PM મોદીને 108 પૂર્વ અધિકારીઓનો ખુલ્લો પત્ર, જાણો શું ઉકળાટ ઠાલવ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના 108 જેટલા પૂર્વ અધિકારીઓએ ખુલ્લો પત્ર લખીને કહ્યું છે કે દેશમાં નફરત અને ઉન્માદના રાજકારણને રોકવામાં આવે. પૂર્વ અધિકારીઓએ પત્રમાં આશા વ્યકત કરી છે કે તેઓ નફરતની રાજનીતિને સમાપ્ત કરવાનું આહ્વાવાહન કરશે અને ભાજપના નિયંત્રણવાળી સરકારોમાં તેને કઠોરતાથી જોર આપવામાં આવે. અધિકારીઓએ કહ્યું કે અમે દેશમાં નફરતથી ભરેલી તબાહીનો ઉન્માદ જોઇ રહ્યા છીએ, જયાà
05:49 AM Apr 27, 2022 IST
|
Vipul Pandya

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના 108 જેટલા પૂર્વ અધિકારીઓએ ખુલ્લો પત્ર લખીને કહ્યું છે કે દેશમાં નફરત અને ઉન્માદના રાજકારણને રોકવામાં આવે. પૂર્વ અધિકારીઓએ પત્રમાં આશા વ્યકત કરી છે કે તેઓ નફરતની રાજનીતિને સમાપ્ત કરવાનું આહ્વાવાહન કરશે અને ભાજપના નિયંત્રણવાળી સરકારોમાં તેને કઠોરતાથી જોર આપવામાં આવે. અધિકારીઓએ કહ્યું કે અમે દેશમાં નફરતથી ભરેલી તબાહીનો ઉન્માદ જોઇ રહ્યા છીએ, જયાં બલિની વેદી પર ન માત્ર મુસ્લિમ પણ અન્ય અલ્પસંખ્યક સમુદાયોના સભ્યો છે અને સંવિધાન પણ છે.
પત્રમાં કહેવાયું છે કે પૂર્વ લોક સેવકોના રુપે અમે સામાન્ય રીતે આટલા તીખા શબ્દોમાં પોતાની ભાવના વ્યકત કરી ના શકીએ પણ જેટલી ઝડપથી આપણા પૂર્વજો દ્વારા તૈયાર કરાયેલા બંધારણની ઇમારતને નષ્ટ કરાઇ રહી છે, તે તેમને બોલવા અને પોતાનો ગુસ્સો અને પીડા વ્યકત કરવા માટે મજબૂર બનાવે છે.
પત્રમાં કહેવાયું કે વીતેલા કેટલાક વર્ષો અને મહિનાઓમાં આસામ, દિલ્હી. ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં અલ્પસંખ્યક સમાજ, ખાસ કરીને મુસ્લિમો પ્રત્યે નફરત અને હિંસામાં ભાયનક રીતે વધારો થયો છે. પત્રમાં વધુમાં લખાયું કે દિલ્હી છોડીને તમામ રાજ્યોમાં ભાજપની સરકાર છે અને દિલ્હીમાં પોલીસ પર કેન્દ્ર સરકારનું નિયંત્રણ છે.
પૂર્વ અધિકારીઓએ પત્રમાં કહ્યું કે અમે સહુનો સાથ અને સહુનો વિકાસ અને સહુનો વિશ્વાસ વાળા તમારા વાયદાને સ્વીકારીને તમારા અંતરાત્માથી અપિલ કરીએ છીએ. અમારી આશા છે કે આઝાદીના અમૃત મહોત્સવના આ વર્ષમાં પક્ષપાતપૂર્મ વિચારોથી ઉપર ઉઠીને તને નફરતની રાજનીતિને ખતમ કરવાનું આહ્વવાહન કરશો.