Palnpur Bridge Collapsed: પાલનપુરના RTO સર્કલ પર નિર્માણ થઈ રહેલા બ્રિજનો સ્લેબ ધરાશાયી
પાલનપુર શનલ હાઇવે પર થતાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે મોટા પાયે બ્રિજના નિર્માણ થઈ રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. આ અંગે હજી મળતી માહિતી અનુસાર, પાલનપુરમાં RTO સર્કલ પાસે બ્રિજનો સ્લેબ તૂટ્યો છે. આ...
05:33 PM Oct 23, 2023 IST
|
Hiren Dave
પાલનપુર શનલ હાઇવે પર થતાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે મોટા પાયે બ્રિજના નિર્માણ થઈ રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના પાલનપુરમાં નિર્માણાધીન પુલ ધરાશાયી થયો છે. આ અંગે હજી મળતી માહિતી અનુસાર, પાલનપુરમાં RTO સર્કલ પાસે બ્રિજનો સ્લેબ તૂટ્યો છે. આ દરમિયાન બ્રિજના 5 સ્લેબ તૂટી પડ્યા હોવાની વિગતો સામે આવી છે. તેમજ સ્લેબ નીચે રીક્ષા દબાઈ હોવાની શક્યતા સામે આવી છેપુલ કયા કારણસર ધરાશાયી થયો તેની તપાસ ચાલુ છે. નોંધનીય બાબત છે કે, જાન્યુઆરીમાં બ્રિજનું લોકાર્પણ થવાનું હતું. તે પહેલા જ બ્રિજનો ભાગ તૂટી પડ્યો છે.