Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'શેરદિલઃ ધ પીલીભીત સાગા'નું નવું ગીત રિલીઝ

ફિલ્મ 'શેરદિલઃ ધ પીલીભીત સાગા'ના નિર્માતાઓએ તાજેતરમાં તેનું એક નવું ગીત રિલીઝ કર્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલા આ ગીતમાં નિર્માતાઓએ જંગલ અને તેની પ્રાકૃતિક સુંદરતાની ઝલક આપી છે. બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંના એક પંકજ ત્રિપાઠી આ દિવસોમાં પોતાની ફિલ્મ 'શેરદિલઃ ધ પીલીભીત સાગા'ને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. દર્શકો આ ફિલ્મની આતુàª
પંકજ ત્રિપાઠીની ફિલ્મ  શેરદિલઃ ધ પીલીભીત સાગા નું નવું ગીત રિલીઝ
ફિલ્મ 'શેરદિલઃ ધ પીલીભીત સાગા'ના નિર્માતાઓએ તાજેતરમાં તેનું એક નવું ગીત રિલીઝ કર્યું છે. તાજેતરમાં રિલીઝ થયેલા આ ગીતમાં નિર્માતાઓએ જંગલ અને તેની પ્રાકૃતિક સુંદરતાની ઝલક આપી છે. બોલિવૂડના પ્રતિભાશાળી કલાકારોમાંના એક પંકજ ત્રિપાઠી આ દિવસોમાં પોતાની ફિલ્મ 'શેરદિલઃ ધ પીલીભીત સાગા'ને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે., ફિલ્મના ટ્રેલરને લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. ફિલ્મના નિર્માતાઓએ તાજેતરમાં એક નવું ગીત રિલીઝ કર્યું છે,આ ફિલ્મ 24 જૂને રિલિઝ થશે. 
 
તાજેતરમાં રિલીઝ થયેલા આ ગીતમાં નિર્માતાઓએ જંગલ અને તેની પ્રાકૃતિક સુંદરતાની ઝલક આપી છે. ગીતના આ વીડિયોમાં અભિનેતા પંકજ ત્રિપાઠી અને નીરજ કબી પણ જંગલમાં કંઈક શોધતા જોવા મળ્યી રહ્યાં છે. નોંધનીય છે કે આ ગીત પ્રખ્યાત કવિ સંત કબીરનું પ્રખ્યાત ભજન છે,  'મોકો કહાં તું ઢૂંઢે બંદે' ગીતને સૌર્મ મુર્શિદાબાદીએ પોતાનો સ્વર આપ્યો છે. 
આ ગીત T-Series દ્વારા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવ્યું છે. ફિલ્મ વિશે વાત કરીએ તો, 'શેરદિલઃ ધ પીલીભીત સાગા'નું નિર્દેશન શ્રીજીત મુખર્જીએ કર્યું છે. જ્યારે તેનું નિર્માણ ભૂષણ કુમાર અને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના બેનર હેઠળ થયું છે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠી લીડ એક્ટર તરીકે જોવા મળવાના છે, જેની ઝલક ફિલ્મના ટ્રેલરમાં જોવા મળી ચૂકી છે. પંકજ ત્રિપાઠીની સાથે, આ ફિલ્મમાં સયાની ગુપ્તા પણ છે, જે અભિનેતાની પત્નીની ભૂમિકામાં જોવા મળશે.
પંકજ ત્રિપાઠીના ફિલ્મની વાર્તા જંગલના કિનારે વસેલા એક ગામના લોકોની છે, જેમને દરરોજ અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. આ ફિલ્મમાં શહેરીકરણને કારણે ઘટી રહેલા જંગલ અને તેના કારણે સર્જાતી સમસ્યાઓની સાથે માણસ-પ્રાણી સંઘર્ષ અને ગરીબી બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 24 જૂને રિલીઝ થશે.
Advertisement
Tags :
Advertisement

.