અંગદાન કોઇકના માટે જીવનદાન અને કોઇકના જીવનનું ચાલકબળ બની શકે છે…
એક જમાનામાં “દાન” શબ્દ માત્ર સ્થાવર કે જંગમ સંપત્તિ માટે જ વપરાતો શબ્દ હતો. રાજા મહારાજાઓ જરૂરિયાતમંદોને વારે તહેવારે કેપછી પોતાના જન્મદિન કે પારિવારીક શુભ પ્રસંગોએ દાન કરતા. મહાભારતની કથામાં “દાનવીર કર્ણ” આજદિન સુધી દાતાઓનો આદર્શ રહ્યો છે. રાજા મહારાજાઓના યુગના આથમી ગયા પછી અત્યંત ધનવાન વર્ગના દાનવીરો જળાશયો, ધર્મશાળાઓ વગેરો માટે દાનકરતા રહ્યા છે. અમદાવાદમાં તો બાદશાહત હતà
Advertisement
એક જમાનામાં “દાન” શબ્દ માત્ર સ્થાવર કે જંગમ સંપત્તિ માટે જ વપરાતો શબ્દ હતો. રાજા મહારાજાઓ જરૂરિયાતમંદોને વારે તહેવારે કેપછી પોતાના જન્મદિન કે પારિવારીક શુભ પ્રસંગોએ દાન કરતા. મહાભારતની કથામાં “દાનવીર કર્ણ” આજદિન સુધી દાતાઓનો આદર્શ રહ્યો છે. રાજા મહારાજાઓના યુગના આથમી ગયા પછી અત્યંત ધનવાન વર્ગના દાનવીરો જળાશયો, ધર્મશાળાઓ વગેરો માટે દાનકરતા રહ્યા છે. અમદાવાદમાં તો બાદશાહત હતી ત્યારે અને એ પછી પણ દાનવીર શ્રેષ્ઠીઓની આખી એક પરંપરા જોવા મળે છે. આજના અમદાવાદની મોટાભાગની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સાતમાજિક સંસ્થાઓનો પાયો શ્રેષ્ઠી પરંપારા દ્રારા નખાયો છે.
આટલી ભૂમિકા પછી આપણે વાત કરવી છે સાંપ્રત સમયમાં મેડિકલ સાયન્સના વિકાસ સાથે સુલભ બનેલા દાનના એક જુદા જ પુણ્યપ્રયાસની. એ દાન છે “અંગદાન” બીજો શબ્દ વાપરીએ તો એને “જીવનદાન” પણ કહી શકાય.
20મી સદીના અંત સુધીમાં સમગ્ર વિશ્વમાં રક્તદાન અને નેત્રદાનનો મહિમા વધતો ચાલ્યો. ડાકટરી વિજ્ઞાનના વિકાસની સાથે હવે મૃત્યુ પામેલા વ્યક્તિના - ખાસ તો બ્રેઇન ડેડ વ્યક્તિના અંગોનું દાન બીજાની જિંદગી બની શકે છે.હ્રદય, કિડની, સ્વાદુપિંડ, લીવર, હાથ, ફેફસા વગેરે જેવાં મૃત્યુ પામેલા વ્યક્તિના અંગો કોઇકનું જીવનદાન અથવા તો કોઇકના જીવનનું ચાલકબળ બની શકે છે.
મૃત્યુ પછીના અંતિમ સંસ્કાર બાદ જે શરીર પંચમહાભૂતમાં વિલિન થઇ જવાનું છે એ શરીરના અંગો સ્વજનો દ્વારા દાનમાં અપાય તો મરીને પણ કોઇક બીજા શરીરમાં જીવતા રહી શકાય છે. આપણી સરકાર અને તેના વ્યવસ્થાતંત્રએ મૃત્યુ પામેલા વ્યક્તિના અંગોને ખાસ “ગ્રીન કોરિડોર” બનાવીને હવાઇ માર્ગે દૂર દૂરના જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરી છે. ડાકટરી વિજ્ઞાન ભણતા વિદ્યાર્થીઓ માટે “દેહદાન” પણ એટલું જ ઉપયોગી બની રહે છે.
આ દિશામાં વધુ જાગૃતિ લાવવાની છે. આપણા માધ્યમો, શાળાઓ અને સેવાભાવી સંસ્થાઓ આ માટે વિચાર જાગૃતિ લાવવામાં મોટોફાળો આપી શકે એમ છે.