ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીથી રાજકોટ એરપોર્ટ પર મુસાફરો અટવાયા, ચાર દિવસમાં ત્રીજી ઘટના
ઇન્ડિગો એરલાઇન્સ માટે હમણાં ખરાબ દિવસો ચાલી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની અંદર તેની ત્રણ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાવાની ઘટના બની છે. પહેલા રાંચી, ત્યારબાદ નાગપુર અને હવે રાજકોટમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ છે. જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.મળતી માહિતિ પ્રમાણે રાજકોટ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટમાં કંઇક ખામી સર્જાવાના કારણે ટેક ઓફ ના થઇ શક
04:10 PM Apr 05, 2022 IST
|
Vipul Pandya
ઇન્ડિગો એરલાઇન્સ માટે હમણાં ખરાબ દિવસો ચાલી રહ્યા છે. છેલ્લા ચાર દિવસની અંદર તેની ત્રણ ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાવાની ઘટના બની છે. પહેલા રાંચી, ત્યારબાદ નાગપુર અને હવે રાજકોટમાં ઇન્ડિગોની ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાઇ છે. જેના કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
મળતી માહિતિ પ્રમાણે રાજકોટ એરપોર્ટ પર ઇન્ડિગોની ફ્લાઇટમાં કંઇક ખામી સર્જાવાના કારણે ટેક ઓફ ના થઇ શકી. સાંજે સાત વાગ્યે ઇન્ડિગોની આ ફ્લાઇટ મુંબઇ જવા માટે ઉડાન ભરવાની હતી. જો કે ટેક ઓફ ના થવાના કારણે ફ્લાઇટના મુસાફરો દોઢ કલાક કરતા વધારે સમય સુધી અટવાયા હતા. લગભગ 150 જેટલા મુસાફરો આ ફ્લાઇટમાં મુંબઇ જવાના હતા. જે તમામને હેરાન થવાાનો વારો આવ્યો છે. આ સિવાય ઇન્ડિગોની આ ફ્લાઇટના કારણે દિલ્હીથી આવેલા સ્પાઇસ જેટ વિમાનને પણ રન-વે પર રોકી દેવામાં આવ્યું હતું.
ચાર દિવસમાં ત્રીજી ઘટના
ઉલ્લેખનીય છે કે આ પહેલા ગઇ કાલે જ અમદાવાદથી લખનઉ જઇ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટ ગંભીર દુર્ઘટનાનો શિકાર થતા થતા બચી ગઇ છે. આ ફ્લાઇટનું નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. આ પ્લેનમાં 50 મુસાફરો અને 4 સ્ટાફ મેમ્બર હતા. પાયલોટે વિમાનમાંથી ધુમાડો નિકળતો જોયો, ત્યારબાદ સવારે 8:33 વાગ્યે નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
તો આ પહેલા શનિવારે શનિવારે ઝારખંડની રાજધાની રાંચી સ્થિત બિરસા મુંડા એરપોર્ટ પર કોલકાતાથી આવેલા વિમાનમાં ટેક ઓફ સમયે ટેકનિકલ ખામી સર્જાય હતી. જેના કારણે તે ફ્લાઇટ પણ રદ્દ કરવમાં આવી હતી. આ ફ્લાઇટ પમ ઇન્ડિગોની જ હતી. એટલે કે છેલ્લા ચાર દિવસમાં ઇન્ડિગોની આ ત્રીજી ફ્લાઇટ છે જેમાં ટેકનિકલ ખામી સર્જાઇ છે.
Next Article