બિહારમાં કાયદો-વ્યવસ્થા પર સવાલ ઉઠાવતી ઘટના, વિદ્યાર્થિની પર ખુલ્લેઆમ ફાયરિંગ
બિહારમાં નવી સરકારની રચના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. રાજધાની પટનામાં કોચિંગમાંથી પરત ફરી રહેલી ધોરણ 9ની વિદ્યાર્થિનીને એક શખ્સે ખુલ્લેઆમ ગોળી મારી દીધી. આ ઘટનામાં વિદ્યાર્થિની ઘાયલ થઇ છે. અને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના ઈન્દ્રપુરીમાં બની હતી.પોલીસનું કહેવું છે કે આ મામલો પ્રેમ પ્રકરણનો છે અને આરોપી પૂર્વ પ્રેમી ફરાર છે. à
07:45 AM Aug 18, 2022 IST
|
Vipul Pandya
બિહારમાં નવી સરકારની રચના બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી ઘટના સામે આવી છે. રાજધાની પટનામાં કોચિંગમાંથી પરત ફરી રહેલી ધોરણ 9ની વિદ્યાર્થિનીને એક શખ્સે ખુલ્લેઆમ ગોળી મારી દીધી. આ ઘટનામાં વિદ્યાર્થિની ઘાયલ થઇ છે. અને હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના ઈન્દ્રપુરીમાં બની હતી.પોલીસનું કહેવું છે કે આ મામલો પ્રેમ પ્રકરણનો છે અને આરોપી પૂર્વ પ્રેમી ફરાર છે. ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ સામે આવ્યા છે, જેમાં આરોપી યુવતીને ગોળી મારીને ભાગતો જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના બુધવારે બપોરે પટનાના બેઉર પોલીસ સ્ટેશન વિસ્તારના ઈન્દ્રપુરી રોડ નંબર 4 પર બની હતી. ગોળી વાગતાની સાથે જ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. છોકરીના પિતા શાકભાજી વેચે છે..અને તેનું ઘર ઘટનાસ્થળથી માત્ર 200 મીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.
વિદ્યાર્થિનીએ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ બદલતા ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ગુસ્સે હતો
પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ આ પ્રેમ પ્રકરણ હોવાનું જણાય છે. અગાઉ વિદ્યાર્થિની અન્ય કોચિંગ સંસ્થામાં અભ્યાસ માટે જતી હતી.જ્યાં તેનું આરોપી યુવક સાથે અફેર હતું. બાદમાં બંને વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. ત્યારબાદ વિદ્યાર્થીનીએ અન્ય કોચિંગ ઈન્સ્ટિટ્યૂટમાં જવાનું શરૂ કર્યું. યુવકને ગુસ્સો આવ્યો હતો.અને તેણે યુવતીને ગોળી મારી દીધી.
ઘટના CCTVમાં કેદ
બેઉર એસએચઓ અતુલેશ કુમારે જણાવ્યું કે પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. વિદ્યાર્થિનીનું નિવેદન નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. આરોપી જક્કનપુરનો રહેવાસી છે. ઘટનાસ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં આરોપીની તસવીર કેદ થઈ ગઈ હતી. સીસીટીવીમાં યુવતીનો પૂર્વ બોયફ્રેન્ડ તેનો પીછો કરતો જોવા મળે છે. ફૂટેજમાં જોવા મળે છે કે આરોપીએ વિદ્યાર્થિનીના માથામાં ગોળી મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગોળી વિદ્યાર્થિનીના ખભામાં વાગી. જો તેને માથામાં ગોળી વાગી હોત તો તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યું હોત.
Next Article