Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

તાલિબાનનો વધુ એક આદેશ, મહિલાઓને પુરૂષ વગર વિમાનમાં ન બેસવા દેવા કર્યું ફરમાન

અફઘાનિસ્તાનમાં હજુ પણ લોકો સ્વતંત્ર નથી. તાલિબાની રાજમાં લોકોને જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓને લઈને દિવસે દિવસે નવા ફરમાનો કરવામાં આવી રહ્યા છે ત્યારે તાલિબાન સરકારે મહિલાઓને લઈને વધુ એક ફરમાન જાહેર કર્યું છે. જેમાં મહિલાઓને વિમાનમાં એકલા મુસાફરી ન કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.  તાલિબાને અફઘાનિસ્તાનમાં એરલાઈન્સને આદેશ આપ્યો છે કે તેઓ પુરૂષ વગàª
12:39 PM Mar 28, 2022 IST | Vipul Pandya

અફઘાનિસ્તાનમાં હજુ પણ લોકો સ્વતંત્ર નથી.
તાલિબાની રાજમાં લોકોને જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. અફઘાનિસ્તાનમાં
મહિલાઓને લઈને દિવસે દિવસે નવા ફરમાનો કરવામાં આવી રહ્યા છે ત્યારે તાલિબાન સરકારે
મહિલાઓને લઈને વધુ એક ફરમાન જાહેર કર્યું છે. જેમાં મહિલાઓને વિમાનમાં એકલા
મુસાફરી ન કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. 
તાલિબાને અફઘાનિસ્તાનમાં એરલાઈન્સને આદેશ આપ્યો
છે કે તેઓ પુરૂષ વગર મહિલાઓને વિમાનમાં ચઢવા ન દે. 
આ પહેલા તાલિબાને ગયા સપ્તાહની શરૂઆતમાં તમામ કન્યા માધ્યમિક શાળાઓ
બંધ કરવામાં આવી હતી. ઓગસ્ટમાં કટ્ટરપંથી તાલિબાન સત્તામાં આવ્યા બાદ પ્રથમ વખત આ
શાળાઓ ખુલ્યાના કલાકો પછી બંધ કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનની એરિયાના અફઘાન અને
કામા એર એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે તાલિબાનોએ તેમને આદેશ આપ્યો હતો કે
જો મહિલાઓ એકલી મુસાફરી કરી રહી હોય તો તેમને પ્લેનમાં બેસવાની મંજૂરી ન આપો.
તાલિબાન સત્તામાં આવ્યા ત્યારથી મહિલાઓ પર ઘણા નિયંત્રણો ફરી લાદવામાં આવ્યા છે.


અફઘાનિસ્તાનમાં તાલિબાને પુરૂષ સંબંધીઓ વિના મહિલાઓની ફ્લાઈટ બોર્ડિંગ પર પ્રતિબંધ
મૂક્યો છે. એરલાઈન્સના અધિકારીઓએ જણાવ્યું કે તાલિબાને તમામ એરલાઈન્સને આદેશ આપ્યો
છે કે તેઓ પુરૂષ સંબંધીઓ વિના મહિલાઓને ફ્લાઈટમાં ચઢવા ન દે. હવે મહિલાઓને પુરૂષ
સંબંધી સાથે જ પ્લેનમાં ચડવાની મંજૂરી આપવામાં આવશે. ગયા વર્ષે ઓગસ્ટમાં
અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી તાલિબાનોએ સત્તા કબજે કર્યા બાદ મહિલાઓ પરના નિયંત્રણો
વધુ કડક કરવામાં આવી રહ્યા છે.


તાલિબાન સત્તા પર પાછા ફર્યા ત્યારથી મહિલાઓની સ્વતંત્રતા પર
ઘણા નિયંત્રણો ફરીથી લાદવામાં આવ્યા છે. ત્યારે અફઘાનિસ્તાનના પ્રમોશન ઑફ વર્ચ્યુ
એન્ડ પ્રિવેન્શન ઑફ વાઇસ મંત્રાલયે કહ્યું કે તેણે મહિલાઓને એકલા ઉડ્ડયન પર
પ્રતિબંધ મૂકતો કોઈ નિર્દેશ જારી કર્યો નથી. પરંતુ આ નવા પ્રતિબંધની પુષ્ટિ
એરિયાના અફઘાન અધિકારી દ્વારા તાલિબાન સાથેની બેઠક બાદ એરલાઇનના કર્મચારીઓને લખેલા
પત્રમાં કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ મહિલાને કોઈ પુરુષ
સંબંધી વગર કોઈ પણ ડોમેસ્ટિક કે ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં ઉડવાની મંજૂરી આપવામાં આવશે
નહીં. 
ફ્લાઈટના એક મુસાફરે જણાવ્યું હતું કે કેટલીક મહિલાઓ જેઓ પુરૂષ સંબંધીઓ વિના
મુસાફરી કરી રહી હતી
, તેમને શુક્રવારે કાબુલથી ઈસ્લામાબાદ જતી કામ એરની ફ્લાઈટમાં
બેસવાની મંજૂરી આપવામાં આવી ન હતી. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે યુએસ પાસપોર્ટ
ધરાવતી અફઘાન મહિલાને શુક્રવારે દુબઈની ફ્લાઈટમાં બેસવાની પરવાનગી આપવામાં આવી ન
હતી. તાલિબાને મહિલાઓને શહેરમાં એકલા મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો
, પરંતુ અત્યાર સુધી હવાઈ
મુસાફરી પર આવો કોઈ પ્રતિબંધ નહોતો.


અફઘાનિસ્તાનમાં 1996 થી 2001 સુધી જ્યારે તેઓ સત્તા પર હતા ત્યારે તાલિબાને મહિલાઓ પર અત્યાચાર
કર્યો હતો
, પરંતુ હવે તે મહિલાઓ પ્રત્યે નરમ હોવાના સંકેતો દર્શાવે છે. પરંતુ
ઓગસ્ટથી
તાલિબાને અફઘાન મહિલાઓને છેલ્લાં બે દાયકામાં જે અધિકારો મળ્યા હતા
તે તમામ અધિકારો છીનવી લીધા છે. મહિલાઓને મોટાભાગની સરકારી નોકરીઓ અને શાળાકીય
શિક્ષણમાંથી બહાર ફેંકી દેવામાં આવી છે
, તેમજ કુરાનના કડક અર્થઘટન હેઠળ પોશાક પહેરવાનો આદેશ આપવામાં આવ્યો
છે. બુધવારે શાળાઓ ફરી ખુલ્યા પછી હજારો છોકરીઓ તેમના વર્ગોમાં પાછી ફરી
, પરંતુ અધિકારીઓએ તેમને
દિવસના થોડા કલાકોમાં ઘરે પાછા જવાનો આદેશ આપ્યો. તાલિબાનના આ નિર્ણયની
આંતરરાષ્ટ્રીય સ્તરે સખત નિંદા કરવામાં આવી હતી.

Tags :
AfghanistanGujaratFirstPlaneTalibaanTourwomen
Next Article