Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

જામનગરમાં ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

જામનગર જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરીવાર દ્રારા આગામી 3મે  2022 મંગળવાર રોજ અખાત્રીજ પરશુરામ જન્મ જયંતિના દિવસે ભવ્ય શોભા યાત્રા નિકળશે. શોભાયાત્રામાં અલગ-અલગ કુલ 40 જેટલા ફલોટસ જોડાશે. જેમાં બેટી બચાવ સંદેશ સાથેનો ફલોટસ 10 ખુલ્લી બગીઓમાં વિવિધ અવતારોમાં આશરે 140 બાળકો વેશભુષામાં અલગ-અલગ ફલોટસમાં પરીવાર સાથે જોડાશે. બ્રહ્મસમાજની મહિલાઓ દ્રારા નવદુર્ગાના અવતારનુ ફલોટસ આકર્ષàª
જામનગરમાં ભગવાન પરશુરામ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન
જામનગર જીલ્લા તથા શહેર સમસ્ત બ્રહ્મસમાજ પરીવાર દ્રારા આગામી 3મે  2022 મંગળવાર રોજ અખાત્રીજ પરશુરામ જન્મ જયંતિના દિવસે ભવ્ય શોભા યાત્રા નિકળશે. શોભાયાત્રામાં અલગ-અલગ કુલ 40 જેટલા ફલોટસ જોડાશે. જેમાં બેટી બચાવ સંદેશ સાથેનો ફલોટસ 10 ખુલ્લી બગીઓમાં વિવિધ અવતારોમાં આશરે 140 બાળકો વેશભુષામાં અલગ-અલગ ફલોટસમાં પરીવાર સાથે જોડાશે. બ્રહ્મસમાજની મહિલાઓ દ્રારા નવદુર્ગાના અવતારનુ ફલોટસ આકર્ષણનુ કેન્દ્ર રહેશે. આ સાથે જ શણગારેલા, ઘોડા, ઉટગાડી, શણગારેલી સાયકલ, ટ્રકમાં ખાસ બાહ્મણોના સંત,મહાપુરૂષના ફલોટસ, ત્રણ ડીજે સાઉન્ડ સાથે રહેશે. 
પરશુરામ શોભાયાત્રા મંગળવારના સાંજે 5 કલાકે  બાલા હનુમાનજી મંદિર તળાવની પાળેથી જાણીતા રમેશભાઈ ઓઝા દ્રારા પ્રસ્થાન કરાશે. જેમાં બ્રહ્મસમાજના વિવિધ ક્ષેત્રેના અગ્રણીઓ અને આગેવાન મોટી સંખ્યામાં હાજર રહેશે. સુપ્રસિધ્ધ ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાનુ સામૈયુ તથા સ્વાગત 11 કુમારીકા દ્રારા કરવામાં આવશે. શોભાયાત્રામાં જાણિતા હાસ્યકલાકાર સાંઈરામ દવે ખાસ ઉપસ્થિત રહેશે.
પરશુરામ જયંતિના દિવસે સવારે બ્રહ્મણોના ઈષ્ટદેવ શ્રીપરશુરામજીની સોડસોપ્ચાર પુજા કાશીવિશ્વનાથ મંદિર ખાતે  સવારે 9 વાગે થશે. પરશુરામ શોભાયાત્રા બાલા હનુમાનજી મંદિર તળાવની પાળથી પ્રસ્થાન કરીને હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર ચોક, ચાંદી બજાર, દિપક ટોકીઝ, પંજાબ બેંક, વંડા ફળી, પંચેશ્વર ટાવર ખાતે પુર્ણાહુતી થશે.ટાઉનહોલ ખાતે શોભાયાત્રાની પુર્ણાહુતિ વખતે ધર્મસભા યોજાશે બાદ બ્રહ્મસમાજ માટે મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યુ છે. 
પરશુરામ ભગવાનનો ફલોટસ ખાસ ડેકોરેટીંગ અને લાઈટીંગ સાથે આકર્ષીત તૈયાર કરાશે.વંડાફળી પંચેશ્વર ટાવર નજીક મહાદેવહર મિત્રમંડળના યુવાનો દ્રારા ભવ્ય આતશબાજી કરાશે.બ્રહ્મસમાજની મહિલા પાંખ દ્રારા ખાસ પહેરવેશ સાથે રાસ રજુ કરશે. કુલ 10 ખુલ્લી બગી, ઉંટગાડી, શરણગારેલ રથ, શોભાયાત્રામાં ખાસ આકર્ષણ કેન્દ્ર રહેશે. હિન્દુ –મુસ્લિમ કોમી એકતાના દર્શન થશે. દિપક ટોકીઝ મુસ્લિમ સમાજના અગ્રણી અલ્લુભાઈ પટેલ તેમજ ટીમ દ્રારા પરશુરામજીની શોભાયાત્રાનુ સ્વાગત કરાશે. કર્મકાંડી ભુદેવ સમિતી દ્રારા પરશુરામ ભગવાનનુ સોળસોપચાર પુજન કરાશે
Advertisement
Tags :
Advertisement

.