Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

27 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન 30મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમનું આયોજન

નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)10 થી 17 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટે, ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારના શિક્ષણ માટેનો મુખ્ય કાર્યક્રમ, ગુજરાત સાયન્સ સિટી ખાતે 27 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC)ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર દ્વારા સમર્થિત અને ઉત્પ્રેરિત છે અને ગુજરાત
11:27 AM Jan 25, 2023 IST | Vipul Pandya
નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ (NCSC)10 થી 17 વર્ષની વય જૂથના વિદ્યાર્થીઓ માટે, ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારના શિક્ષણ માટેનો મુખ્ય કાર્યક્રમ, ગુજરાત સાયન્સ સિટી ખાતે 27 થી 31 જાન્યુઆરી 2023 દરમિયાન યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમ નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશન (NCSTC)ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ભારત સરકાર દ્વારા સમર્થિત અને ઉત્પ્રેરિત છે અને ગુજરાત સાયન્સ સિટી અને SAL એજ્યુકેશન કેમ્પસ, અમદાવાદ ખાતે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) દ્વારા આયોજિત છે.
કાર્યક્રમમાં પોતાની વૈજ્ઞાનિક શોધને રજૂ કરશે
ગુજરાતને ચોથી વખત નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસની યજમાની કરવાનો લહાવો મળશે. ગલ્ફ દેશોની સાથે ભારતના તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના વિદ્યાર્થીઓ આ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક ઉત્સવ માટે સાયન્સ સિટીમાં એકસાથે આવી રહ્યા છે અને આ કાર્યક્રમમાં પોતાની વૈજ્ઞાનિક શોધને રજૂ કરશે.નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસના ૩૦મા અધિવેશનની ફોકલ થીમ Understanding Eco System For Health & Well Beingએટલે કે આરોગ્ય અને સુખાકારી માટે ઇકો સિસ્ટમની સમજણ રખાઇ છે.
જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓએ કમિટી સામે પોતાના પ્રોજેક્ટ્સ રજુ કર્યા હતા
આ થીમ પર વિવિધ રાજ્યોમાં જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓએ કમિટી સામે પોતાના પ્રોજેક્ટ્સ રજુ કર્યા હતા. આ દ્વારા પસંદગી પામેલ રાજ્ય કક્ષાની અને ગલ્ફ કન્ટ્રીઝની ટીમો આ પાંચ દિવસ દરમિયાન પોતપોતાના રાજ્યોનું  દેશોનું પ્રતિનિધિત્વ કરશે અને પોતાના પ્રોજેક્ટ્સને રાષ્ટ્રીય કક્ષાએ રજૂ કરશે. નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ કાર્યક્રમની બીજી ખૂબી એ છે કે વિદ્યાર્થીઓ કોઈપણ ભાષામાં પોતાના પ્રોજેક્ટ્સ રજૂ કરી શકે છે. નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ કાર્યક્રમ (NCSC) કાર્યક્રમ વર્ષ 1993 માં નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ટેક્નોલોજી કોમ્યુનિકેશન (NCSTC) અને ભારત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ દ્વારા ૧૦ થી ૧૭ વર્ષની વયના બાળકો માટે દેશભરમાં શરૂ કરવામાં આવ્યો હતો. તે બાળકોને તર્કસંગત બનવા અને સ્થાનિક સમસ્યાઓના ઉકેલના સમાધાન જાણવા, સંશોધન કરવા અને ઉકેલો શોધવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિઓ લાગુ કરવા માટે એક સ્પર્ધા તરીકે કામ કરે છે. 
26 ટીમો અને ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ માટે 2 ટીમો પસંદ કરી 
ગુજકોસ્ટ દ્વારા શાળા કક્ષાએથી તાલુકા કક્ષાએ અને તાલુકા કક્ષાએથી જિલ્લા કક્ષા સુધીના રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમની કમાન સંભાળીને દૂરદરાજ રહેતા હોનહાર વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું હતું જે અંતર્ગત ગુજકોસ્ટ દ્વારા ૨૨ થી ૨૪ ડિસેમ્બર દરમિયાન ૩૦મા રાજ્યકક્ષાના રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું ગુજરાત સાયન્સ સાયન્સ સિટી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સંબંધિત મૂલ્યાંકનકારોએ તેમની સમક્ષ કરાયેલી તમામ રજૂઆતોનું વિવેચનાત્મક વિશ્લેષણ કર્યું હતું અને જાન્યુઆરી, 2023માં યોજાનાર રાષ્ટ્રીય સ્તરના NCSC કાર્યક્રમમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરવા માટે કુલ 26 ટીમો અને ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસ માટે 2 ટીમો પસંદ કરી હતી. 
કાર્યક્રમમાં 1400 થી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા 
તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુર ખાતે યોજાયેલ108 મી ઇન્ડિયન સાયન્સ કોંગ્રેસમાં ગુજરાતના બે વિદ્યાર્થીઓ જાગ્રત અને વૃતિએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરીને પોતાના નવસર્જિત વિચારોને આધારિત તૈયાર કરાયેલ પ્રોજેક્ટને રાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડ્યું હતું. ગુજકોસ્ટ દ્વારા 27 થી 31 જાન્યુઆરી, 2023 દરમિયાન આયોજિત આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં વિવિધ રાજ્યોના 658 બાળ વૈજ્ઞાનિકો, 203 ગાઈડ શિક્ષકો અને 92 સંયોજકો ભાગ લેશે. આ કાર્યક્રમમાં 17 NAC સભ્યો, 70 જ્યુરી સભ્યો,15 સંસાધન વ્યક્તિઓ, ભારત સરકારના અને ગુજરાત સરકારના અધિકારીઓ પણ ભાગ લેશે. આ કાર્યક્રમમાં 1400 થી વધુ લોકો ભાગ લે તેવી અપેક્ષા છે. તેમજ ગલ્ફ દેશોના 18 સ્પર્ધકો તેમના પ્રોજેક્ટ્સ રજૂ કરશે.
સિવાય ક્લાઇમેટ ચેન્જ અંગેની જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાશે
આ 5 દિવસીય કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના પ્રોજેક્ટની પ્રસ્તુતિઓ સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશેષ વાર્તાલાપ, ઇન્ટરેક્ટિવ સત્રો, ડ્રોન વર્કશોપ, સાયન્સ સિટીની વિવિધ વિષયોની ગેલેરીઓની મુલાકાત સહિતની અસંખ્ય પ્રવૃત્તિઓ યોજાશે.આ ઉપરાંત SAL Education Campusમાં પોસ્ટર પ્રેઝેન્ટેશન કાર્યક્રમ યોજાશે. આ સિવાય ક્લાઇમેટ ચેન્જ અંગેની જાગૃતિ ફેલાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રેલી યોજાશે. કાર્યક્રમમાં હાયબ્રીડ મોડમાં NCSC Alumni Meet યોજાશે. જેમાં અગાઉના Alumni મળીને NCSC અંગેની વિસ્તૃત ચર્ચાઓ કરશે. 
વિશ્વ વિખ્યાત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે લઈ જવામાં આવશે.   
આ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં વિશેષરૂપથી Meet the Scientists Session યોજાશ.  જેમાં ખ્યાતનામ વૈજ્ઞાનિકો જેમ કે શ્રી નિલેશ દેસાઈ, ડિરેક્ટર, SAC-ISRO,ડૉ. રજત મૂના, ડિરેક્ટર, IIT ગાંધીનગર, ડૉ. દીપક શર્મા, વૈજ્ઞાનિક અધિકારી. (G)BARC મુંબઈ વગેરે, અલગ અલગ મુદ્દાઓ પર પોતાની વિષય સૂઝને વિદ્યાર્થીઓ અને કાર્યક્રમમાં પધારેલ લોકો સમક્ષ રજૂ કરશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને એકતા નગર ખાતે આવેલ વિશ્વ વિખ્યાત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે લઈ જવામાં આવશે.   
એક સમર્પિત પ્રદર્શન હોલ વિકસાવવામાં આવી રહ્યો છે જ્યાં ISRO, CSMCRI, CGCRI, GIDM, IMD, PRL, IIPH, NIF, ISR, પોસ્ટ વિભાગ, IIT ગાંધીનગર જેવી અગ્રણી સંસ્થાઓ અને વિવિધ સ્ટાર્ટઅપ્સ તેમની તકનીકો અને પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરશે. ગુજકોસ્ટ શાળાના તમામ બાળકોને વધુ જાણવા માટે પ્રદર્શનની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
આપણ  વાંચો- રાજભારતી બાપુને હની ટ્રેપમાં ફસાવાયા હતા, તેમના ગુરુ અખંડાનંદના આક્ષેપથી મચ્યો ખળભળાટ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadCGCRICongressProgramCSMCRIGIDMGujaratFirstGUJCOSTIMDISRONationalChildScienceNCSTCorganizationPRL
Next Article