Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ઓરેવા કંપની દ્વારા ચલાવાતી હતી ઉઘાડી લૂંટ, નગરપાલિકાની પણ ઘોર બેદરકારી

મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં કંપની દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.. આગામી વર્ષમાં જે ટિકિટના દર લેવાના હતા તે ટિકિટના દર અત્યારથી જ લેવાના કંપની દ્વારા શરુ કરી દેવાયું હતું. આ ઘટનામાં  મોરબી નગર પાલિકાની ગંભીર બેદરકારી પણ જોવા મળી રહી છે અને ઓરેવા કંપની ઉઘાડી લૂંટ ચલાવતી હતી તેની ચકાસણી કરવાની તસ્દી સુદ્ધાં લીધી ન હતી. ઝુલતા બ્રિજનું રિનોવેશન કરાયુ હતુંમોર
ઓરેવા કંપની દ્વારા ચલાવાતી હતી ઉઘાડી લૂંટ  નગરપાલિકાની પણ ઘોર બેદરકારી
મોરબી દુર્ઘટના (Morbi Tragedy)માં કંપની દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતી હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે.. આગામી વર્ષમાં જે ટિકિટના દર લેવાના હતા તે ટિકિટના દર અત્યારથી જ લેવાના કંપની દ્વારા શરુ કરી દેવાયું હતું. આ ઘટનામાં  મોરબી નગર પાલિકાની ગંભીર બેદરકારી પણ જોવા મળી રહી છે અને ઓરેવા કંપની ઉઘાડી લૂંટ ચલાવતી હતી તેની ચકાસણી કરવાની તસ્દી સુદ્ધાં લીધી ન હતી. 
ઝુલતા બ્રિજનું રિનોવેશન કરાયુ હતું
મોરબીમાં 142 વર્ષ જુના મચ્છુ નદીના ઝુલતા બ્રિજનું ઓરેવા કંપની દ્વારા રિનોવેશન કરવામાં આવ્યું હતું. બેસતા વર્ષના દિવસે જ કંપનીના જયસુખ પટેલે ઝુલતા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું. કંપનીની ગંભીર બેદરકારી અને લાપરવાહીના કારણે રવિવારે બ્રિજ તૂટ્યો હતો અને 132 લોકોના મોત થયા છે જેમાં 78 લોકો અને 56 બાળકોનો સમાવેશ થાય છે. 
કરારનું ઉલ્લંઘન કરાતુ હતું
આ ઓરેવા કંપની દ્વારા મોરબી મહાનગરપાલિકા સાથે કરાર કરાયો હતો જેની કોપી ગુજરાત ફર્સ્ટ પાસે છે. કરાર ચકાસતા સનસનીખેજ ખુલાસો થયો છે કે ઓરેવા કંપની અને જયસુખ પટેલ દ્વારા ઝુલતા પુલમાં ઉઘાડી લૂંટ ચલાવાતી હતી. કરાર મુજબ જે પૈસા લેવાના હતા તેના કરતા વધારે રુપિયા લોકો પાસેથી લેવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો છે. 
ટિકિટના દર વધુ વસુલાતા હતા
ઓરેવા કંપની દ્વારા પૈસા કમાવાની લ્હાયમાં 132 લોકોની  જીંદગી હોમી દીધી છે. હાલ કંપની દ્વારા 12 વર્ષના બાળકોની રુપિયા 10ની ટિકિટના 12 રુપિયા વસુલાતા હતા, જ્યારે 12 વર્ષ કરતા વધુના લોકોના 15 રુપિયાની ટિકિટના 17 રુપિયા લેવાતા હતા. 
નવો ભાવ અગાઉથી જ વસુલવાનું શરુ કરાયુ
કંપની નિર્ધારીત દર કરતા વધુ પૈસા ઉઘરાવતી હતી અને તેને કોઇ બોલનાર ન હતું. મોરબી મહાનગરપાલિકા દ્વારા 2022-23 માટે કંપની સાથે કરાર થયો હતો. કરાર બાદ નવો ભાવ જાન્યુઆરી માસથી અમલમાં આવવાનો હતો પણ કંપનીએ અત્યારથી જ એટલે કે ઓક્ટોબરથી જ નવો ભાવ વસુલવાનું શરુ કરી દીધું હતું. 
મોરબી નગરપાલિકાની ગંભીર બેદરકારી
મોરબી નગરપાલિકાએ પણ આ ઘટનામાં ગંભીર બેદરકારી દાખવી હોવાનું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ઓરેવા કંપની દ્વારા નિયત કરાયેલા ભાવ લેવામાં આવી રહ્યા છે કે કેમ તે ચકાસવાની તસ્દી સુદ્ધાં નગરપાલિકા દ્વારા લેવાઇ ન હોવાનું જણાઇ રહ્યું છે. કરારનું ઉલ્લંઘન થઇ રહ્યું હતું છતાં કોઇએ કંપની સામે પગલાં લીધા ન હતા ત્યારે સવાલ પુછાઇ રહ્યો છે કે કરારનું ઉલ્લંઘન થતું હતું તો જવાબદારી કોની હતી.
Advertisement
Tags :
Advertisement

.