Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રશિયા-યુક્રેન યુદ્ધથી આ મોટી કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરવાનું કર્યુ એલાન

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. એપલ, ગૂગલ સહિતની ઘણી કંપનીઓએ રશિયામાં તેમનો બિઝનેસ બંધ કરવાના પગલા ભર્યાં છે. સાથે જ અનેક મલ્ટિનેશનલ કંપનીઓએ રશિયા માંથી પોતાનો બિઝનેસ બંધ કરવાની જોહેરાત કરી રહી છે.  રશિયા યુક્રેન વોરની અસર વૈશ્વિક ઇકોનોમી પર પણ જોવા મળી રહી છે.  એપલ, ગુગલ, જેવી ઘણી કંપનીઓ રશિયામાં પોતાનો બિઝનેસ સિમિત કરી રહી છે. કો
રશિયા યુક્રેન યુદ્ધથી આ મોટી કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરવાનું કર્યુ એલાન
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. એપલ, ગૂગલ સહિતની ઘણી કંપનીઓએ રશિયામાં તેમનો બિઝનેસ બંધ કરવાના પગલા ભર્યાં છે. સાથે જ અનેક મલ્ટિનેશનલ કંપનીઓએ રશિયા માંથી પોતાનો બિઝનેસ બંધ કરવાની જોહેરાત કરી રહી છે.  રશિયા યુક્રેન વોરની અસર વૈશ્વિક ઇકોનોમી પર પણ જોવા મળી રહી છે.  એપલ, ગુગલ, જેવી ઘણી કંપનીઓ રશિયામાં પોતાનો બિઝનેસ સિમિત કરી રહી છે. કોઈપણ પ્રકારની લડાઈની અસર વેપાર અને અર્થવ્યવસ્થા પર માઠી જ પડતી હોય છે. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધ બાદ આવી જ અસર જોવા મળી રહી છે. 
વિશ્વભરની મોટી કંપનીઓ યુક્રેન અને રશિયામાં તેમના કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે. સાથે જ વ્યવસાયિક હિતોની જાળવણી માટે કેટલીક કંપનીઓ રશિયા અને યુક્રેનમાંથી તેમનો વ્યવસાય સ્થગિત કરવાં મજબૂર પણ છે. 
 
રશિયામાં આ કંપનીઓેએ બંધ કર્યો પોતાનો કારોબોર 
બારબ્રુઅર કાર્લ્સબર્ગ અને જાપાન ટોબેકોએ યુક્રેનમાં તેમની ફેક્ટરીઓ બંધ કરી દીધી છે. બીજી તરફ યુપીએસ અને ફેડએક્સ કોર્પ, દેશ અને દેશની બહાર તેની સેવાઓ સ્થગિત કરી દીધી છે.
રશિયાના યુદ્ધના પગલાં લીધાં એપલે રશિયામાં તેના ઉત્પાદનોનું વેચાણ બંધ કરી દીધું છે.  કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે તે રશિયન હુમલાને લઈને ખૂબ જ ચિંતિત છે. કંપની પાસે રશિયામાં Apple Pay જેવી ડિજિટલ સેવાઓની મર્યાદિત ઍક્સેસ છે. 
ફેસબુકની પેરેન્ટ કંપનીએ સોમવારે રશિયન સમાચાર આઉટલેટ્સ RTઅને સ્પુટનિકની ઍક્સેસને  પ્રતિબંધિત કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત સમગ્ર યુરોપિયન યુનિયન માટે કરવામાં આવી હતી. 
આ કંપનીઓએ તેમના વ્યવસાયની સમીક્ષા પણ કરી હતી
Spotify પણ  આ દિશામાં એક પગલું ભર્યું
Spotifyએ રશિયામાં તેની ઓફિસ બંધ કરવાની જાહેરાત કરી છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું: "યુક્રેન ઉપર કોઈપણ ઉશ્કેરણી વિના હુમલ કરાયો છે. કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, યુક્રેન પર ઉશ્કેરણી વગરના હુમલાથી અમે ખૂબ જ આઘાત અને દુઃખી છીએ. 
ગૂગલની માલિકીની YouTube એ જણાવ્યું હતું કે તેણે સપ્તાહના અંતે યુક્રેનમાં RT સહિત રશિયન રાજ્ય મીડિયાના પર રોક લગાવી છે.  આ વિડિયો પ્લેટફોર્મે કહ્યું છે કે તે આ ચેનલો પરની જાહેરાતો પર અંકુશ લગાવી રહી છે.
 Google અને YouTubeએ પણ કહ્યું કે તેઓ હવે રશિયન રાજકીય મીડિયાને જાહેરાતો ચલાવવાની મંજૂરી આપશે નહીં.
એરબીએનબીના સહ-સ્થાપક અને સીઇઓ બ્રાયન ચેસ્કીએ ગુરુવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કંપની રશિયા અને બેલારુસમાં તમામ કામગીરી સ્થગિત કરી રહી છે. 
ડિઝની, રશિયા અને યુક્રેનમાં તેમના વ્યવસાયની સમીક્ષા કરી હતી. 
રશિયામાં બિઝનેસ બંધ કરનાર કે સ્થગિત કરનારી કંપનીઓમાં Disney, Boing, BP, General Motors, Volkswagen, Master Card, Ikea, Diageo, Volvo, Daimler અને Renaultનો સમાવેશ થાય છે 
Advertisement
Tags :
Advertisement

.