Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GCSહોસ્પિટલમાં સ્તન કેન્સર માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન

સ્તન કેન્સર (Breast cancer)એ સ્ત્રીઓ (women)માં સૌથી વધુ જોવા મળતું કેન્સર છે. ભારત(Indai)સહિત આખી દુનિયામાં ઓક્ટોબર મહિનાની ઉજવણી બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે કરવામાં આવે છે. કેન્સરનું નામ સાંભળતા જ લોકો ફફડી ઉઠે છે. ઘણી વખત જીવલેણ બનતી આ બીમારી જો સમયસર ઓળખી લેવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવે તો એના ગંભીર પરિણામોથી ચોક્કસપણે બચી શકાય છે. કેન્સરની સમયસર તપાસ કરવી  જોઈએ અમદાવાદ(Ahmedabad)ના à
gcsહોસ્પિટલમાં સ્તન કેન્સર માટે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પનું આયોજન
સ્તન કેન્સર (Breast cancer)એ સ્ત્રીઓ (women)માં સૌથી વધુ જોવા મળતું કેન્સર છે. ભારત(Indai)સહિત આખી દુનિયામાં ઓક્ટોબર મહિનાની ઉજવણી બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મંથ તરીકે કરવામાં આવે છે. કેન્સરનું નામ સાંભળતા જ લોકો ફફડી ઉઠે છે. ઘણી વખત જીવલેણ બનતી આ બીમારી જો સમયસર ઓળખી લેવામાં આવે અને યોગ્ય સારવાર કરવામાં આવે તો એના ગંભીર પરિણામોથી ચોક્કસપણે બચી શકાય છે. 
કેન્સરની સમયસર તપાસ કરવી  જોઈએ 
અમદાવાદ(Ahmedabad)ના જીસીએસ હોસ્પિટલ(GCS Hospital)માં સ્તન કેન્સરની સમયસર તપાસ થાય તે હેતુથી 21 ઓક્ટોબર સુધી નિઃશુલ્ક તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્સર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશન અને ચેકઅપ કરવામાં આવશે. મેમોગ્રાફી સ્તન કેન્સરની તપાસ માટે ખુબ જરૂરી છે. કેમ્પ દરમિયાન મેમોગ્રાફીની તપાસ પણ રાહત દરે કરી આપવામાં આવશે. 
સ્તનની સાઈઝ-આકારમાં ફેરફાર, સ્તનની ચામડીમાં ફોલ્લીઓ થવી, સ્તનની આસપાસ દુખાવો કે સોજાે આવવો, બગલમાં સતત પીડા થવી, ડીંટડી,નીપલમાંથી બ્લીડીંગ  લોહી નીકળવું જેવા કોઈ સ્તન કેન્સરના લક્ષણો જણાય અથવા મહિનાની ઉંમર ૪૦ વર્ષથી વધુ હોય  કુટુંબમાં કોઈને સ્તન કેન્સર થયેલું હોય  મોટી ઉંમરે પહેલી સગર્ભાવસ્થા થયેલ હોય  વધુ પડતું વજન અને બેઠાડુ જીવન હોય તો જરૂરથી આ નિઃશુલ્ક તપાસનો લાભ લેવો જોઈએ. આ કેમ્પમાં બેજીક તપાસ ટેસ્ટ નિઃશુલ્ક અને મેમોગ્રાફી રાહતદરે કરી આપવામાં આવશે. કેમ્પનો લાભ લેવા રજીસ્ટ્રેશન માટે 9228102019 પર સંપર્ક કરી શકાશે. 
લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત 
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750 બેડની હોસ્પિટલ છે. જે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે. જ્યાં આયુષ્માન યોજના હેઠળ તમામ સ્પેશિયાલિટીની સારવાર નિઃશુલ્ક ઉપલબ્ધ છે તેમજ આયુષ્માન કાર્ડ બનાવવાની સુવિધા પણ છે
Advertisement
Tags :
Advertisement

.