બન્ની વિસ્તારના હોડકો ગામમાં બન્ની પશુ પ્રદર્શન હરીફાઈનું આયોજન
પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુકત ઉપક્રમે ભુજ તાલુકાના હોડકો(બન્ની) ગામે યોજાતા પશુમેળાએ સારો એવો આકર્ષણ જમાવ્યું છે. સ્થાનિક સ્તરે પશુ સંવર્ધનને ટકાવવા તથા પશુ બજાર વ્યવસ્થા માટે રાજ્ય અને દેશ સ્તરે વિશષ્ટિ વ્યવસ્થા ઊભી કરવા માટે અસ્તિત્વમાં આવેલ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાતા આ પશુ મેળામાં માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાતàª
પ્રદેશ તરીકે ઓળખાતા બન્ની વિસ્તારમાં દર વર્ષે સંસ્થા તથા સરકારના સંયુકત ઉપક્રમે ભુજ તાલુકાના હોડકો(બન્ની) ગામે યોજાતા પશુમેળાએ સારો એવો આકર્ષણ જમાવ્યું છે. સ્થાનિક સ્તરે પશુ સંવર્ધનને ટકાવવા તથા પશુ બજાર વ્યવસ્થા માટે રાજ્ય અને દેશ સ્તરે વિશષ્ટિ વ્યવસ્થા ઊભી કરવા માટે અસ્તિત્વમાં આવેલ બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા યોજાતા આ પશુ મેળામાં માત્ર કચ્છ જ નહીં પરંતુ ગુજરાતના અન્ય પ્રાંતમાંથી ભેંસ, કાંકરેજ ગાય, આખા, બળદ, સિંધી ઘોડા, વગેરે પશુઓની લે-વેચની બજાર ઉભી કરાઈ છે.
મંડળીનું સારું કાર્ય
પશુ મેળા દરમિયાન યોજાયેલા કાર્યક્રમમાં ભુજ વિધાનસભાના ધારાસભ્ય કેશુભાઈ પટેલએ જણાવ્યું હતું કે, પશુઓના આરોગ્ય માટે પશુઓના સારા ઉછેર માટે તથા સરકારી યોજનાઓનું અમલીકરણ માલધારીઓ સુધી થાય તથા માલધારીઓને સરકારના લાભ મળે તેવા બધા વિષયો સાથે આ મંડળી ખૂબ સારું કાર્ય કરે છે. પશુપાલકોને રોજગારી મળે અને તેમના દૂધના સારા ભાવ મળે તેવા પ્રયત્નો સતત કરવામાં આવી રહ્યા છે.પશુ ડોક્ટરોની અછત છે ત્યારે હવે કચ્છમાં વેટરનરી કોલેજ બને અને અહીંયા જ ડોકટરો તૈયાર થાય અને આ દિશામાં પણ કામગીરી ચાલુ કરવામાં આવી છે.
હરિફાઈનું આયોજન
બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ સાલેમામદ હાલેપોત્રાએ જણાવ્યું હતું કે, માલધારીઓમાં જાગૃતિ આવે તે માટે આવા પશુ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને સારી નસલના પશુઓનું ઉછેર થાય તે મુખ્ય ઉદ્દેશ્ય છે અને 500થી 600 જેટલા પશુઓ માલધારીઓ લઈને આવ્યા છે અને જુદી જુદી હરીફાઈઓનું આયોજન કરવામાં આવ્યું છે.
વિદેશી પ્રવાસીઓ પણ પશુ મેળો જોવા પહોંચ્યા
તો બીજીતરફ કોરોના બાદ આ વર્ષે પ્રવાસન સારું ખીલતા સફેદ રણમાં વિદેશી પ્રવાસીઓનો ધસારો પણ સારો છે. તો રણોત્સવ વચ્ચે જ યોજાતા આ પશુ મેળો જોવા આ વખતે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ પહોંચ્યા હતા. સ્પેન, ઈટલી, બ્રાઝિલ, પેરુ સહિત અનેક યુરોપિયન દેશોમાંથી પ્રવાસીઓએ આ પશુ મેળાની મુલાકાત લીધી હતી અને ને પોતાનો અનુભવ વર્ણવ્યો હતો.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝ થી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement