Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બોલિવૂડ ગીત 'ટિપ ટિપ બરસા પાની' પર વિદેશી ગ્રુપે કર્યો ધમાકેદાર ડાન્સ, Video

બોલિવૂડના ગીત આજે દુનિયાભરમાં લોકો સાંભળે છે અને તેના ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. તમે ઘણીવાર જોયું હશે કે મોટા મંચ પર આપણા બોલિવૂડ ગીત પર પરફોર્મન્સ થતું હોય છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમા પણ કઇંક આવું જ જોવા મળી રહ્યું છે. જ્યારે પણ બોલિવૂડ ગીત રિલીઝ થાય છે, ત્યારે તે પૂરી દુનિયામાં ધૂમ મચાવે છે. લોકો ઉગ્રતાથી આ ગીતો પર ડાન્સ રીલ્સ બનાવે છે અને તેને સોશિયલ મીડિયા à
07:39 AM Apr 12, 2022 IST | Vipul Pandya
બોલિવૂડના ગીત આજે દુનિયાભરમાં લોકો સાંભળે છે અને તેના ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. તમે ઘણીવાર જોયું હશે કે મોટા મંચ પર આપણા બોલિવૂડ ગીત પર પરફોર્મન્સ થતું હોય છે. તાજેતરમાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમા પણ કઇંક આવું જ જોવા મળી રહ્યું છે. 
જ્યારે પણ બોલિવૂડ ગીત રિલીઝ થાય છે, ત્યારે તે પૂરી દુનિયામાં ધૂમ મચાવે છે. લોકો ઉગ્રતાથી આ ગીતો પર ડાન્સ રીલ્સ બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરે છે. અક્ષય કુમાર અને કેટરિના કૈફની ફિલ્મ 'સૂર્યવંશી'ના પ્રખ્યાત ગીત 'ટિપ ટિપ બરસા પાની' પર દુનિયાભરના લોકો ડાન્સ રીલ બનાવી રહ્યા છે. હવે ફરી એક ડાન્સ વિડીયો સામે આવ્યો છે, જેમાં એક વિદેશી ડાન્સ ગ્રુપ આ ગીત પર ડાન્સ કરી રહ્યું છે. તેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેટલાક વિદેશી છોકરા-છોકરીઓ હોલમાં ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. ત્યારબાદ અક્ષય કુમાર અને કેટરીના કૈફનું ગીત 'ટિપ ટીપ બરસા પાની' વાગે છે. તો પછી શું આ ડાન્સ ગ્રુપ ગીત પર તેના પરફોર્મન્સથી ધમાલ મચાવે છે. 
આ ગ્રુપે એટલો જોરદાર ડાન્સ કર્યો છે કે તમે આ વિડીયો વારંવાર જોવા ઈચ્છશો. આ ડાન્સ વિડીયો jikamanu નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયોને અત્યાર સુધીમાં 15 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. એક વ્યક્તિએ કોમેન્ટ કરી છે કે, 'શાનદાર પરફોર્મન્સ ભાઈ.' અન્ય એક યુઝર્સે લખ્યું, 'અમારો ફેવરિટ ટ્રેક ખૂબ જ શાનદાર છે.' 
Tags :
BollywoodBollywoodSongDanceDanceGroupGujaratFirstInstagramJikamanuTipTipBarsaPaniViralVideo
Next Article