Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પરશોત્તમ રૂપાલા અને બ્રહ્માકુમારીઝ દ્વારા કચ્છના ૩૦૦ ગામોમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનનો પ્રારંભ

વરસાદના પાણીની આવક, જળસંચયની શક્યતા અને ગામના વાર્ષિક પાણી વપરાશને ધ્યાને રાખી કચ્છના દરેક ગામમાં હંમેશ માટે પાણીની અછત દૂર કરવાના પ્રયત્નો માટે આજે એક નવા અભિયાનની શરુઆત કરવાામાં આવી છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત   ‘ગ્લોબલ કચ્છ’ના ‘જળ જીંદાબાદ અભિયાન’  દ્વારા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા બ્રહ્માકુમારીઝ દ્વારા  કચ્છના ૩૦૦ ગામોમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનનો પ્રારંભ
પરશોત્તમ રૂપાલા અને બ્રહ્માકુમારીઝ દ્વારા કચ્છના ૩૦૦ ગામોમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનનો પ્રારંભ
વરસાદના પાણીની આવક, જળસંચયની શક્યતા અને ગામના વાર્ષિક પાણી વપરાશને ધ્યાને રાખી કચ્છના દરેક ગામમાં હંમેશ માટે પાણીની અછત દૂર કરવાના પ્રયત્નો માટે આજે એક નવા અભિયાનની શરુઆત કરવાામાં આવી છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત   ‘ગ્લોબલ કચ્છ’ના ‘જળ જીંદાબાદ અભિયાન’  દ્વારા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા તથા બ્રહ્માકુમારીઝ દ્વારા  કચ્છના ૩૦૦ ગામોમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. પરશોતમ રુપાલાએ આ તકે  વન્ય  પેદાશોના વાવેતર અને વેચાણ માટે 'રણ થી વન' યોજના હેઠળ કચ્છ એગ્રો ફોરેસ્ટરી ફાર્મર્સ પ્રોડયુસર કંપની લિ. નો પણ પ્રારંભ કરાવ્યો હતો.
પોતાના પ્રવચનમાં પરશોતમ રૂપાલાએ જણાવ્યું કે, દેશમાં વિકાસની અનુકૂળતા ઊભી થઈ છે. પ્રાકૃતિક ખેતી- ઓર્ગેનિક ફૂડની વિશ્વની જરૂરિયાત અને માંગને પૂરી કરવાની તાકાત ભારતના ખેડુતોમાં  અને કચ્છીઓમાં છે. સમગ્ર દેશ અને રાજયમાં સૌથી વધારે પિયત કચ્છ કરે છે. કચ્છીઓમાં પોતાના મિજાજ, જિંદાદિલી, ધીરજ, લક્ષ્યથી  કામ કરવાની ધગશ છે. જેને અનુકૂળ અત્યારનું વાતાવરણ છે. વડાપ્રધાન હવે તમામ યોજના સો ટકા લાગુ કરવાના આશયથી પ્રારંભ કરાવી રહ્યાં છે, જેમાં સરકાર સાથે જનતા જોડાઈ રહી છે.  ત્યારે લોકભાગીદારીથી સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસને તમારા જેવા સૌ સાર્થક કરી પ્રજાવિકાસના કામોને વેગ આપશે.  
આ તકે જળસંચય ક્રાંતિના ઈતિહાસમાં ઓધવજી પટેલ અને સ્વામી સચ્ચિદાનંદના સેવાકાર્યને બિરદાવતાં તેમણે કચ્છના પ્રવેશ દ્વાર એવા સૂરજ બારીએ નાના રણમાં જયસુખભાઇ પટેલના મીઠા સરોવરના પ્રયાસમાં સહયોગ આપવા જણાવ્યું હતુ. કચ્છના જળ સંચય કામગીરીમાં સરકાર, સાંસદ, ધારાસભ્યો તેમજ  તમામ વિકાસ ફંડની મદદ કરાશે તેવી ખાાતરી પણ તેમણે આપી હતી. સાથે કહ્યું કે બ્રહ્માકુમારીની બહેનો આત્મનિર્ભર ખેડુત અભિયાન દ્વારા જનજાગૃતિ લાવી રહી છે તે અભિનંદનને પાત્ર છે.
'ગ્લોબલ કચ્છ'ના ચળવળકાર મયંક ગાંધીએ કચ્છમાં જળસંચયની કામગીરી બાબતે જણાવ્યું કે, પાણીની અછતને દૂર કરવા વૈજ્ઞાનિક અને ટેક્નોલોજીથી સમસ્ત મહાજન અને ગ્લોબલ કચ્છના સંયુક્ત  અભિયાન તાથ ACT ફાઉન્ડેશન દ્વારા ૧૦૪ ગામોનો સર્વ કરીને વિવિધ કામગીરી શરુ કરાઇ છે જેમાં ખારૂઆ,ભારાપર, કોટડા રોહા, ડેપા, ડોણ, દેવપર, આરીખાણા અને મહાદેવપુરીમાં જળસંચયના કામો, ખેતીમાં પાણીની માંગમાં ઘટાડો, સેન્દ્રીય કાર્બન વધારવું, ગામદીઠ વૃક્ષો વાવેતર, ગૌચર વિકાસ કામો શરૂ થઈ ચુક્યા છે. આ સિવાય નરેડી, સણોસરા, શિરવા, વારાપધ્ધર, મોડકુબા અને ભવાનીપરમાં કાર્યો શરૂ કરાશે. 
Advertisement
Tags :
Advertisement

.