Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ડાંગના અંતરિયાળ ગ્રામવાસીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન

ડાયમંડ લીડર શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સની સંસ્થા SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ અને નંદુબા મેડિકલ સેન્ટર, કતારગામ સુરત અને વેડ-કતારગામ મેડિકલ એસોસીએશન, સુરતના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ડાંગ જિલ્લાના વનવાસીઓ માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ સાથે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 28મો મેડિકલ કેમ્પ “સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ”થી પણ જà
ડાંગના અંતરિયાળ ગ્રામવાસીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન
ડાયમંડ લીડર શ્રી રામકૃષ્ણ એકસ્પોર્ટ્સની સંસ્થા SRK નોલેજ ફાઉન્ડેશન (SRKKF) શ્રી રામકૃષ્ણ ચેરીટેબલ ટ્રસ્ટ અને નંદુબા મેડિકલ સેન્ટર, કતારગામ સુરત અને વેડ-કતારગામ મેડિકલ એસોસીએશન, સુરતના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના ડાંગ જિલ્લાના વનવાસીઓ માટે મલ્ટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ સાથે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ 28મો મેડિકલ કેમ્પ “સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પ”થી પણ જાણીતો છે. આકસ્મિત રીતે આ 28મો કેમ્પ 28મી તારીખે યોજવામાં આવ્યો હતો.
ડાંગ જિલ્લાના આહવામાં આવેલ કાલીબેલ (ડાંગ સ્વરાજ આશ્રમ) અને મહાલ (સરકારી પ્રાથમિક શાળા) ખાતે એવા બે કેમ્પ યોજાયા હતા. પેરામેડિકલ ટીમ, પીડિયાટ્રીશિયન, ગાયનોકોલોજિસ્ટ, ડર્મોટોલોજિસ્ટ, ડેન્ટિસ્ટ જેવા સ્પેશિયાલિસ્ટની સાથે સાથે MD, MS સર્જન થઈને કુલ 108 ડોકટોરોની ટીમે ડાંગના લોકોના હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
આ કેમ્પની મહત્વની બાબત એ હતી કે, ડૉ. રવિ મોહન્કા, લિવર ટ્રાન્સપ્લાન્ટના સ્પેશિયાલિસ્ટ કે જેમણે ગત વર્ષે શ્રી ગોવિંદકાકાનુ પણ લિવર ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કર્યું હતું, તેઓશ્રી પણ તેમની ટીમ સાથે ખાસ મુંબઈથી મેડિકલ કેમ્પમાં હાજરી આપવા માટે પધાર્યા હતા. ચાર કલાકના આ મેડિકલ કેમ્પમાં 2100થી પણ વધારે ડાંગવાસીઓએ લાભ લીધો હતો. જેમાં કાલિબેલ કેમ્પમાં 1400 દર્દીઓ અને મહાલ કેમ્પમાં 900 દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. ઘણા બધા દર્દીઓને સુરત રિફર પણ કરવામાં આવ્યા હતા. છેલ્લા 28 વર્ષમાં આશરે 55,000થી પણ વધુ દર્દીઓએ આ મેડિકલ કેમ્પનો લાભ લીધેલ છે.
આ કેમ્પમાં ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મંગળભાઈ ગાવિત, ધારાસભ્યશ્રી વિજયભાઈ પટેલ, મંત્રીશ્રી ડાંગ સ્વરાજ આશ્રમ વનરાજભાઈ નાયક વગેરે મહાનુભાવોએ હાજરી આપી હતી. SRKKFના ફાઉન્ડર & ચેરમેન શ્રી ગોવિંદકાકાના નેતૃત્વ હેઠળ, છેલ્લા 28 વર્ષથી અંતરયાળ વિસ્તારમાં લગભગ 100 થી પણ વધારે સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોકટરની ટીમ સાથે મેડિકલ કેમ્પનું આયોજન કરતા આવ્યા છીએ. ડાંગ જિલ્લાના વિવિધ ગામોમાં જરૂરી મેડિકલ સેવાઓ, કપડાંનું વિતરણ, શૈક્ષણિક કીટ, બાળકો માટે જરૂરી વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે. આ વર્ષે એ લોકોની જરૂરીયાતો જાણીને ચંપલ, ધાબળા, રૂમાલનું પણ ખાસ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે શ્રી ગોવિંદકાકાએ કહ્યું હેતુ કે, “જે રીતે વનવાસી લોકો જંગલ, જમીન અને પાણીની સાચવણી કરે છે તે રીતે તેઓ આપણાં સૌ માટે એક રોલ મોડલ છે અને આપણી ઇકો-સિસ્ટમનો અનિવાર્ય ભાગ છે. એમનું જીવન જેટલું તંદુરસ્ત બનશે એટલો જ સમાજ તંદુરસ્ત બનશે. આપણે સૌએ સાથે મળીને તેઓને શક્ય એટલો ટેકો આપીને સપોર્ટ કરીએ. આપણે સૌ સાથે મળી તેમના જીવનમાં એક નાનો ફેરફાર પણ લાવીશું તો એ પણ એક રાષ્ટ્ર સેવા જ કહેવાશે”
Advertisement
Tags :
Advertisement

.