Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દક્ષિણ કોરિયાના હેલોવિન ફેસ્ટિવલમાં ભારે ભીડને કારણે અનેક લોકોને આવ્યો હાર્ટએટેક

દક્ષિણ કોરિયાની(South Korea) રાજધાની સિઓલમાં (Seoul) શનિવારે (29 ઓક્ટોબર) નાસભાગમાં ડઝનેક લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. સિઓલમાં હેલોવીન પાર્ટી (Halloween Party)દરમિયાન નાસભાગ મચી ગઈ છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 100 લોકોને હૃદયરોગનો હુમલો થયો છે. મળતી મહતી મુજબ સિયોલમાં હેલોવીન પાર્ટી દરમિયાન તેઓ એક નાની શેરીમાં આગળ વધતાં જ નાસભાગ મચી ગઈ હતી. ઇમરજન્સી અધિકારીઓને ઇટાવાન વિસ્તારના લોકો તરફથી ઓછામાં ઓછા 81 કોલ
04:43 PM Oct 29, 2022 IST | Vipul Pandya
દક્ષિણ કોરિયાની(South Korea) રાજધાની સિઓલમાં (Seoul) શનિવારે (29 ઓક્ટોબર) નાસભાગમાં ડઝનેક લોકો ખરાબ રીતે ઘાયલ થયા હતા. સિઓલમાં હેલોવીન પાર્ટી (Halloween Party)દરમિયાન નાસભાગ મચી ગઈ છે. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 100 લોકોને હૃદયરોગનો હુમલો થયો છે. મળતી મહતી મુજબ સિયોલમાં હેલોવીન પાર્ટી દરમિયાન તેઓ એક નાની શેરીમાં આગળ વધતાં જ નાસભાગ મચી ગઈ હતી. 
ઇમરજન્સી અધિકારીઓને ઇટાવાન વિસ્તારના લોકો તરફથી ઓછામાં ઓછા 81 કોલ મળ્યા, જેમાં કહ્યું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. નેશનલ ફાયર એજન્સીના અધિકારી ચોઈ ચેઓન-સિકે જણાવ્યું હતું કે લગભગ 100 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમાં ડઝનેક લોકો કાર્ડિયાક અરેસ્ટનો ભોગ બન્યા છે. 

તમામ ઇમરજન્સી કામદારોને તૈનાત કર્યા 
તેણે કહ્યું કે ભીડ શહેરમાં લોકપ્રિય પાર્ટી સ્થળ હેમિલ્ટન હોટલ પાસે હતી. તેમણે કહ્યું કે સિઓલમાં ઉપલબ્ધ લગભગ તમામ સ્ટાફ સહિત દેશભરમાંથી 400થી વધુ ઈમરજન્સી વર્કર્સ તૈનાત કરવામાં આવ્યા છે. સિઓલના મેયર ઓહ સેહૂન યુરોપના પ્રવાસે છે, પરંતુ આ સમાચાર બાદ તેમણે સ્વદેશ પરત ફરવાનો નિર્ણય લીધો છે. 

પ્રમુખે સૂચના આપી હતી
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે એક નિવેદનમાં કહ્યું કે અધિકારીઓએ ઘાયલોની ઝડપી સારવાર સુનિશ્ચિત કરવી જોઈએ અને હેલોવીન પાર્ટીના સ્થળોની સુરક્ષાની સમીક્ષા કરવી જોઈએ. તેમણે આરોગ્ય મંત્રાલયને ઝડપથી આપત્તિ તબીબી સહાય ટીમો તૈનાત કરવા અને ઘાયલોની સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં પથારી પ્રદાન કરવા પણ નિર્દેશ આપ્યો છે.
આપણ વાંચો _હૈલોવીન ફેસ્ટીવલમાં અનેક લોકોને આવ્યા હાર્ટ એટેક, જાણો શું છે આ Festival
Tags :
GujaratFirstHalloweenfestivalheartattackssouthkorea
Next Article