Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શું છે તાપી પાર નર્મદા લિંક યોજના, સરકારે કેમ યોજના કરવી પડી સ્થગિત

તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટની કલ્પના ભૂતપૂર્વ કેન્દ્રીય સિંચાઈ મંત્રાલય અને સેન્ટ્રલ વોટર કમિશન હેઠળ 1980ની રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પશ્ચિમ ઘાટના પ્રદેશોમાંથી નદીના પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખાધવાળા વિસ્તારોમાં સ્થાળાંતરિત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્રણ નદીઓને જોડવાની દરખાસ્ત કરે છે. પાર, મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળે છે અà
શું છે તાપી પાર નર્મદા લિંક યોજના  સરકારે કેમ યોજના કરવી પડી સ્થગિત
તાપી પાર નર્મદા લિંક પ્રોજેક્ટની કલ્પના ભૂતપૂર્વ કેન્દ્રીય સિંચાઈ મંત્રાલય અને સેન્ટ્રલ વોટર કમિશન હેઠળ 1980ની રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ પશ્ચિમ ઘાટના પ્રદેશોમાંથી નદીના પાણીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખાધવાળા વિસ્તારોમાં સ્થાળાંતરિત કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. ત્રણ નદીઓને જોડવાની દરખાસ્ત કરે છે. પાર, મહારાષ્ટ્રના નાસિકમાંથી નીકળે છે અને વલસાડમાંથી વહે છે. તાપી સાપુતારાથી મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સુરતમાંથી વહે છે. નર્મદા મધ્યપ્રદેશમાંથી નીકળે છે અને મહારાષ્ટ્ર અને ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લામાંથી વહે છે.
તાપી પાર નર્મદા લિંક યોજના હેઠળ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં છ ડેમનું નિર્માણ 
તાપી પાર નર્મદા લિંક યોજના હેઠળ દેશના 2 રાજ્યોમાં 6 ડેમ નિર્માણ કરવાની વાત કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં 4 ડેમ અને મહારાષ્ટ્રમાં 2 ડેમ તૈયાર કરવાના હતા. જેમાં ગુજરાતના ડાંગ જિલ્લામાં ચિકાર ડેમનું નિર્માણ થવાથી નવ ગામના લગભગ 1300 પરિવારના 7, 800 જેટલા લોકોને વિસ્થાપિત થવાનું અનુમાન હતુ. આ ઉપરાંત ચાસ-માંડવા ડેમ જે ગુજરાતના વલસાડ જિલ્લામાં નિર્માણ પામનારા ડેમમાં ધરમપુર તાલુકાનાં સાત ગામના બે હજારથી વધુ પરિવારના લગભગ 9,700 લોકો  વિસ્થાપિત થઇ શકે છે. દાબદર ડેમ જે  ડાંગ જિલ્લામાં બનનારા આ ડેમના પગલે ગામમાં 11 ગામના એક હજારથી વધુ પરિવાર તથા લગભગ 10, 660 લોકોને  વિસ્થાપિત થવાનું અનુમાન છે. કેળવણ ડેમ જે ડાંગ જિલ્લામાં બે હજારથી વધુ પરિવારના લગભગ 12 હજાર લોકોને વિસ્થાપિત થવાની શક્યતા છે. ઝરી ડેમ જે મહારાષ્ટ્રમાં નાસિક જિલ્લાના છ ગામ ડૂબમાં જશે. એક અનુમાન પ્રમાણે, આ બનવાથી એક હજારથી વધુ પરિવારના 5,733 લોકોને વિસ્થાપિત કરવું પડશે. પૈખેડ ડેમ જે  મહારાષ્ટ્રમાં નિર્માણ કરવાનું હતું. આ ડેમમાં 11 ગામડાંના પણ એક હજારથી પણ વધુ પરિવારના 7,360 લોકોને વિસ્થાપિત કરવાનું અનુમાન હતુ.
ગુજરાતમાં થઇ રહ્યો હતો વિરોધ
પાર તાપી નર્મદા રિવરલિંક યોજના આખરે સ્થગિત કરવામાં આવી છે. આ મામલે ગુજરાતમાં  આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો  હતો.  મોદી સરકારનાં બીજા નંબરના ડ્રીમ પ્રોજેક્ટ સમાન આ યોજનાને સ્થગિત કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. મોદી સરકારે 2019 બાદ આ બીજો નિર્ણય સ્થગિત કર્યો છે. દિલ્હીમાં ખેડૂત આંદોલનના કારણે  ખેડૂતો અંગેના કાયદા રદ્દ કર્યા હતા ત્યાર બાદ આ બીજા ડ્રીમ પ્રોજેક્ટ સમાન યોજના આદિવાસીઓના ભારે વિરોધ વચ્ચે આખરે સ્થગિત કરવામાં આવી છે.
નવી દિલ્હી ખાતે આયોજીત ઉચ્ચ સ્તરીય બેઠકમાં આદિવાસી વિસ્તારના સાંસદો, ધારાસભ્યો અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમન અને કેન્દ્રીય સિંચાઇમંત્રી ગજેન્દ્ર શેખાવત પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં નર્મદા-તાપી-પાર લિંક પ્રોજેક્ટ સ્થગિત કરવનો નિર્ણય કર્યો છે. 
ગાંધીનગરમાં વિરોધ 
તાપી-પાર રિવર લિંક પ્રોજેક્ટનો આદિવાસીઓ દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનો જોડાયા હતા. 50થી વધુ બસ અને નાના-મોટા વાહનોમાં આદિવાસીઓ ગાંધીનગર પહોંચ્યા હતા. આદિવાસીઓના પડતર પ્રશ્નોના વિરોધમાં કોંગ્રેસ પણ જોડાઈ હતી. આદિવાસીઓએ મોટા પ્રમાણમાં એકઠા થઇને ભારે વિરોધ કર્યો હતો.
નહિ સમેટાય આંદોલન 
આદિવાસીઓ આંદોલન નહિ સમેટે. આંદોલનના આગેવાન અને કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે કહ્યું કે, 'કેન્દ્ર સરકાર શ્વેતપત્ર બહાન નહિ પાડે ત્યા સુધી આંદોલન યથાયત રહેશે. સરકાર જાહેરાત કરીને લોલીપોપ આપવાનુ બંધ કરે. અમારી લડાઈ આગામી સમયમા પણ ચાલુ રહશે. 
Advertisement
Tags :
Advertisement

.