Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

શ્રીલંકાની બાંગ્લાદેશ સામે જીત બાદ પાકિસ્તાન થયું દુઃખી, શું છે કારણ જાણો

શ્રીલંકાએ ઢાકામાં રમાયેલી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશે શ્રીલંકા સામે જીત માટે 29 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને ઓશાદા ફર્નાન્ડો (21 અણનમ) અને કેપ્ટન દિમુથ કરુણારત્ને (અણનમ 7)એ ત્રણ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે શ્રીલંકાએ બે મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. શ્રીલંકાની જીત સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં પણ ફેરફાર થયà«
શ્રીલંકાની બાંગ્લાદેશ સામે જીત બાદ પાકિસ્તાન થયું દુઃખી  શું છે કારણ જાણો
શ્રીલંકાએ ઢાકામાં રમાયેલી બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશને 10 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશે શ્રીલંકા સામે જીત માટે 29 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને ઓશાદા ફર્નાન્ડો (21 અણનમ) અને કેપ્ટન દિમુથ કરુણારત્ને (અણનમ 7)એ ત્રણ ઓવરમાં હાંસલ કરી લીધો હતો. આ જીત સાથે શ્રીલંકાએ બે મેચની શ્રેણી 1-0થી જીતી લીધી છે. શ્રીલંકાની જીત સાથે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં પણ ફેરફાર થયો છે. 
આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા અસિથાએ 141 રન આપીને 10 વિકેટ લીધી હતી. જેમાં તેણે પ્રથમ ઇનિંગમાં ચાર અને બીજી ઇનિંગમાં છ વિકેટ ઝડપી હતી. બે સદીની મદદથી કુલ 344 રન બનાવનારા મેથ્યુસને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે, આ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે મુશફિકુર રહીમ (અણનમ 175) અને લિટન દાસ (141 રન)ની સદીના આધારે 365 રન બનાવ્યા હતા. જવાબમાં, શ્રીલંકાએ મેથ્યુઝ અને ચાંદીમલની સદી સાથે 506 રનનો વિશાળ સ્કોર બનાવ્યો અને 141 રનની મહત્વપૂર્ણ લીડ મેળવી. 
બાંગ્લાદેશની ટીમ પાંચમા દિવસે બીજી ઇનિંગમાં 34 રનમાં 4 વિકેટે રમવા ઉતરી હતી. પરંતુ અસિથાની શાનદાર બોલિંગના કારણે શ્રીલંકાની આખી ટીમ 169 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લિટન દાસ (52 રન) અને શાકિબ અલ હસન (58)એ ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો અને છઠ્ઠી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી હતી. એક સમયે બાંગ્લાદેશનો સ્કોર 5 વિકેટે 156 રન હતો. પરંતુ ટીમની છેલ્લી 5 વિકેટ માત્ર 13 રનમાં જ પડી ગઈ હતી.
Advertisement
Tags :
Advertisement

.