ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

દક્ષિણમાં નિર્માણ પામેલી ફિલ્મોની અસાધારણ સફળતામાંથી આપણું બોલિવૂડ કશુ શીખશે ખરા !!

આપણને ગમે કે ન ગમે તો પણ એ સત્ય સ્વીકારવું પડશે કે છેલ્લા થોડાક વર્ષોમાં દક્ષિણમાં બનાવવામાં આવેલી હિન્દી રિમેક ફિલ્મોને બોક્સ ઓફિસ ઉપર અસાધારણ સફળતા મળી રહી છે જ્યારે બીજીબાજુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વર્ષોથી રાજ કરતા કહેવાતા બોલિવુડની ફિલ્મોને ધારી સફળતા મળતી નથી. એના કારણોની તપાસ કરવાનો બોલીવુડ સામે એક નવો પડકાર ઉભો થયો છે.ઊડીને આંખે વળગે તેવો એક અર્થ પકડાય છે તે એ છે કે મોટાભàª
02:07 AM May 02, 2022 IST | Vipul Pandya
આપણને ગમે કે ન ગમે તો પણ એ સત્ય સ્વીકારવું પડશે કે છેલ્લા થોડાક વર્ષોમાં દક્ષિણમાં બનાવવામાં આવેલી હિન્દી રિમેક ફિલ્મોને બોક્સ ઓફિસ ઉપર અસાધારણ સફળતા મળી રહી છે જ્યારે બીજીબાજુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં વર્ષોથી રાજ કરતા કહેવાતા બોલિવુડની ફિલ્મોને ધારી સફળતા મળતી નથી. એના કારણોની તપાસ કરવાનો બોલીવુડ સામે એક નવો પડકાર ઉભો થયો છે.

ઊડીને આંખે વળગે તેવો એક અર્થ પકડાય છે તે એ છે કે મોટાભાગની દક્ષિણની ફિલ્મોની વાર્તા સરળ અને જમીનની હકીકતો સાથે આપણા પૌરાણિક વારસાની વાત લઈને સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને કરવામાં આવે છે. કદાચ એ વાત દર્શકોને વધારે ગમી છે.  છેલ્લી બે ત્રણ દક્ષિણની ફિલ્મો એ બોક્સ ઓફિસ ઉપરના રેકોર્ડ એ વાતની ગવાહી પુરે છે.

બોલિવૂડની ફિલ્મો મોટાભાગે છેલ્લા વર્ષોમાં પશ્ચિમની કેટલીક સફળ ફિલ્મો ઉપરથી પ્રેરણા લઈને બનાવવામાં આવે છે. વળી એમ ન થાય તો પણ બોલીવુડની મોટા ભાગની ફિલ્મોની વાર્તા સામાન્ય માણસને સ્પર્શે તેવી હવે રહી નથી. કેટલાક સુંદર અપવાદોને બાદ કરતા મોટા ભાગની બોલિવૂડની ફિલ્મો ફેન્ટાસીની દુનિયામાં જાણે કે જીવતી હોય અથવા તો એક ભવ્ય નાયકની રજૂ કરવા માટે કેટલીક સામાન્ય માણસની જીવાતી જિંદગીથી દૂરની વાતો લઈને વાર્તા સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. જે કદાચ ભારતીય પ્રેક્ષકોના મોટા સમુહને સ્પર્શી શકી નથી અને એટલેજ મોટા બજેટની ફિલ્મો હોવા છતાં, મોટા નાયકો અને નાયિકાઓ હોવા છતાં, જેમના નામના સિક્કા પડે છે તેવા પ્રોડ્યુસર્સ અને દિગ્દર્શકો હોવા છતાં, દક્ષિણમાં બનેલી ફિલ્મો સામે બોલિવૂડની ફિલ્મો ધારી સફળતા મેળવી શકતી નથી.

બોલિવૂડની ફિલ્મો માટે વાર્તાઓ લખતા film producers તરીકે કામ કરતા, દિગ્દર્શક તરીકે કામ કરતા અને એમાં નાણાકીય રોકાણ કરતા સહુ કોઈએ ભેગા થઈને આ મુદ્દા ઉપર ચિંતન કરવાની જરૂર છે.
આપણા મહાન ગણાતા સ્વર્ગસ્થ રાજ કપૂર પોતાની બધી જ ફિલ્મોમાં સામાન્ય માણસની વેદનાઓને વાચા આપવાનો પ્રયત્ન કર્યો. ગામડાઓમાં રહેતા, ગલીઓમાં રહેતા, ચાલીઓમાં જીવતા સામાન્ય માણસની વ્યથાઓ અને તેમના આનંદ અને વિષય બનાવીને તેમણે બનાવેલી ફિલ્મો એ જમાનામાં પણ બોક્સ ઓફિસ ઉપર સફળ રહી હતી - એતો ઐતિહાસિક હકીકત છે પણ આજે પણ આપણને  આજની નવી પેઢીને આવારા, શ્રી ૪૨૦,  મેરા નામ જોકર જેવી ફિલ્મો આકર્ષી શકે છે એનું કારણ કદાચ એની મૂળ વાર્તામાં રહેલો સામાન્ય માણસ છે.
વી શાંતારામ, મહેબૂબ ખાન, બિમલ રોય વગેરે અનેક એવાં નામો છે કે જેમણે ભારતીયતાના, ભારત દેશના લોકોની વાતોની વાર્તાઓને લઈને ફિલ્મો બનાવી અને ભારે સફળતા મેળવી. પણ છેલ્લા થોડાક વર્ષોથી bollywood જરાક વધારે પડતું કલ્પના વિહારી માધ્યમ બની ગયું છે. કહો કે દુનિયામાં જરાક વધારે તણાઈ ગયું. શરૂ શરૂમાં આકર્ષવામાં એને સફળતા મળી હશે પણ આજે આપણે જોઈ શકીએ છીએ કે દક્ષિણમાંથી આવતી ફિલ્મો જે ભારતીય સમાજના ગ્રાસરૂટ લેવલના માણસની સમસ્યાઓ અને તેના ઉકેલની વાત લઈને આવે છે. સાથે સાથે આપણા પૌરાણિક મીથને પણ ભવ્ય રીતે પડદા ઉપર જીવિત કરે છે કદાચ ભારતીય પ્રેક્ષકને એ વધારે ગમ્યું છે અને એને કારણે જ દક્ષિણની ફિલ્મોને જબરજસ્ત સફળતા મળી રહી છે.

દક્ષિણની ફિલ્મોના સકારાત્મક વાવાઝોડા સામે બોલિવૂડને ટકાવવા માટે પણ બોલિવૂડ સાથે સંકળાયેલા તમામ સર્જકો, કલાકારો, નિર્માતાઓ નિર્દેશકોએ સાથે બેસીને આ દિશામાં વિચાર કરવો પડશે તો જ બોલિવૂડની ભવ્ય જાહોજલાલી સાચવી શકાશે.
Tags :
BollywoodGujaratFirstSocialsouthmovie
Next Article
Home Shorts Stories Videos