Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

75 વાહનોના કાફલા સાથે 300થી વધુ લોકો ભારતની આન-બાન-શાન તિરંગા સાથે નીકળ્યા

75 વાહનોના કાફલા સાથે 300થી વધુ લોકો આજે ભારતની આન-બાન-શાન અને સ્વાભિમાનનું પ્રતિક રાષ્ટ્રધ્વજ - તિરંગા સાથે ભુજથી ભેડીયાબેટ તરફ  આજે તિરંગાયાત્રા નીકાળી હતી. કચ્છનાં સાંસદ અને પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા તથા લોકસભા પરિવાર અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા આયોજીત કરવામાં આવેલ છે. યાત્રા પ્રારંભે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીનાં 75 વર્ષની ગૌરવશા
75 વાહનોના કાફલા સાથે 300થી વધુ લોકો ભારતની આન બાન શાન તિરંગા સાથે નીકળ્યા
75 વાહનોના કાફલા સાથે 300થી વધુ લોકો આજે ભારતની આન-બાન-શાન અને સ્વાભિમાનનું પ્રતિક રાષ્ટ્રધ્વજ - તિરંગા સાથે ભુજથી ભેડીયાબેટ તરફ  આજે તિરંગાયાત્રા નીકાળી હતી. કચ્છનાં સાંસદ અને પ્રદેશ ભાજપા મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા તથા લોકસભા પરિવાર અને સમાજ નવ નિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા આયોજીત કરવામાં આવેલ છે. 
યાત્રા પ્રારંભે સાંસદ વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, આઝાદીનાં 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં હર ઘર તિરંગા ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત અભિયાન છે. 22મી જુલાઈએ આપણાં યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ લોકોને અપીલ કરી હતી. દરેક ભારતીય 13થી 15ઓગસ્ટ સુધી પોતાના ઘરે અથવા ધંધા રોજગાર સ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવે જેથી ભારતનો આદર્શ પ્રિય જનતામાં દેશ ભક્તિ અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે આદરની ભાવના કેળવવામાં મદદ મળશે.  
ભારત સરકાર દ્વારા આ અભિયાનથી રાષ્ટ્રધ્વજનું સન્માન અને સ્વાતંત્ર્ય સેનાનીનું પણ સન્માન થશે. ભારતનો રાષ્ટ્રધ્વજ શાંતિ - પ્રેમ અને એકતાનું પ્રતિક છે. આ અભિયાનના ઉપ્લક્ષ્યમાં આજે સરહદ સ્થિત ભેડીયાબેટ હનુમાનજીના આશિષ મેળવી માતૃભૂમિની રક્ષા કરતાં બી.એસ.એફ. કમાન્ડર સંજયકુમાર શ્રીવાસ્તવ, પ્રેમ કુમાર, મનોજ રાય, બી.એસ.રાવત, કે.એલ.વર્મા, અને કે.કે.ગુર્જરની ઉપસ્થિતિમાં 7500 રાષ્ટ્રધ્વજનું વિતરણ કરાયું હતું, ત્યારબાદ ખરડોઈ ફરજ યુક્ત જવાનોને પણ ધ્વજ વિતરણ કરાયું હતું.
આ સાથે જ અહીં દેશભક્તિનાં અનેક કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. ભારતને આઝાદી મળ્યા બાદ પાછલાં ૭૫ વર્ષમાં તેમાં પણ છેલ્લા દાયકામાં દેશે દરેક ક્ષેત્ર માં પ્રગતિ કરી છે. આપણાં દેશે વિજ્ઞાન, ટેક્નોલૉજી, તબીબી વિજ્ઞાન તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. હાલમાં આપણે વિકાસના ઉચ્ચ સ્થાને છીયે તેની ઉજવણી કરવાનો આ શ્રેષ્ઠ સમય છે.
તિરંગા યાત્રા ગંતવ્ય સ્થાને ભૂજ વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્ય, પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપા મહામંત્રી અને કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડા, જીલ્લા ભાજપા અધ્યક્ષ કેશુભાઈ પટેલ સહિત તમામ ભાજપા મોરચાનાં પ્રમુખો, તથા ભાજપા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યાં હતા.
Advertisement
Tags :
Advertisement

.