Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નવી કિડની હોસ્પિટલ ખાતે ત્રણ મહત્વના વિભાગોની OPD આજથી શરૂ

ત્રણ માસ પહેલા PMના હસ્તે કરાયુ હતું લોકાર્પણ અમદાવાદની મંજુશ્રી મીલ કંપાઉન્ડમાં નવી શરૂ કરાયેલી કિડની હોસ્પિટલમાં આજે સોમવારના રોજ થી ઓપીડી શરૂ કરવામાં આવી છે. જેનો લાભ રોજના 1200 જેટલા દર્દીઓને મળી શકશે. મહત્વનું છે કે અત્યાધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીથી યુક્ત આ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. કિડની હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં નેફ્રોલોજી, પિડિયાટ્રિક નેફ્રોલોજી અ
નવી કિડની હોસ્પિટલ ખાતે ત્રણ મહત્વના વિભાગોની opd આજથી શરૂ
ત્રણ માસ પહેલા PMના હસ્તે કરાયુ હતું લોકાર્પણ 
અમદાવાદની મંજુશ્રી મીલ કંપાઉન્ડમાં નવી શરૂ કરાયેલી કિડની હોસ્પિટલમાં આજે સોમવારના રોજ થી ઓપીડી શરૂ કરવામાં આવી છે. જેનો લાભ રોજના 1200 જેટલા દર્દીઓને મળી શકશે. મહત્વનું છે કે અત્યાધુનિક સુવિધાઓ અને ટેકનોલોજીથી યુક્ત આ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. કિડની હોસ્પિટલની નવી બિલ્ડિંગમાં નેફ્રોલોજી, પિડિયાટ્રિક નેફ્રોલોજી અને હાઈ રિસ્ક પ્રેગનન્સીની ઓપીડી શરૂ કરવામા આવી છે.. મહત્વનું છે કે મંજુશ્રી મીલ કમ્પાઉન્ડ માં નવ નિયુક્ત આ હોસ્પિટલનું લોકાર્પણ ત્રણ મહિના પહેલા વડાપ્રધાનના હસ્તે કરવામા આવ્યુ હતુ. 
અત્યાર સુધી OPD શરૂ કરાઇ ન હતી 
સિવિલ કેમ્પસ સ્થિત ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC)ની નવી બિલ્ડિંગનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાયુ હતુ. અને ત્યારથી દર્દીઓ માટે તેને ખુલ્લી મૂકવામાં આવી હતી. છેલ્લા બે મહિનાથી ડાયાલિસિસ સુવિધાનું શિફ્ટિંગ કરવામાં આવ્યું હતું અને દર્દીઓનું ડાયાલીસીસ પણ શરૂ કરી દીધું હતું. જોકે અત્યાર સુધી ઓપીડી ની શરૂઆત કરવામાં આવી નહોતી. આજે સવારથી  નવી બિલ્ડિંગમાં નેફ્રોલોજી, પિડિયાટ્રિક નેફ્રોલોજી અને હાઈ રિસ્ક પ્રેગનન્સીની ઓપીડી શરૂ કરવામા આવી છે.  
નવી OPDમાં 850 બેડની સુવિધા 
કિડની ઈન્સ્ટીટ્યૂટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું  કે, રોજના 1200 જેટલા દર્દીઓ ઓપીડીમાં આવે છે. ત્યારે નવી બિલ્ડીંગમાં શરૂ થયેલી ઓપીડીથી લોકોને ઘણી રાહત થશે અને મદદ મળી રહેશે. નવી બિલ્ડિંગમાં કુલ 850 બેડ છે જેમાં આઈસીયુ અને ટ્રાએજના 125 બેડનો સમાવેશ થયો છે. જુદાજુદા વિભાગોમાં દાખલ દર્દીનું ડાયાલિસિસ થઈ શકે તે માટે વિવિધ એરિયામાં 120 જેટલા ડાયાલીસીસ મશીન પણ મૂકવામાં આવ્યા છે. અન્ય વિભાગો પણ અહીં એક બાદ એક શીફ્ટ કરાશે અને આ અદ્યતન વિશાળ હોસ્પિટલની સંપૂર્ણ સુવીધા લોકોને મળી રહેશે.. 
અત્યાધુનિક સુવિધાઓથી દર્દીઓને મોટી રાહત થશે 
મંજુશ્રી મીલ કંપાઉન્ડમાં અગાઉ સિવિલ આઈ હોસ્પિટલ ની અત્યાધુનિક સુવિધાઓ સાથેનું બિલ્ડીંગ શરૂ કરાયુ હતુ અને આઈ હોસ્પિટલમાં હાલ લોકો અત્યાધુનિક સેવાઓ નો લાભ લઈ રહ્યા છે.  ત્યારે હવે કિડની હોસ્પિટલની પણ અત્યાધુનિક સેવાઓની ઓપીડી શરૂ કરવામાં આવતા લોકોને મોટી રાહત મળી રહેશે.. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.