ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સ્વતંત્રતા દિવસ પર પાકિસ્તાની સંગીતકારની ભારતને અનોખી ભેટ, જુઓ વિડીયો

કહેવાય છે કે સંગીતની કોઈ સીમા હોતી નથી અને કોઈ સીમા તેને રોકી શકતી નથી. સંગીતકારોએ હંમેશા તેમના સંગીત દ્વારા દેશોને નજીક લાવવાનો પ્રયાસ કર્યો છે. આ જ કારણ છે કે ભારતના ગીતો પાકિસ્તાનમાં ખૂબ સાંભળવામાં આવે છે અને પાકિસ્તાનના ગીતો ભારતમાં ખૂબ લોકપ્રિય છે. હવે એક પાકિસ્તાની સંગીતકારે ભારતને તેના સ્વતંત્રતા દિવસના અવસર પર એક ખાસ ભેટ આપી છે જે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. દેશભરમાં અ
12:54 PM Aug 15, 2022 IST | Vipul Pandya
કહેવાય છે કે સંગીતની કોઈ સીમા હોતી નથી અને કોઈ સીમા તેને રોકી શકતી નથી. સંગીતકારોએ હંમેશા તેમના સંગીત દ્વારા દેશોને નજીક લાવવાનો પ્રયાસ કર્યો છે. આ જ કારણ છે કે ભારતના ગીતો પાકિસ્તાનમાં ખૂબ સાંભળવામાં આવે છે અને પાકિસ્તાનના ગીતો ભારતમાં ખૂબ લોકપ્રિય છે. હવે એક પાકિસ્તાની સંગીતકારે ભારતને તેના સ્વતંત્રતા દિવસના અવસર પર એક ખાસ ભેટ આપી છે જે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.
 દેશભરમાં અને વિશ્વભરના ભારતીયોએ સોમવારે ભારતનો 76મો સ્વતંત્રતા દિવસ ઉત્સાહ સાથે ઉજવ્યો હતો. આ દરમિયાન ભારતને વિવિધ દેશો તરફથી અભિનંદન સંદેશા પણ મળ્યા હતા. સરહદ પાર, આપણા પાડોશી દેશ પાકિસ્તાનના એક સંગીતકારે ભારતને સ્વતંત્રતા દિવસની ખૂબ જ ખાસ રીતે શુભેચ્છા પાઠવી. તેમણે રબાબ પર ભારતનું રાષ્ટ્રગીત 'જન ગણ મન' વગાડીને લોકોને અનોખી ભેટ આપી હતી. આ વીડિયો ઇન્ટરનેટ પર લોકોના દિલ જીતી રહ્યો છે.
પાકિસ્તાનના રબાબ પ્લેયર સિયાલ ખાને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભારતીય રાષ્ટ્રગીત વગાડતો વીડિયો પોસ્ટ કર્યો છે. રબાબ એક તારવાળું વાદ્ય છે. તે વીણા જેવું છે. આ સંગીત વાદ્ય પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને કાશ્મીરમાં ખૂબ જ લોકપ્રિય છે. વીડિયોમાં સિયાલ ખાન તેના રબાબ પર 'જન ગણ મન' વગાડતો જોવા મળી રહ્યો છે. તેમની પાછળ શાંત સુંદર પર્વતો અને પૃષ્ઠભૂમિમાં હરિયાળી છે. વિડિયો પોસ્ટ કરતાં તેણે લખ્યું કે, સરહદ પારના મારા દર્શકોને ભેટ. 

Tags :
GujaratFirstindependencedayIndiaPakistaniMusician
Next Article