્મની અને ઓસ્ટ્રેલિયામાં એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે પઠાણ  આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ તરીકે ઉભરી આવશે. એડવાન્સ બુકિંગના રિસ્પોન્સને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ વિદેશી બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડી શકે છે.
એડવાન્સ બુકિંગ પૂરજોશમાં
એડવાન્સ બુકિંગ કલેક્શન વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, UAEમાં અત્યાર સુધીમાં પઠાણ માટે 65,000 ડોલર એટલે કે રૂ. 52,83,557ની 4500 ટિકિટ વેચાઈ છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ લોકો પઠાણ માટે ટિકિટ બુક કરાવી રહ્યા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં સાડા ત્રણ મિલિયન ડોલર એટલે કે રૂ. 2,84,49,925ની કિંમતની 22 હજાર 500 ટીકિટ વેચાઈ છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં લગભગ 3000 ટિકિટ 75 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે 42,55,905માં વેચાઈ છે.

જર્મનીમાં ઘણો ક્રેઝ
તે જ સમયે, શાહરૂખ ની ફિલ્મને લઈને જર્મનીમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધી ત્યાં માત્ર પ્રથમ દિવસ માટે 4500 થી વધુ ટિકિટો વેચાઈ છે. આ સિવાય લોકોએ રિલીઝ પહેલા વીકએન્ડ માટે 9000 ટિકિટ ખરીદી લીધી છે. અત્યાર સુધી પઠાણે  15000 યુરો એટલે કે લગભગ રૂ. 1,32,21,289 નો બિઝનેસ માત્ર જર્મનીથી જ કર્યો છે. જણાવી દઈએ કે શાહરૂખ ખાન ની આ ફિલ્મ 25 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.
આ પણ વાંચો--કાર્તિક આર્યને કચ્છના સફેદ રણમાં ઉડાવ્યા પતંગ, પોતાની આવનારી ફિલ્મ શહેજાદાનું કર્યુ પ્રમોશન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
DipikapadukoneGujaratFirstPathanSaffronControversyshahrukhkhan
Next Article