Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પાકિસ્તાનના સૌથી વિવાદિત અમ્પાયરે દુનિયાને કહ્યું અલવિદા, જુત્તા વેચતા ફોટા થયા હતા વાયરલ

ICCના મુખ્ય અમ્પાયર અસદ રઉફ (Asad Rauf)નું નિધન થયું છે. બુધવારે મોડી સાંજે કાર્ડિયાક અરેસ્ટથી તેમનું અવસાન થયું હતું. પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફ 66 વર્ષના હતા. રઉફ 2006 થી 2013 સુધી ICCની એલિટ અમ્પાયર પેનલના સભ્ય હતા. તે પછી તે પાકિસ્તાનના સૌથી પ્રખ્યાત અમ્પાયરોમાંથી એક બન્યા. રઉફે 13 વર્ષમાં 231 ઇન્ટરનેશનલ મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે.પાકિસ્તાનના રહેવાસી અસદે વર્ષ 2000 માં અમ્પાયરિંગમાં તેમની આંતàª
પાકિસ્તાનના સૌથી વિવાદિત અમ્પાયરે દુનિયાને કહ્યું અલવિદા  જુત્તા વેચતા ફોટા થયા હતા વાયરલ
ICCના મુખ્ય અમ્પાયર અસદ રઉફ (Asad Rauf)નું નિધન થયું છે. બુધવારે મોડી સાંજે કાર્ડિયાક અરેસ્ટથી તેમનું અવસાન થયું હતું. પાકિસ્તાની અમ્પાયર અસદ રઉફ 66 વર્ષના હતા. રઉફ 2006 થી 2013 સુધી ICCની એલિટ અમ્પાયર પેનલના સભ્ય હતા. તે પછી તે પાકિસ્તાનના સૌથી પ્રખ્યાત અમ્પાયરોમાંથી એક બન્યા. રઉફે 13 વર્ષમાં 231 ઇન્ટરનેશનલ મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે.
પાકિસ્તાનના રહેવાસી અસદે વર્ષ 2000 માં અમ્પાયરિંગમાં તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી અને પછી 2006 માં ICCની એલિટ પેનલનો ભાગ બન્યા. પાકિસ્તાનના ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટર રહેલા રઉફે વર્લ્ડ કપ સહિત ઘણી મોટી ICC ટૂર્નામેન્ટમાં અમ્પાયરિંગ કર્યું હતું. તેમની પાસે ભારતની પ્રખ્યાત T20 લીગ 'IPL'માં અમ્પાયરિંગનો અનુભવ પણ હતો. તેઓ 2000ના દાયકાના પાકિસ્તાનના સૌથી સફળ અમ્પાયર હતા. હાલમાં જ રઉફની એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં તે એક દુકાનમાં શૂઝ વેચતા જોવા મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેમણે 2013થી ક્રિકેટ જોવાનું બંધ કરી દીધું છે અને તેમને હવે તેમાં રસ પણ નથી.
Advertisement

અલીમ ડાર ફેમસ થયા તે પહેલા જ અસદ રઉફે પાકિસ્તાનની અમ્પાયરિંગ પેનલને નવી ઊંચાઈએ પહોંચાડી હતી. રઉફે 1998માં ફર્સ્ટ ક્લાસ મેચમાં અમ્પાયરિંગની શરૂઆત કરી હતી. આ પછી, તેમણે બે વર્ષ પછી પ્રથમ વખત વનડેમાં અમ્પાયરિંગની જવાબદારી સંભાળી. 2004 માં, તે ICCની ODI પેનલમાં જોડાયા અને એક વર્ષ પછી 2005 માં, તેમને પ્રથમ ટેસ્ટ અમ્પાયરિંગની તક મળી હતી.
અસદ રઉફને ICCના સૌથી પ્રખ્યાત અમ્પાયરોમાંથી એક ગણવામાં આવતા હતા. ICCએ તેમને 7 વર્ષ માટે પોતાની એલિટ અમ્પાયર પેનલના સભ્ય તરીકે રાખ્યો હતો. આ દરમિયાન તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કુલ 231 મેચોમાં અમ્પાયરિંગ કર્યું હતું. જેમાં 64 ટેસ્ટ, 28 T20 અને 139 ODI સામેલ છે. પરંતુ IPLમાં સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યા બાદ તેમણે ફરી ક્યારેય અમ્પાયરિંગ કર્યું નથી. અસદ રઉફના આકસ્મિક નિધનથી ક્રિકેટ ચાહકો આઘાતમાં છે.
Tags :
Advertisement

.