Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Oppo Indiaએ 4389 કરોડ રુપિયાની કસ્ટમ ડયૂટીની ચોરી કરી હોવાનો આરોપ

વધુ એક ચાઈનીઝ મોબાઈલ કંપની Oppo Mobilesને ટેક્સ ચોરીના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ Oppo India દ્વારા રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરીનો કેસ શોધી કાઢ્યો છે. ઓપ્પો ઈન્ડિયા મોબાઈલ હેન્ડસેટના ઉત્પાદન, એસેમ્બલીંગ, જથ્થાબંધ વેપાર અને મોબાઈલ ફોન અને તેની એસેસરીઝના વિતરણના વ્યવસાય સાથે જોડાયેલી છે. ઓપ્પો ઈન્ડિયા દેશમાં ઓપ્પો, વનપ્લસ અને રિયલમી સહિત વિવà
09:06 AM Jul 13, 2022 IST | Vipul Pandya
વધુ એક ચાઈનીઝ મોબાઈલ કંપની Oppo Mobilesને ટેક્સ ચોરીના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ Oppo India દ્વારા રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યુટીની ચોરીનો કેસ શોધી કાઢ્યો છે. 
ઓપ્પો ઈન્ડિયા મોબાઈલ હેન્ડસેટના ઉત્પાદન, એસેમ્બલીંગ, જથ્થાબંધ વેપાર અને મોબાઈલ ફોન અને તેની એસેસરીઝના વિતરણના વ્યવસાય સાથે જોડાયેલી છે. ઓપ્પો ઈન્ડિયા દેશમાં ઓપ્પો, વનપ્લસ અને રિયલમી સહિત વિવિધ બ્રાન્ડ નામો હેઠળ મોબાઈલ ફોનનું વેચાણ કરે છે. તપાસ બાદ ઓપ્પો ઈન્ડિયાને રૂ. 4,389 કરોડની કસ્ટમ ડ્યૂટી ભરવાની નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં ઓપ્પો ઈન્ડિયા, તેના કર્મચારીઓ અને ઓપ્પો ચાઈના પર દંડ લાદવાનો પણ પ્રસ્તાવ છે.
નાણા મંત્રાલયે કહ્યું કે, ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ ઓપ્પો ઈન્ડિયા તરીકે ઓળખાતા ઓપ્પો મોબાઈલ્સ સામે તપાસ કરી રહી છે, જેમાં રૂ. 4389 કરોડની કસ્ટમ ડ્યુટી ચોરી શોધી કાઢવામાં આવી છે. તપાસ દરમિયાન ડીઆરઆઈએ ઓપ્પો ઈન્ડિયાની ઓફિસો અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા ઘણા મહત્વના લોકોના ઘરની તપાસ કરી હતી. જેમાં વાંધાજનક દસ્તાવેજો મળી આવ્યા છે. આ દસ્તાવેજો દર્શાવે છે કે ઓપ્પો ઈન્ડિયાએ મોબાઈલ ફોનના ઉત્પાદન સાથે સંબંધિત કેટલીક વસ્તુઓની આયાત અંગે જાણી જોઈને ખોટી જાહેરાતો કરી છે.જેના કારણે ઓપ્પો ઈન્ડિયાએ 2,981 કરોડ રૂપિયાની ટેક્સ છૂટનો ખોટો દાવો કર્યો છે. તપાસ દરમિયાન, ડીઆરઆઈએ ઓપ્પો ઈન્ડિયાના વરિષ્ઠ મેનેજમેન્ટ કર્મચારીઓ તેમજ કંપનીના ઘરેલુ સપ્લાયરોની પૂછપરછ કરી છે, જેમણે તેમના નિવેદનમાં કસ્ટમ અધિકારીઓને આયાત દરમિયાન ખોટી વિગતો આપવાનું સ્વીકાર્યું છે.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે ઓપ્પો ઈન્ડિયાએ માલિકીની ટેક્નોલોજી, બ્રાન્ડ્સ, આઈપીઆર લાઈસન્સના ઉપયોગના બદલામાં ચીન સ્થિત બહુરાષ્ટ્રીય કંપનીઓને 'રોયલ્ટી' અને લાઇસન્સ ફીની ચુકવણીની જોગવાઈઓ કરી હતી. Oppo India દ્વારા ચૂકવવામાં આવેલી રોયલ્ટી અને લાયસન્સ ફી આયાતી માલના ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં ઉમેરવામાં આવી ન હતી, જે કસ્ટમ્સ એક્ટનું ઉલ્લંઘન છે. આમ, ઓપ્પો ઈન્ડિયાએ રૂ. 1,408 કરોડની કસ્ટમ ડ્યુટીની બચત કરી છે. ઓપ્પો ઈન્ડિયાએ તેના ભાગ પર ઓછી કસ્ટમ ડ્યુટી ચૂકવવાના બદલામાં રૂ. 450 કરોડની વચગાળાની ચુકવણી કરી છે.
Tags :
customsdutyDRIGujaratFirstOppoIndia
Next Article