ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સરકાર તમામ મદદ માટે તૈયાર છે, મોરબીની ઘટના પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતા જ સરકાર હરકતમાં આવી ગઇ હતી. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે  6 વાગ્યેને 30 મિનિટે આ ઘટના ઘટી હતી...અને 6 વાગ્યેને 48 મિનિટે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહનો તેમના પર ફોન આવ્યો હતો.. અને તેમણે  ફોન પર તાત્કાલિક સ્થળ પર પહોંચવા સૂચના આપી હતી.. હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર તમામ મદદ માટે તૈયાર છે. ઇજાગ્રસ્તોને સારવાર આપવી તે અમàª
03:49 PM Oct 30, 2022 IST | Vipul Pandya
મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થવાની ઘટનાની જાણ થતા જ સરકાર હરકતમાં આવી ગઇ હતી. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે  6 વાગ્યેને 30 મિનિટે આ ઘટના ઘટી હતી...અને 6 વાગ્યેને 48 મિનિટે કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહનો તેમના પર ફોન આવ્યો હતો.. અને તેમણે  ફોન પર તાત્કાલિક સ્થળ પર પહોંચવા સૂચના આપી હતી.. હર્ષ સંઘવીએ કહ્યું કે સરકાર તમામ મદદ માટે તૈયાર છે. ઇજાગ્રસ્તોને સારવાર આપવી તે અમારી પ્રાથમિકતા છે.. તેમણે કહ્યું કે મુખ્ય સચિવ સાથે પણ તેઓ સતત સંપર્કમાં છે.. આસાથે જ માહિતી આપતા તેમણે કહ્યું કે 70થી વધુ લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. 
મહત્વપૂર્ણ છે કે મોરબીમાં જે ઝુલતો પુલ તૂટ્યો તે 1880ની સાલમાં તૈયાર કરાયો હતો ..વર્ષ 1880માં 3.5 લાખ રૂપિયાના ખર્ચે તેને તૈયાર કરાયો હતો ..આ પુલની લંબાઇ 765 ફૂટ હતી .રૂપિયા 2 કરોડના ખર્ચે તેનું રિનોવેશન કરવામાં આવ્યું હતું. લગભગ 6 મહિના સુધી રિનોવેશનને કારણે બ્રિજ બંધ રખાયો હતો ..અને 6 મહિનાના રિનોવેશન બાદ બેસતા વર્ષના દિવસે જ પુલને ખુલ્લો મુકાયો હતો 
બ્રિજ પર જવા માટે 15 રૂપિયા ટિકીટ રાખવામાં આવી હતી.
આ પણ વાંચો - મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, અનેક લોકો પાણીમાં ડુબ્યા, મુખ્યમંત્રીશ્રી મોરબી જવા રવાના
Tags :
BridgecollepsedGujaratFirstHarshSanghvimorbi
Next Article