Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાતમાં 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા દ્વારા “નયા ભારતના” નિર્માણના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધતા ગુજરાત સરકારે ભારતનેટ પ્રોજેક્ટ થકી 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચાડી છે. રાજ્યમાં હાલમાં ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત 35,000 કિમીથી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલ્સ પાથરવામાં આવ્યા છે. આ કનેક્ટિવિટીના કારણે ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમ
06:46 AM Jul 01, 2022 IST | Vipul Pandya
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયા દ્વારા “નયા ભારતના” નિર્માણના સપનાને સાકાર કરવાની દિશામાં આગળ વધતા ગુજરાત સરકારે ભારતનેટ પ્રોજેક્ટ થકી 99.97 ટકા ગ્રામ પંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચાડી છે. રાજ્યમાં હાલમાં ભારતનેટ પ્રોજેક્ટ અંતર્ગત 35,000 કિમીથી વધુ લંબાઈના અંડરગ્રાઉન્ડ કેબલ્સ પાથરવામાં આવ્યા છે. 
આ કનેક્ટિવિટીના કારણે ગ્રામીણ વિસ્તારો સહિત સમગ્ર ગુજરાતમાં તમામ સરકારી સેવાઓ નાગરિકોને ઘરબેઠાં જ પ્રાપ્ત થશે. ગુજરાત માટે ગર્વ લેવા જેવી બાબત એ છે કે હાલ રાજ્યના ‘સ્ટેટલેડ’ મોડલથી ભારત નેટ ફેઝ-2નું અમલીકરણ દેશના 9 રાજ્યોમાં કરવામાં આવી રહ્યું છે.
આ ઉપલબ્ધિ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જણાવે છે કે, ‘જ્યાં માનવ, ત્યાં સુવિધાના મંત્રને સાકાર કરવા માટે ગુજરાતે વિવિધ ડિજિટલ પ્રોજેક્ટ્સની પહેલ કરી છે. રાજ્યની લગભગ તમામ ગ્રામપંચાયતોમાં ઓપ્ટીકલ ફાઈબર કનેક્ટિવિટી પહોંચી ચૂકી છે. તેના કારણે ગ્રામીણ અંતરિયાળ વિસ્તારોમાં રહેતા સામાન્ય માણસો પણ હવે વિવિધ સરકારી સેવાઓના લાભ સરળતાથી મેળવી શકશે. રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી સરકારી સેવાઓની ડિજીટલ પહોંચ અમે સુનિશ્ચિત કરી રહ્યા છીએ.’
શરૂઆતના વર્ષોમાં કનેક્ટિવિટી તેમજ અન્ય પ્રશ્નોને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં અપેક્ષિત સેવાઓ ઘણીવાર પહોંચાડવી મુશ્કેલ બનતી હતી. રાજ્યના છેવાડાના નાગરિકોને ઘરે બેઠા નાગરિકલક્ષી સરકારી સુવિધાઓ ઉપલબ્ધ થાય, તે માટે વર્ષ 2020માં ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ઓપ્ટિકલ ફાઇબર કનેક્ટિવિટી વધવાથી ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમને વેગ હવે વેગ મળશે. હાલ આ કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકારના 11 વિભાગોની 312 જેટલી સેવાઓ 14000થી વધુ ગ્રામપંચાયતો દ્વારા સુલભ કરવામાં આવી છે અને તેના દ્વારા 70 લાખથી વધુ નાગરિકોની અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આજે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા લોકોને ગામમાં જ સરકારી સેવાઓ ઉપલબ્ધ કરાવતો ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ દેશ માટે દિશાદર્શક બની રહ્યો છે, જે ખૂબ જ ગર્વની બાબત છે.
પરિવહન ક્ષેત્રે પણ સરળતા મળે અને માત્ર એક એપ દ્વારા જ તમામ સરકારી કામ થઈ જાય તેવી પહેલ હાથ ધરવામાં આવી રહી છે. પરિવહન ક્ષેત્રે કોઈપણ સેવા ઝડપથી અને સરળ બનાવવા માટે આગામી સમયમાં NIC ના પરામર્શમાં M-parivahan મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવશે. આ એપ્લિકેશન થકી વાહન તથા લાઈસન્સ સહિતની કુલ ૧૬ સેવાઓ આંગળીના ટેરવે પૂરી પાડવામાં આવશે. આમ, આ એપ દ્વારા અરજદારો પોતાના મોબાઇલ થકી જ અરજી કરીને સેવાનો લાભ સરળતાથી મેળવી શકશે.
આ સેવાઓમાં ડુપ્લીકેટ આર.સી. બુક, આર.સી બુકમાં સરનામાંનો ફેરફાર, વાહનની લોનમાં ઉમેરો કરવો કે લોન દૂર કરવી, વાહનમાં મોબાઇલ નંબર અપડેટ, અન્ય રાજ્યમાં જતા વાહનોને એન.ઓ.સી ઈશ્યુ કરવું, લાઇસન્સનું રિન્યુઅલ, લાઇસન્સના સરનામામાં ફેરફાર, લાઇસન્સ રિપ્લેસમેન્ટ, આર.ટી.ઓ દ્વારા ઈશ્યુ કરવામાં આવતા ચલણની ઓનલાઈન ભરપાઈ જેવી સેવાઓનો સમાવેશ કરવામાં આવશે. 
ડિજીટલ ક્રાંતિ હેઠળ સરકારી સેવાઓ લોકો સુધી પહોંચાડવાનું એક નવું જ ક્રાંતિકારી સ્વરૂપ આપણે સૌ જોઈ રહ્યા છીએ. છેલ્લા એક દાયકામાં વિવિધ  ક્ષેત્રમાં ગુજરાત રાજ્ય ડિજિટલ ક્રાંતિમાં તમામ રાજ્યો માટે ઉદાહરણરૂપ બન્યું છે.
Tags :
ConnectivityDigitalGujaratGramPanchayatGujaratFirstOpticalFiber
Next Article