Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"દોરડાં” પર ચાલીને કરતબ બતાવતા ‘નટ’ સમુદાયના યુવકનું અંગદાન

 અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં 'દોરડા” પર ચાલીને કરતબ બતાવતા ‘નટ’ સમુદાયના યુવકનું અંગદાન કરાયુ છે. બ્રેઇનડેડ થયેલા યુવકના પિતાની સમજાવટ બાદ તેમણે આ નિર્ણય કર્યો હતો. યુવકને માર્ગ અકસ્માતમાં બ્રેઇન હેમરેજ થયું નટ શબ્દ સાંભળીને માનસ પટલ પર ચોક્કસ થી નાનપણ માં જોયેલું કોઈ એવું દ્રશ્ય પ્રતિબિંબિત થયું હશે. જેમાં એક નાની દીકરી કે દીકરો થોડી ઉંચાઈ પર બાંધેલા દોરડા પર ચાલીને કરતબ બત
 દોરડાં rdquo  પર ચાલીને કરતબ બતાવતા  lsquo નટ rsquo  સમુદાયના યુવકનું અંગદાન
Advertisement
 અમદાવાદની સિવીલ હોસ્પિટલમાં "દોરડા” પર ચાલીને કરતબ બતાવતા ‘નટ’ સમુદાયના યુવકનું અંગદાન કરાયુ છે. બ્રેઇનડેડ થયેલા યુવકના પિતાની સમજાવટ બાદ તેમણે આ નિર્ણય કર્યો હતો. 
યુવકને માર્ગ અકસ્માતમાં બ્રેઇન હેમરેજ થયું 
નટ શબ્દ સાંભળીને માનસ પટલ પર ચોક્કસ થી નાનપણ માં જોયેલું કોઈ એવું દ્રશ્ય પ્રતિબિંબિત થયું હશે. જેમાં એક નાની દીકરી કે દીકરો થોડી ઉંચાઈ પર બાંધેલા દોરડા પર ચાલીને કરતબ બતાવી લોકોનું મનોરંજન કરી રહ્યા હોય. આવા જ એક ધૂળાભાઇ નટ (બ્રેઇનડેડ જયેશભાઇના પિતા)ની એક મોટી દીકરી અને એકનો એક જુવાનજોધ ૨૫ વર્ષના જયેશની વાત છે. કોઈ પણ મા-બાપની જેમ જ જયેશના પિતાને પણ દિકરો મોટો થતા તે પગભર બનીને હવે પરિવારની પડખે ઉભો રેહશે તેવી આશાની કિરણ જાગી.પરંતુ કુદરતને જાણે એ મંજુર જ ન હતું. એટલે એક જ ઝાટકે કાળની બેરહેમ ઘડી આવી અને જયેશને  ૧૦ મી એપ્રિલે ટેમ્પાનો માર્ગ અકસ્માત નડ્યો.આ માર્ગ અકસ્માતમાં તેને માથાના ભાગમાં ગંભીર ઇજા થઇ અને બ્રેઇન હેમરેજ થઈ ગયુ.
પિતાએ અંગદાન કરવાનો નિર્ણય કર્યો 
જયેશને ગંભીર પ્રકારની ઇજામાંથી ઉગારવાના ધરખમ પ્રયાસો સિવિલ હોસ્પિટલના તબીબો અને પરિવારજનોએ કર્યાં. પરંતુ  જીવન અને મરણ વચ્ચેના કાળ સમયમાં ૧૧ મી એપ્રિલ ના રોજ ૮.૪૬ કલાકે તબીબોએ જયેશને બ્રેઇનડેડ જાહેર કર્યા. પિતા ધૂળાભાઇને જ્યારે સિવિલ હોસ્પિટલના તબીબોએ બ્રેઇનડેડના સમાચાર આપ્યા ત્યારે તબીબોએ તો આ દ્રશ્ય જોઇને પોતાનાં આંસુ રોકી લીધા હતા. પરંતુ પિતા ધૂળાભાઇના આંસુ રોકાયે રોકાતા ન હતા. તેમણે દિકરા પ્રત્યેની લાગણીથી ઉપર દાનનું મહત્વ સમજીને તેઓએ દિકારાના અંગોના દાંન કરવાનો પવિત્ર નિર્ણય કર્યો હતો. 
યુવકના અંગોનું દાન કરાયુ 
પિતા ધૂળાભાઇએ અંગદાન માટે હા પાડતા સિવિલના તબીબો દ્વારા બ્રેઇનડેડ જયેશભાઇના અંગોને રીટ્રાઇવલ સેન્ટરમાં લઇ જવામાં આવ્યા. કલાકોની ભારે જહેમત બાદ બ્રેઇનડેડ જયેશભાઇના અંગદાનમાં હ્રદય, ફેફસા, એક કિડની અને લીવરનું દાન મળ્યું. હ્રદયને અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં અને ફેફસાને મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં ગ્રીનકોરિડોર મારફતે જ્યારે કિડની અને લીવરને અમદાવાદ સિવિલ મેડિસીટીની કિડની ઇન્સ્ટીટ્યુટમાં પ્રત્યારોપણ માટે ગણતરીની મીનીટોમાં મોકલવામાં આવ્યા હતા. 
 અંગદાનની પ્રક્રીયા જટીલ 
અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી જણાવે છે કે, અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં હ્રદય અને ફેફસાનું રીટ્રાઇવલ અને પ્રત્યારોપણ અત્યંત ગંભીર અને જટીલ હોય છે. ગણતરીના કલાકોમાં જ આ બંને અંગોને પ્રત્યારોપણ માટે સામેના વ્યક્તિ સુધી પહોંચાડવા ગ્રીનકોરિડોરની મદદ લેવી પડતી હોય છે. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી 52 અંગદાતાઓ થકી મળેલા 158 અંગોમાંથી 8 હ્રદય અને 8 ફેફસાનું દાન મેળવવામાં સફળતા મળી છે.
Tags :
Advertisement

.

×