Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબ તૂટી પડતા વિદ્યાર્થીઓમાં ગભરાટ, મોટી દુર્ઘટના ટળી

- સ્લેબ તૂટતા તબીબી વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો - ઘટના સમયે ક્લારૂમ ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી - બીજા લેક્ચર હોલની ગોઠવણ કરવા સૂચના -અસરગ્રસ્ત લેક્ચર હોલનું તાત્કાલીક રીપેરિંગ કામ હાથ ધરાશે સુરતની(Surat) નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબ પડતા તબીબી વિધાર્થીઓમા ગભરાટ ફેલાયો હતો.  બિલ્ડિંગમાં સ્લેબના પોપડા તૂટવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે સોમવારે અહીની ફિઝિયોથેરાપી કોલેજના લેક્ચર હોલà
07:31 AM Dec 20, 2022 IST | Vipul Pandya
- સ્લેબ તૂટતા તબીબી વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો 
- ઘટના સમયે ક્લારૂમ ખાલી હોવાથી મોટી દુર્ઘટના ટળી 
- બીજા લેક્ચર હોલની ગોઠવણ કરવા સૂચના 
-અસરગ્રસ્ત લેક્ચર હોલનું તાત્કાલીક રીપેરિંગ કામ હાથ ધરાશે 
સુરતની(Surat) નવી સિવિલ હોસ્પિટલમાં સ્લેબ પડતા તબીબી વિધાર્થીઓમા ગભરાટ ફેલાયો હતો.  બિલ્ડિંગમાં સ્લેબના પોપડા તૂટવાની ઉઠેલી ફરિયાદો વચ્ચે સોમવારે અહીની ફિઝિયોથેરાપી કોલેજના લેક્ચર હોલમાં ફોલ સીલીંગનો મોટો ભાગ તૂટી પડતા ગભરાટ ફેલાયો હતો.સોમવારે લેક્ચર હોલ ખોલવામાં આવ્યો, તે સમયે ફોલ સીલીંગ તૂટેલી જોવા મળી હતી.સદનસીબે લેક્ચર હોલમાં વિદ્યાર્થી નહોતા, ત્યારે આ ઘટના બની હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
સોમવારે સવારે સુરતના નવી સિવિલ કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપી કોલેજના લેક્ચર હોલમાં અચાનત ફોલ સીલીંગ તૂટી પડી હતી.સ્લેબના પોપડાનો મોટો ભાગ ફોલ સીલીંગ પર પડતા આ ઘટના બની હતી. જેને લીધે સ્લેબના પોપડા અને તૂટેલી ફોલ સીલીંગ લેક્ચર હોલમાં વિદ્યાર્થીઓને બેસવા માટે મૂકાયેલી બેન્ચીસ પર પડી હતી. સદનસીબે આ ઘટના બની ત્યારે લેક્ચર હોલમાં વિદ્યાર્થી નહોતા. જેને લીધે મોટી દુર્ઘટના ટળી હતી. જોકે, આ ઘટનાને પગલે તબીબી વિદ્યાર્થીઓ માં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ ઘટના દિવસભર સિવિલ કેમ્પસમાં ચર્ચાનો વિષય બની હતી. આ ઘટના બાદ સિવિલ તંત્ર દ્વારા બીજા લેક્ચર હોલની તપાસ કરવા સુચના અપાય છે.
જો કે દર વખત ની જેમ આ ઘટના માં પણ સિવિલના સત્તાધીશોએ પોતાની આબરૂ બચાવવા નો પ્રયાસ કર્યો હતો,સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરે ઘટના અંગે કહ્યું હતું કે, પીઆઈયુના અધિકારીઓને આ મામલે જાણ કરવામાં આવી છે અને લેક્ચર હોલમાં તાકિદે રિપેરીંગ કામ કરવા માટે સુચના આપવામાં આવી છે.આ ઉપરાંત અન્ય લેક્ચર હોલમાં પણ ફોલ સીલીંગની કન્ડીશન જાણવા તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ ઘટનામાં કોઈને ઇજા થઈ નથી.
આ પણ વાંચોઃ  સુદામા મંદિરનો ૮ વર્ષથી બંધ જૂનો દરવાજો ખોલવા વેપારીઓની માંગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
avertedcollapsesGujaratFirstnewcivilhospitalslabSuratTragedy
Next Article