Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મો કરનાર આયુષ્માન ખુરાના ફરી એકવાર છવાયો

હંમેશા આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મો કરનાર આયુષ્માન ખુરાના ફરી એકવાર લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આયુષ્માન ખુરાના તેની દરેક નવી રિલીઝ સાથે તેના ફેન્સ માટે અનોખી ટ્રીટ હોય છે. 'અનેક' ફિલ્મ જોયા પછી, લોકો આયુષ્માન ખુરાનાના કામને સલામ કરી રહ્યા છીએ કે તેણે આવું સેન્સેટિવ કન્ટેન્ટ  પસંદ કર્યું.    લોકો આયુષ્માન ખુરાનાની એક્ટીંગના વખાણ કરી રહ્યાં છેઆજે, આયુષ્યમાન ખુરાનાની મોસ્ટ એવેઇટ
11:58 AM May 27, 2022 IST | Vipul Pandya
હંમેશા આઉટ ઓફ ધ બોક્સ ફિલ્મો કરનાર આયુષ્માન ખુરાના ફરી એકવાર લોકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે. આયુષ્માન ખુરાના તેની દરેક નવી રિલીઝ સાથે તેના ફેન્સ માટે અનોખી ટ્રીટ હોય છે. 'અનેક' ફિલ્મ જોયા પછી, લોકો આયુષ્માન ખુરાનાના કામને સલામ કરી રહ્યા છીએ કે તેણે આવું સેન્સેટિવ કન્ટેન્ટ  પસંદ કર્યું.   
 
લોકો આયુષ્માન ખુરાનાની એક્ટીંગના વખાણ કરી રહ્યાં છે
આજે, આયુષ્યમાન ખુરાનાની મોસ્ટ એવેઇટેડ ફિલ્મ 'અનેક' સિનેમાઘરોમાં આવી ચૂકી છે. જ્યારથી આ ફિલ્મનું ટ્રેલર સામે આવ્યું છે, ત્યારથી લોકોએ તેને હિટ થવાની આગાહી કરી હતી. આજે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને અત્યાર સુધી જે લોકોએ તેને જોઈ છે તેઓ સોશિયલ મીડિયા પર આયુષ્માન ખુરાનાની એક્ટીંગના વખાણ કરી રહ્યા છે. ફિલ્મ 'અનેક'માં આયુષ્માન ખુરાનાના ડાયલોગ્સ, સિનેમેટોગ્રાફી અને અભિનયના વખાણ કરી રહ્યાં છે. આ અઠવાડિયે રીલીઝ થયેલી આયુષ્માન ખુરાનાની નવી ફિલ્મ 'અનેક' કાર્તિક આર્યનની ભુલ ભુલૈયા 2ને ટક્કર આપી શકે છે. 

ચાહકોએ આ ફિલ્મ માટે  ઓસ્કરની માગ કરી 
'અનેક' ફિલ્મ જોયા પછી, લોકો આયુષ્માન ખુરાનાના કામને સલામ કરી રહ્યા છીએ કે તેણે આવું સેન્સેટિવ કન્ટેન્ટ  પસંદ કર્યું , જેના પર લોકો ખુલીને બોલવાનું પણ ટાળે છે. આ ફિલ્મ જોયા બાદ ટ્વિટર પર લોકોની પ્રતિક્રિયાઓ સતત આવી રહી છે. એક યુઝરે ટ્વીટ કર્યું, 'લાંબા સમય પછી એક શાનદાર ફિલ્મ જોઈ છે. શાબાશ આયુષ્માન ખુરાના આ માત્ર તમે જ કરી શકો.' અન્ય એક યુઝરે લખ્યું, ' અનેક, શું ફિલ્મ છે. ફિલ્મ જોવી જ જોઈએ. હું તેને 5 માંથી 5 સ્ટાર આપીશ. ભારતે આ ફિલ્મને ઓસ્કારમાં મોકલવી જોઈએ.  

'અનેક' રિવ્યુ
જો કાસ્ટિંગની વાત આવે છે, ત્યારે અનુભવ સિન્હાએ કાસ્ટિંગમાં કોઇ કચાશ છોડી નથી, લોકેશન, સંવાદો, નોર્થ ઈસ્ટના કલાકારોના સંઘર્ષની ગંભીરતાને બખૂબી કચકડે કંડારી છે, જે તમને ચોક્કસ જકડી રાખશે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં વાર્તા ઘણી લાંબી જણાય છે. ફિલ્મના ફર્સ્ટ હાફમાં ઘણી બાબતો થોડી સ્ટ્રેચી લાગે છે, તેમજ મૂળ મુદ્દા પર ઓછું ધ્યાન જાય છે. ફિલ્મમાં દેશભક્તિ બખૂબી દેખાય છે. સારી બાબત એ છે કે ફિલ્મ માત્ર ભાષાવાદ પર આધારિત નથી જે  ઘણી ખરી હિન્દી ફિલ્મોમાં એકદમ સામાન્ય રીતે જોવાં મળે છે. ફિલ્મમાં જે રીતે ઉત્તર-પૂર્વના લોકોએ હંમેશા વંશીય દુર્વ્યવહાર અને ભેદભાવનો સામનો કરવો પડે છે તે ખૂબ સારી રીતે દર્શાવ્યું છે.
 
'અનેક'ની  વિષય વસ્તુ ચોક્ક્સ ગમશે 
એક વાત ચોક્કસપણે સ્વીકારવી પડશે કે આ એક એવી કોમર્શિયલ મૂવીઝ માંથી એક છે જેણે નોર્થ ઈસ્ટની ભેદભાવ ભરી પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કર્યો છે જેના વિશે ઘણાં લોકો વાત કરતા પણ ડરે છે. આજના સમયમાં એક મહત્વની વાર્તા છે. જો કે સ્ક્રિપ્ટ પર થોડું વધુ ધ્યાન આપવું જોઈએ. 

એન્ડ્રીયા સેવિચુસાએ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી
આયુષ્માન ખુરાનાએ 'અનેક'માં તેનું પાત્ર સારી રીતે ભજવ્યું છે. જ્યાં નરમ વલણ સાથે જ્યાં તેણે કડક પોલીસની ભૂમિકા ભજવવાની હતી ત્યાં તેણે તે પણ શાનદાર રીતે કર્યુ છે. એન્ડ્રીયા સેવિચુસાએ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી છે  તેણે પણ પોતાની પહેલી બોલિવુડ ફિલ્મમાં સારું પરફોર્મન્સ આપ્યું છે. બાકીની સપોર્ટિંગ સ્ટાર કાસ્ટ મનોજ પાહવા અને જેડીએ પણ સારું કામ કર્યું છે. જો ફિલ્મના દિગ્દર્શનની વાત કરવામાં આવે તો અનુભવ સિન્હાએ હંમેશાની જેમ શ્રેષ્ઠ દિગ્દર્શન કર્યું છે. તે કેવી રીતે એક અલગ અને મહત્વપૂર્ણ વિષયને સંવેદનશીલ રીતે સ્ક્રીન પર દર્શાવે છે. એકંદરે આ એક સારી ફિલ્મ છે, પરંતુ દરેક દર્શકને આ વિષય પસંદ આવે તેવું કદાચ ન પણ થઇ શકે.  
આ પણ વાંચો- રાખી સાવંતના બોયફ્રેન્ડ આદિલે તેને BMW આપ્યા બાદ હવે દુબઈમાં તેની માટે ઘર ખરીદ્યું
Tags :
AnekAyushmannKhurranaBollywoodEntertainmentNewsGujaratFirstHindiFilmMovieRiview
Next Article