Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વિપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર યશવંત સિંહાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ સોમવારે ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને એનસીપી નેતા શરદ પવાર સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમની સાથે હાજર હતા. આ ઉપરાંત  સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને ટીએમસીના સુધીન્દ્ર કુલકર્ણી સહિત અન્ય વિપક્ષી નેતાઓ પણ હાજર રહ્યા હતા. તેમની સાથે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મà
07:31 AM Jun 27, 2022 IST | Vipul Pandya
વિપક્ષના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાએ સોમવારે ઉમેદવારી નોંધાવી છે. આ પ્રસંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને એનસીપી નેતા શરદ પવાર સહિત અનેક વિપક્ષી નેતાઓ તેમની સાથે હાજર હતા. આ ઉપરાંત  સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ, સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી અને ટીએમસીના સુધીન્દ્ર કુલકર્ણી સહિત અન્ય વિપક્ષી નેતાઓ પણ હાજર રહ્યા હતા. તેમની સાથે રાજ્યસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા.
યશવંત સિંહાની ઉમેદવારીનું સમર્થન કરનાર તેલંગાણાની સત્તાધારી પાર્ટી TRSના નેતાઓ પણ આજે સવારે દિલ્હી પહોંચી ગયા હતા. જમ્મુ-કાશ્મીરના ફારુક અબ્દુલ્લા પણ  પોતાનું સમર્થન વ્યક્ત કરવા પહોંચ્યા હતા. શાસક એનડીએ ગઠબંધનના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને યશવંત સિંહા પડકારશે. જોકે, દ્રૌપદી મુર્મૂની જીત મહદઅંશે નિશ્ચિત માનવામાં આવે છે. તેનું કારણ એ છે કે NDA બહુમતીના આંકડાથી થોડે જ દૂર છે, જ્યારે YSR કોંગ્રેસ, બીજુ જનતા દળ જેવા પક્ષોએ સમર્થન જાહેર કર્યું છે. આવી સ્થિતિમાં મુર્મૂની જીત નિશ્ચિત માનવામાં આવે છે.
વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર લાંબી ચર્ચાઓ થઇ હતી અને તે પછી યશવંત સિંહાના નામ પર મહોર લાગી હતી. તેમના નામ પર નિર્ણય લેતા પહેલા વિપક્ષી પાર્ટીઓ અને મમતા બેનર્જીએ શરદ પવારને ઉમેદવાર બનવા વિનંતી કરી હતી, પરંતુ તેમણે તેને ફગાવી દીધી હતી. તેમના સિવાય મહાત્મા ગાંધીના પૌત્રે પણ આ વાતને નકારી કાઢી હતી. જેના કારણે આખરે યશવંત સિંહાના નામ પર સમજૂતી થઈ હતી.

Tags :
GujaratFirstoppositioncandidatePresidentialElectionYashwantSinha
Next Article