Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અર્શદીપ સિંહની બદનામીમાં PAK ષડયંત્રનો ખુલાસો, ખાલિસ્તાન કનેક્શન સામે ભારત લાલઘૂમ

ભારત-પાકિસ્તાન મેચ બાદથી જ ક્રિકેટર અર્શદીપ સિંહ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે.  જો કે આ દેશ દ્રોહી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ બાદથી ક્રિકેટર અર્શદીપ સિંહ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે.  પાકિસ્તાનના ISPR દ્વારા અર્શદીપને ખાલિસ્તાની તરીકે વર્ણવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પંજાબમાં શીખ લોકોને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે આવું ષડયંત્ર રચ
અર્શદીપ સિંહની બદનામીમાં pak ષડયંત્રનો ખુલાસો  ખાલિસ્તાન કનેક્શન સામે ભારત લાલઘૂમ
ભારત-પાકિસ્તાન મેચ બાદથી જ ક્રિકેટર અર્શદીપ સિંહ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે.  જો કે આ દેશ દ્રોહી ષડયંત્રનો પર્દાફાશ થયો છે. એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ બાદથી ક્રિકેટર અર્શદીપ સિંહ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે.  પાકિસ્તાનના ISPR દ્વારા અર્શદીપને ખાલિસ્તાની તરીકે વર્ણવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પંજાબમાં શીખ લોકોને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે આવું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આ માટે પાકિસ્તાન તરફથી પાકિસ્તાની ટ્વિટર હેન્ડલ પરથી સેંકડો ખાલિસ્તાની ટ્વિટ કરવામાં આવી હતી.
એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ હતી. સુપર ફોરની આ મેચમાં પાકિસ્તાને ભારતને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં અર્શદીપ સિંહે રવિ બિશ્નોઈના બોલ પર આસિફ અલીનો ખૂબ જ આસાન કેચ છોડ્યો હતો.  જે 18મી ઓવરમાં પાકિસ્તાનને 12 બોલમાં 26 રનની જરૂર હતી. આ પછી જ્યારે ટીમ ઈન્ડિયા મેચ હારી ગઈ તો લોકોએ ટ્વિટર પર અર્શદીપ સિંહ પર નિશાન સાધ્યું. એટલું જ નહીં. ક્રિકેટર અર્શદીપ સિંહનું વિકિપીડિયા પેજ બદલીને સરકાર ખાલિસ્તાન સાથે જોડાયેલી વાત લખવા પરપણ સરકારે સખત વલણ અપનાવ્યું છે.  
આઈટી મંત્રાલય દ્વારાવિકિપીડિયાના અધિકારીઓને નોટિસ જારી કરવામાં આવી છે. આ ઓનલાઈન પ્લેટફોર્મ ઓનલાઈન એનસાયક્લોપીડિયા તરીકે ઓળખાય છે, જેમાં દુનિયાભરના લોકો પોતાનો ફાળો આપે છે અને તેમની પાસે રહેલી માહિતી ઉમેરતા રહે છે. મંત્રાલય દ્વારા ભારતમાં તૈનાત વિકિપીડિયાના અધિકારીઓને સમન્સ જારી કરવામાં આવ્યું છે અને પૂછવામાં આવ્યું છે કે આવું કેવી રીતે થયું. અધિકારીએ કહ્યું કે વિકિપીડિયાને પૂછવામાં આવ્યું છે કે આ કેવી રીતે થયું અને ભવિષ્યમાં તેને રોકવા માટે તેની શું યોજના છે. 
અધિકારીએ કહ્યું કે સરકારે આ મામલાને ખૂબ જ ગંભીરતાથી લીધો છે. એટલું જ નહીં, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર દ્વારા વિકિપીડિયાને કારણ દર્શક નોટિસ પણ જારી કરવામાં આવી શકે છે. હાલમાં, વિકિપીડિયા દ્વારા તેના વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે અમેરિકન નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન વિકિમીડિયાની એક શાખા છે, જે વિશ્વભરના તમામ વિષયો પર માહિતી આપવા માટે પ્રખ્યાત છે. વિકિપીડિયા એ માહિતીનો એટલો ખુલ્લો સ્ત્રોત છે કે કોઈપણ વ્યક્તિ માહિતી શેર કરી શકે છે અને સંબંધિત  પેજને  અપડેટ પણ કરી શકાય છે.
અગાઉ પણ સરકારે વિકિપીડિયાને ઠપકો આપ્યો છે
આ કાર્ય વિકિપીડિયા દ્વારા સ્વયંસેવક મોલ પર કરવામાં આવે છે. તેનો હેતુ સમગ્ર વિશ્વના લોકોને એક જ પ્લેટફોર્મ પર તમામ બાબતોની માહિતી આપવાનો છે. હજારો લોકો દરરોજ વિકિપીડિયા પૃષ્ઠોને અપડેટ કરે છે. આ પહેલીવાર નથી જ્યારે સરકારે વિકિપીડિયા પર કડક વલણ અપનાવ્યું હોય. અગાઉ 2020માં પણ કેન્દ્ર સરકારે વિકિપીડિયાને કડક ભાષામાં નોટિસ મોકલી હતી અને ભારતનો નકશો ખોટો બતાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે વિકિપીડિયા નકશામાં અક્સાઈ ચીનને ચીનના ભાગ તરીકે વર્ણવવામાં આવ્યું હતું, જ્યારે તે સત્તાવાર રીતે ભારતનો ભાગ છે અને ચીને તેના પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે.
પાકિસ્તાનથી અર્શદીપ સિંહનું પેજ બદલાયું, શું લખ્યું હતું
દરમિયાન, એવું સામે આવ્યું છે કે અર્શદીપ સિંહનું વિકિપીડિયા પેજ પાકિસ્તાનથી બદલાઈ ગયું છે. તેને પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુરી શહેરમાંથી કોઈએ બદલ્યું હતો. જણાવી દઈએ કે અર્શદીપ સિંહના વિકિપીડિયામાં ફેરફાર કરતી વખતે તેમનો દેશ ભારતને બદલે ખાલિસ્તાન પંજાબ લખવામાં આવ્યો હતો. આ ઉપરાંત ઘણી જગ્યાએ તેમના પરિચય સાથે ભારતને બદલે ખાલિસ્તાન લખવામાં આવ્યું હતું. જેને લઈને હોબાળો થયો હતો અને લોકો સરકાર પાસે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા હતા. 
Advertisement
Tags :
Advertisement

.