Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મુલાયમ સિંહ, ઝાકિર હુસૈનને પદ્મ વિભૂષણ, જુઓ 106 પુરસ્કારોની સંપૂર્ણ યાદી

74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પદ્મ પુરસ્કારોની જાહેરાત પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરી, 2023ની સાંજે કરવામાં આવી છે, જેમાં દિલીપ મહાલનોબિસ સહિત 6ને મરણોત્તર પદ્મ વિભૂષણ પુરસ્કાર, 9ને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે 91 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મેડિસિન ક્ષેત્રે ORSના પિત
05:32 PM Jan 25, 2023 IST | Vipul Pandya
74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. પદ્મ પુરસ્કારોની જાહેરાત પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરી, 2023ની સાંજે કરવામાં આવી છે, જેમાં દિલીપ મહાલનોબિસ સહિત 6ને મરણોત્તર પદ્મ વિભૂષણ પુરસ્કાર, 9ને પદ્મ ભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ સાથે 91 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મેડિસિન ક્ષેત્રે ORSના પિતા ડૉ.દિલીપ મહાલનોબિસને પદ્મ વિભૂષણ પ્રાપ્ત થશે. આ એવોર્ડ ડો.દિલીપને મરણોત્તર આપવામાં આવ્યો છે.
12 નવેમ્બર 1934ના રોજ તત્કાલિન બંગાળના કિશોરગંજમાં જન્મેલા મહાલનબિસે 1958માં કલકત્તા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. મહાલનબિસે ભારત પરત ફરીને 1964માં ઓરલ રિહાઈડ્રેશન થેરાપી પર રિસર્ચ શરૂ કર્યું.  ORSનાં નામે દુનિયાભરમાં જાણતા ઓરલ રિહાઈડ્રેશન સોલ્યુશન વડે લાખો લોકોની જિંદગી બચાવનાર ડોક્ટર દિલીપ મહાલનબીસને મરણોપરાંત પદ્મ વિભૂષણથી સમ્માનિત કરવામાં આવશે. પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે જાહેર કરેલા પદ્મ પુરસ્કારોમાં ડોક્ટર મહાલનબીસનું પણ નામ છે. 16 ઓક્ટોબર 2022નાં રોજ તેમણે 87 વર્ષની વયે કોલકાતાની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. બાંગ્લાદેશ યુદ્ધ દરમિયાન જીવનરક્ષક સોલ્યુશનને વિકસિત કરીને તેમજ તેને ઓરલ રિહાઈડ્રશન થેરાપી તરીકે પ્રચલિત કરવાનો શ્રેય ડોક્ટર દિલીપ મહાલનબિસને જાય છે
.74માં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોના નામોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે કુલ 26 નામોની જાહેરાત કરવામાં આવી છે, જેમાંથી 25ને પદ્મશ્રી અને 1ને પદ્મ વિભૂષણ આપવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના ડો.દિલીપ મહાલાનીસને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. ઓઆરએસની શોધ બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું છે. આ સાથે રતન ચંદ્રકરને પદ્મશ્રી આપવામાં આવ્યો છે. આંદામાનના જારાવા જનજાતિમાં મિઝેલ્સ માટે તેમણે કરેલા સારા કામ માટે તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
જાંબુર ગામના હીરાબાઈ લોબીને પહ્મ શ્રી એવોર્ડ મળશે
ગુજરાતનું ગૌરવ અને જાંબુર ગામના હીરાબાઈ લોબીને પહ્મ શ્રી એવોર્ડ મળશે જેઓ સિદ્દી સમાજની સોશિયલ વર્કર અને આગેવાન તરીકે નામના ધરાવે છે, જેમણે ગુજરાતમાં સિદ્દી કોમના વિકાસ માટે આગવું યોગદાન આપ્યું છે. સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરાબાઈનો ઉછેર એમના દાદીમાએ કર્યો છે. હીરાબાઈ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત વર્ષ 2004માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે. હીરાબાઈના આ ભગીરથ પ્રયત્નોથી જાંબુરની મહિલાઓ કરિયાણાની દુકાન, દરજીકામ વગેરે જેવા કામો કરી પરિવારને મદદરૂપ થઈ. વર્ષ 2006માં હીરાબાઈ જાનકીદેવી બજાજ પુરસ્કારથી પણ સન્માનિત થઈ ચૂક્યાં છે.
આ યાદીમાં એક ગુજરાતી નામ હીરા બાઈ લોબીનું પણ છે. તેમને સીદી આદિવાસીઓના બાળકોના શિક્ષણ માટે તેમના યોગદાન માટે સન્માનિત કરાયા છે. આ સિવાય મુનીશ્વર ચંદર દાવરને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાયા છે. તે મુળ જબલપુરના છે અને છેલ્લા 50 વર્ષથી વંચિતોની સેવા કરી રહ્યા છે. આ સિવાય હેરાકા ધર્મની જાળવણી અને સંરક્ષણ માટે જીવન સમર્પિત કરનાર દિમા હસાઓના નાગા સામાજિક કાર્યકર રામકુઇવાંગબે નુમેને સામાજિક કાર્ય માટે પદ્મશ્રીથી નવાજાયા છે.
સામાજિક કાર્ય માટે વીપી અપ્પુકુટ્ટન પોદુવાલમને પદ્મશ્રી (ગાંધી)
હેરાકા ધર્મની જાળવણી અને સંરક્ષણ માટે પોતાનું જીવન સમર્પિત કરનાર દિમા હસાઓના નાગા સામાજિક કાર્યકર રામકુઇવાંગબે ન્યુમેને સામાજિક કાર્ય (સંસ્કૃતિ) ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવશે. ઉપરાંત, પયન્નુરના ગાંધીવાદી અને સ્વાતંત્ર્ય સેનાની વી.પી અપ્પુકુટ્ટન પોદુવાલમને સામાજિક કાર્ય (ગાંધી) ક્ષેત્રે પદ્મશ્રીથી નવાજવામાં આવશે.
ઝેરી સાપ પકડવામાં નિષ્ણાત
ઇરુલા જનજાતિના નિષ્ણાત સાપ પકડનારા વાડીવેલ ગોપાલ અને માસી સદૈયાનને સામાજિક કાર્ય (પ્રાણી કલ્યાણ) ક્ષેત્રે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે. આ લોકો ખતરનાક અને ઝેરી સાપને પકડવામાં નિષ્ણાત છે.
ઓર્ગેનિક ખેતી માટે પદ્મશ્રી
98 વર્ષીય તુલા રામ ઉપ્રેતી એક આત્મનિર્ભર નાના ખેડૂત છે. તેમને અન્ય (કૃષિ) ક્ષેત્રે પદ્મશ્રી એનાયત કરવામાં આવશે. તેઓ પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને જૈવિક ખેતી કરે છે. આ ઉપરાંત મંડીના ઓર્ગેનિક ખેડૂત નેકરામ શર્માને પણ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે જ્યારે અન્ય લોકો (કૃષિ)ના ક્ષેત્રમાં પદ્મશ્રી પ્રાપ્ત કરવા માટે 'નવ-ધાન્ય'ની પરંપરાગત પાક પદ્ધતિને પુનર્જીવિત કરશે.
તેલંગણાના ભાષાશાસ્ત્રના 80 વર્ષીય પ્રોફેસર બી રામકૃષ્ણ રેડ્ડી સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં પદ્મ મેળવશે.
આર્કિટેક્ચર ક્ષેત્રે મહત્વપૂર્ણ યોગદાન આપનાર સ્વ. બાલકૃષ્ણ દોશીને પદ્મ વિભૂષણ, આર્ટ ક્ષેત્રે યોગદાન આપના હેમંત ચૌહાણ, પરેશભાઈ રાઠવા, ભાનુભાઈ ચિતારા, મહિપત કવિને પદ્મશ્રી, અરિઝ ખંભાતાના ટ્રેડ અને ઈન્ડસ્ટ્રીઝ ક્ષેત્રના યોગદાન માટે, હિરાબાઈ લોબીને સોશિયલ વર્ક માચે અને પ્રો. (ડો.)મહેન્દ્ર પાલને સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ યોગદાન માટે પદ્મ એવોર્ડની આપવાની જાહેરાત કરવામાં આવી છે.
જાહેર કાર્યો માટે પુરસ્કૃત
યુપીએ સરકારમાં વિદેશ મંત્રી અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી રહેલા એસએમ કૃષ્ણા લાંબા સમય સુધી કોંગ્રેસમાં હતા. તેમને જાહેર કાર્યો માટે પદ્મ વિભૂષણથી નવાજવામાં આવશે. બીજી તરફ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના સંરક્ષક મુલાયમ સિંહ યાદવનું આ વર્ષે ઓક્ટોબરમાં અવસાન થયું હતું. તેમને જાહેર કાર્યો માટે પદ્મ વિભૂષણ પણ આપવામાં આવી રહ્યું છે.
અજય કુમાર માંડવી, કાંકેરના ગોંડ આદિવાસી વુડ કાર્વરને કલાના ક્ષેત્રમાં પદ્મશ્રી પ્રાપ્ત થશે (વુડ કોતરકામ)
ભાનુભાઈ ચૈતારા- કમલકારી આર્ટીસ્ટ- પદ્મ શ્રી

પરેશ રાઠવા- પીથોરા આર્ટીસ્ટ- પદ્મ શ્રી
મુનિવેંકટપ્પા, ચિક્કાબલ્લાપુરના પીઢ થામટે ઘાતાંક, કલા (લોકસંગીત) ક્ષેત્રે પદ્મશ્રી પ્રાપ્ત કરવા લોક વાદ્ય થામટેની 
જાળવણી અને પ્રચાર માટે અથાક મહેનત કરી રહ્યા છે.
ડોમર સિંહ કુંવરે, છત્તીસગઢી નાટ્ય નાચા કલાકાર, કલા (નૃત્ય) ક્ષેત્રે પદ્મશ્રી પ્રાપ્ત કરવા માટે છેલ્લા 5 દાયકાથી પરંપરાને જીવંત રાખવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું.

પદ્મ ભૂષણ માટે 9 નામોની પસંદગી

  • જ્યારે, એસએલ ભૈરપ્પા, કુમાર મંગલમ બિરલા, દીપક ધર, વાણી જયરામ, સ્વામી ચિન્ના જિયાર, સુમન કલ્યાણપુર, કપિલ કપૂર, સુધા મૂર્તિ (સામાજિક કાર્યકર) અને કમલેશ ડી પટેલને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.
  • રાકેશ ઝુનઝુનવાલા, રવીના ટંડન અને અન્ય 91 ને પદ્મશ્રી
  • રાકેશ ઝુનઝુનવાલા (મરણોત્તર), RRR ફિલ્મના સંગીતકાર એમએમ કીરાવાણી, અભિનેત્રી રવીના રવિ ટંડન 91 પદ્મશ્રી પુરસ્કારોમાં સામેલ છે.

દેશનો સર્વોચ્ચ એવોર્ડ
ઉલ્લેખનીય છે તે, પદ્મ પુરસ્કારો - પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954 થી દર વર્ષે પ્રજાસત્તાક દિવસના અવસર પર આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. આ સન્માન કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા અને સામાજિક કાર્યના ક્ષેત્રોમાં ઘણા અસંખ્ય નાયકોને આપવામાં આવે છે.

Tags :
AnnouncementofPadmaAwardGujaratFirstMulayamSinghYadavPadmaAwardsPadmaAwards2023PadmaAwards2023WinnersPadmaShriawardto4peoplefromGujaratPadmaShriAwardtoBhanubhaiChitaraPadmaShriAwardtoHeerabhaiLobiPadmaShriAwardtoPareshRathwanRepublicDayRepublicDay2023
Next Article