Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પદ્મિનીનું નામ એક અભિનેત્રી કરતા એક શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે સ્વર્ણ અક્ષરે લખાયેલું છે અને રહેશે

ભારતીય હિન્દી ફિલ્મોના ઝળહળતા ઈતિહાસ તરફ જ્યારે જ્યારે નજર કરીએ છીએ ત્યારે ઘણી બધી ઉજળી બાબતો આપણને યાદ આવે છે. ક્યારેક-ક્યારેક અમસ્તી અમસ્તી યાદ આવી જાય તો ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તે આપણને હિન્દી ફિલ્મોના ઇતિહાસના કેટલાક સૌંદર્ય સુધી દોરી જાય. દક્ષિણમાંથી કેટલીક લાંબા સમય સુધી યાદ રહી જાય એવી છાપ મૂકી જનારી અભિનેત્રીઓના નામમાંનુ એકનામ પદ્મિનીનું પણ  ગણાવી શકાય. તાજેતરમાàª
પદ્મિનીનું નામ એક અભિનેત્રી કરતા એક શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે સ્વર્ણ અક્ષરે લખાયેલું છે અને રહેશે
ભારતીય હિન્દી ફિલ્મોના ઝળહળતા ઈતિહાસ તરફ જ્યારે જ્યારે નજર કરીએ છીએ ત્યારે ઘણી બધી ઉજળી બાબતો આપણને યાદ આવે છે. ક્યારેક-ક્યારેક અમસ્તી અમસ્તી યાદ આવી જાય તો ક્યારેક ક્યારેક કોઈ નિમિત્તે આપણને હિન્દી ફિલ્મોના ઇતિહાસના કેટલાક સૌંદર્ય સુધી દોરી જાય. દક્ષિણમાંથી કેટલીક લાંબા સમય સુધી યાદ રહી જાય એવી છાપ મૂકી જનારી અભિનેત્રીઓના નામમાંનુ એકનામ પદ્મિનીનું પણ  ગણાવી શકાય. તાજેતરમાં નૃત્યાંગના અને અભિનેત્રી પદ્મિનીનો જન્મદિવસ ગયો છે. તો આ સંદર્ભમાં સ્મરણમાં ઝળહળેલી થોડી વાતો કરીએ. 
હિન્દી ફિલ્મોમાં નાયકોને લાગેવળગે છે ત્યાં સુધી ઉત્તર ભારત અને પંજાબ તરફથી વધારે નાયકો મળ્યા હોય એવું લાગે તો બીજી બાજુ નાયિકાની વાત કરીએ તો આમ તો પદ્મિનીનું આખું કુટુંબ ફિલ્મો સાથે સંકળાયેલું હતું એમ કહીએ તો પણ ખોટું નથી - પણ વિશેષરૂપે ત્રણ બહેનો લલીતા, પદ્મિની અને રાગિણી આ ત્રણ નામો હિન્દી ફિલ્મો સાથે જોડાયેલા છે, અને જેમાં પદ્મિનીનું નામ પ્રખ્યાત છે.
માત્ર સોળ વર્ષની ઉંમરે ફિલ્મ અભિનયથી શરૂઆત કરી અને પછી હિન્દી ફિલ્મોમાં રાજ કપૂર, શમ્મી કપૂર, રાજકુમાર, ફિરોઝ ખાન વગેરે અનેક નામી અભિનેતાઓ સાથે કામ કરીને પદ્મિનીએ પોતાની એક આગવી જગા બનાવી. મૂળભૂત રીતે પદ્મિની નૃત્યાંગના હોવાને કારણે એની ફિલ્મોમાં આવતા નૃત્યએ દર્શકો માટે આગવું આકર્ષણ બનતા. 
પદ્મિનીની વાત કરીએ છીએ ત્યારે દક્ષિણમાંથી જ આવેલા વૈજયંતિમાલાનું નામ લીધા વિના હિન્દી ફિલ્મ જગતનો ઇતિહાસ વાગોળી ન શકાય. ફિલ્મ 'બહાર'થી વૈજયંતિમાલાએ પોતાની કારકિર્દીની શરૂઆત કરેલી તેઓ પણ ખૂબ જ સારા નૃત્યાંગના હતા અને તેથી 'બહાર'થી શરૂ થયેલી તેમની યાત્રા ફિલ્મ 'લીડર', 'સિંઘમ' સુધી હતી. સિતારાઓ સાથે નાયિકાના રૂપમાં સફળ અભિનેત્રી તરીકે અને એક આકર્ષક નૃત્યાંગના તરીકે પોતાની એવી છાપ મૂકી ગયા કે આજે પણ વૈજયંતિમાલાની ફિલ્મો ટેલિવિઝન ઉપર આવે તો જૂના અને નવા દર્શકો તે જોવાનું ચૂકતા નથી.
પદ્મિનીમા દર્શકોને વૈજયંતીમાલાનો ચહેરો, મહોરો અને નૃત્ય શૈલીનો પ્રભાવ જોવા મળતો હતો,એ પણ પદ્મિની લોકપ્રિયતાનું એક નાનકડું કારણ બન્યું હશે. કહેવાય છે કે ફિલ્મ 'જિસ દેશ મેં ગંગા બહેતી હૈ' માં નાયિકા તરીકે શોમેન રાજકપૂર વૈજયંતીમાલાને લેવા માગતા હતા પણ કોઈ કારણોસર એ વાત શક્ય ન બની અને વૈજયંતિમાલાની જગ્યાએ પદ્મિનીની પસંદગી થઈ. ફિલ્મ સફળ રહી અને એ પછી પદ્મિનીએ ફરી એકવાર રાજ કપૂર સાથે ફિલ્મ 'મેરા નામ જોકર'માં અભિનયનું અજવાળું પાથર્યું.
વૈજયંતીમાલાની જેમ અભિનેત્રી બી.સરોજાદેવી પણ પોતાની અભિનય ક્ષમતા ઉપરાંત પોતાની નૃત્યશૈલીને કારણે ઘણી બધી ફિલ્મોમાં આવ્યા ખાસ કરીને ફિલ્મ 'સસુરાલ'માં રાજેન્દ્ર કુમાર સાથે અને ફિલ્મ 'ગામ'માં દિલીપ કુમાર અને રાજ કુમાર જેવા સમર્થ અભિનેતાઓ સાથે કામ કરવાનો તેમને અવસર મળ્યો. અહીં એક વાતનો ઉલ્લેખ કરવો અનિવાર્ય છે કે ફિલ્મ ગામમાં બી.સરોજાદેવીએ વૈજયંતીમાલાની નાની બહેનનો રોલ કર્યો હતો અને એ રીતે બંનેના ચહેરા મહોરાની સામ્યતાનો નિર્માતા-નિર્દેશક એ સરસ ઉપયોગ કર્યો હતો.
પણ આપણે આજે વાત કરીએ 12મી જૂન 1932માં જન્મેલા અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરીની, ત્રણ દાયકા સુધી અનેક ફિલ્મોમાં અભિનય કરનાર પદ્મિનીએ ફિલ્મ 'જિસ દેશ મેં ગંગા બહેતી હૈ' માટે ફિલ્મફેર એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો હતો. ફિલ્મ 'વાસના', 'આશિક', 'ચંદાવત',  બીજી અનેક ફિલ્મો તેમના અભિનય કળાના અજવાળાથી પ્રકાશિત થઇ હતી.
હા, નવા જમાનાના દર્શકોને કદાચ ખ્યાલ ન પણ હોય પણ મહાભારતની ટીવી સીરીયલ પહેલા મહાભારત ઉપર એક ખૂબ સુંદર ફિલ્મ બની હતી જેમાં પદ્મિનીએ દ્રૌપદીની ભૂમિકા ભજવીને જબરજસ્ત સફળતા મેળવેલી અને આજે પણ એ જમાનાના દર્શકો જ્યારે પણ દ્રૌપદીનું સ્મરણ કરે તો તરત જ તેમની આંખો સામે પદ્મિનીનો ચહેરો, પદ્મિનીની નૃત્ય શૈલી અને પદ્મિની દેખાવા માંડે છે.
પદ્મિનીજીએ હિન્દી ફિલ્મો ઉપરાંત દક્ષિણની ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે, અને એમાં પણ શિવાજી ગણેશન જેવા પ્રખ્યાત અભિનેતા સાથે લગભગ 60 જેટલી ફિલ્મો કરી, એ ઉપરાંત એનટીઆર તેમજ એમ જી રામચંદ્રન સાથે પણ તેમણે ફિલ્મો કરી અને આમ જોઇએ તો પોતાની કારકિર્દી દરમિયાન 250 કરતાં પણ વધારે ફિલ્મોમાં અભિનય કરનારી દક્ષિણ ભારતમાંથી આવેલા એક સફળ નૃત્યાંગના અને એક સફળ અભિનેત્રી પદ્મિનીનું 24 સપ્ટેમ્બર 2006ના રોજ હૃદયરોગથી અવસાન થયું. હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં પદ્મિનીનું નામ એક અભિનેત્રી કરતા એક શાસ્ત્રીય નૃત્યાંગના તરીકે સ્વર્ણ અક્ષરે લખાયેલું છે અને રહેશે.
Advertisement
Tags :
Advertisement

.