Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કેન્દ્રની 'અગ્નિપથ' લશ્કરી ભરતી યોજના સામે વિરોધ, RPF અને GRP હાઈ એલર્ટ પર

કેન્દ્રની 'અગ્નિપથ' લશ્કરી ભરતી યોજના સામે વિરોધ વચ્ચે, કેટલાક સંગઠનોએ આજે સોમવારે 20 જૂને ભારત બંધનું આહ્વાન કર્યું છે. બંધની જાણકારી મળ્યા બાદ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP)ને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જે રાજ્યોમાં વિરોધનો જુવાળ ફાટ્યો છો તે તમામ રાજ્યો હાઇએલર્ટ મોડમાં મૂકવામાં આવ્યાં છે.  શું સરકાર  46,000 યુવાનોને તૈયાર કરીને RS
કેન્દ્રની  અગ્નિપથ  લશ્કરી ભરતી યોજના સામે વિરોધ  rpf અને grp હાઈ એલર્ટ પર
કેન્દ્રની 'અગ્નિપથ' લશ્કરી ભરતી યોજના સામે વિરોધ વચ્ચે, કેટલાક સંગઠનોએ આજે સોમવારે 20 જૂને ભારત બંધનું આહ્વાન કર્યું છે. બંધની જાણકારી મળ્યા બાદ સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) અને સરકારી રેલવે પોલીસ (GRP)ને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. જે રાજ્યોમાં વિરોધનો જુવાળ ફાટ્યો છો તે તમામ રાજ્યો હાઇએલર્ટ મોડમાં મૂકવામાં આવ્યાં છે.  
શું સરકાર  46,000 યુવાનોને તૈયાર કરીને RSSમાં લાવવા માગે છે?: ખડગે
કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર પર નિશાન સાધતા પૂછ્યું કે શું તેઓ 46,000 યુવાનોને તૈયાર કરીને RSSમાં લાવવા માગે છે. શું કોઈ દેશમાં એવું બન્યું છે કે 4 વર્ષ સુધી ટ્રેનિંગ આપ્યા પછી સેના છોડી દો. તમે તેમને 4 વર્ષની તાલીમ અને સ્ટાઈપેન્ડ આપીને ચૂંટણી સુધી વ્યસ્ત રાખવા માટે જ આ કામ કરી રહ્યા છો. ખડગેએ કહ્યું કે તમે આવું એટલા માટે કરી રહ્યા છો કે જે યુવાનો મોંઘવારી અને અન્ય જગ્યાએ બેરોજગારી સામે વિરોધ કરી રહ્યાં છે તેમને અલગ દિશા વાળવામાં આવે.
યુવાનો માટે આ તક છેઃ શ્રી શ્રી રવિશંકર
આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકરે અગ્નિપથ યોજના સામે થઈ રહેલા વિરોધને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આ યુવાનો માટે તક છે જેઓ બલિદાનની ભાવના સાથે બહાર આવ્યા છે અને દેશની રક્ષા માટે સમર્પિત છે. તેમને ગેરમાર્ગે ન દોરો, યોગ્ય વિચારો અને ઉપલબ્ધ સુવિધાઓ અને તાલીમ વડે પોતાનું અને રાષ્ટ્રનું હિત કરો. તેમણે કહ્યું કે આખી દુનિયામાં સ્વિટ્ઝર્લેન્ડ અને સિંગાપોર જેવા નાના દેશોમાં પણ એકથી બે વર્ષ સુધી સેનામાં ફરજ બજાવવી ફરજિયાત છે. તેની સરખામણીમાં ભારતની નવી સૈન્ય સેવા યોજના શ્રેષ્ઠ છે. 
દિલ્હી-નોઈડા બોર્ડર પર ભારે ટ્રાફિક જામ
અગ્નિપથ યોજનાના વિરોધમાં કેટલાક સંગઠનો દ્વારા દેશવ્યાપી 'ભારત બંધ'ના એલાન વચ્ચે ચિલ્લા બોર્ડર પર નોઈડા-દિલ્હી લિંક રોડ પર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ગુરુગ્રામ અને અક્ષરધામ પાસે ભારે ટ્રાફિક જોવાં મળ્યો હતો.
ભારત બંધ અને કોંગ્રેસના પ્રદર્શનને કારણે ગુરુગ્રામ અને અક્ષરધામની આસપાસ ભારે જામ છે. રોડ પર વાહનોની લાંબી કતારો લાગી છે. કેટલાય કિલોમીટર સુધી વાહનો દેખાય છે. જામના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઓફિસે જનારા લોકો પણ જામમાં અટવાયા છે.
બિહારના 20 જિલ્લામાં ઈન્ટરનેટ બંધ
ભારત બંધના કારણે બિહારના 20 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સિવાય સીએમ નીતિશ કુમારે પણ આજનો જનતા દરબાર રદ્દ કર્યો છે. અગ્નિપથ યોજનાનો સૌથી મોટો વિરોધ બિહારમાં જ થયો હતો. આ રાજ્યમાં સૌથી વધુ હિંસક દેખાવો થયા હતા. 
 
ઝારખંડમાં સરકારે એલર્ટ જાહેર
બંધને ધ્યાનમાં રાખીને સોમવારે ઝારખંડમાં તમામ શાળા અને કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. બિહારમાં સરકારે એલર્ટ જાહેર કરીને અધિકારીઓને તૈયાર રહેવાની સૂચના આપી છે. તે જ સમયે, કેરળ પોલીસે જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનાર અથવા હિંસામાં સંડોવાયેલા કોઈપણની ધરપકડ કરવા માટે ભારે પોલીસ દળ તૈનાત રાખવાનો આદેશ જારી કર્યો છે.
Advertisement

Tags :
Advertisement

.