Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાંચી એરપોર્ટ પર ઓવૈસીના સ્વાગતમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા, જુઓ વિડીયો

રાંચી એરપોર્ટ પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના સ્વાગત દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા છે. ઓવૈસી મંડેર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના બળવાખોર ઉમેદવાર દેવ કુમાર ડાંગરના પ્રચાર માટે પહોંચ્યા છે. આ દરમિયાન તેમની પાર્ટી AIMIMના કાર્યકરો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમના સમર્થકોએ ઓવૈસી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ નારાઓ વચ્ચે પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ
રાંચી એરપોર્ટ પર ઓવૈસીના સ્વાગતમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા  જુઓ વિડીયો
રાંચી એરપોર્ટ પર AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીના સ્વાગત દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદના નારા લાગ્યા છે. ઓવૈસી મંડેર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપના બળવાખોર ઉમેદવાર દેવ કુમાર ડાંગરના પ્રચાર માટે પહોંચ્યા છે. આ દરમિયાન તેમની પાર્ટી AIMIMના કાર્યકરો અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમના સમર્થકોએ ઓવૈસી ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. આ નારાઓ વચ્ચે પાકિસ્તાન ઝિંદાબાદના નારા પણ લાગ્યા હતા. ઉલ્લેખનીયય છે કે વિધાનસભા પેટાચૂંટણીના પ્રચાર માટે અસદુદ્દીન ઓવૈસી આજે રાંચી એરપોર્ટ પહોંચ્યા હતા. 
મળતી માહિતીપ પ્રમાણે ઓવૈસીના એક સમર્થકે આ નારા લગાવ્યા હતા. જો કે આ સૂત્રોચ્ચાર કોણે કર્યો અને તેનો હેતુ શું હતો? તેના વિશે કંઈ કહી શકાય નહીં. મંદાર પેટાચૂંટણીમાં અસદુદ્દીન ઓવૈસીની એન્ટ્રીથી ચૂંટણીના સમીકરણ બદલાશે કે નહીં તે તો સમય જ બતાવશે, પરંતુ રાંચીમાં પાકિસ્તાન ઝિંદાબાદના નારા બાદ ઓવૈસીનો ચૂંટણી પ્રવાસ વિવાદોમાં ફસાય તેવી શક્યતા છે.
Advertisement


પોલીસ તપાસ કરશે
રાંચી એરપોર્ટ પર આ નારા લગાવવા અંગે રાંચી સિટી એસપી અંશુમન કુમારે કહ્યું કે પાકિસ્તાન ઝિંદાબાદના નારાઓ લાગ્યા તે વિશે માહિતી મળી છે. જે વિડીયો અને ઓડિયો સામે આવ્યા છે, તેની સત્યતા ચકાસવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી શરૂ કરવામાં આવશે. રાજકીય જાણકારોનું કહેવું છે કે જો ઓવૈસી આ પેટાચૂંટણીમાં મુસ્લિમ મતોમાં ભંગાણ કરી કરશે તો તેનો સીધો ફાયદો ભાજપના ઉમેદવાર ગંગોત્રી કુજુરને થશે. તો સામે પક્ષે કોંગ્રેસને તેનું નુકસાન વેઠવું પડી શકે છે.
ઓવૈસીના કાર્યક્રમમાં પહેલા પણ આવું થયું છે
ઉલ્લેખની છે કે આ પહેલીવાર નથી જ્યારે ઓવૈસીના કોઈ કાર્યક્રમમાં પાકિસ્તાન વિશે નારા લગાવવામાં આવ્યા હોય. આ પહેલા પણ CAA વિરોધી વિરોધમાં એક છોકરીએ ઓવૈસીના મંચ પરથી સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યારપછી તેની સામે દેશદ્રોહનો કેસ ચલાવવામાં આવ્યો હતો. 
Tags :
Advertisement

.