ખિસ્સામાં માત્ર 100 રૂ. લઇ મુંબઇ નીકળી પડેલો છોકરો કઇ રીતે બન્યો એશિયાનો સૌથી ધનિક બિઝનેસમેન
અત્યારે જે લોકો ગૌતમ અદાણીની સફળતા જોઇ રહ્યા છે. તેમને અંદાજ પણ નહીં હોય કે આ સફળતા અથાગ સંઘર્ષ બાદ મળેલી છે. ગૌતમ અદાણીની સફર આસાન નહોતી. કોલેજનો અભ્યાસ અધુરો છોડી, ખિસ્સામાં માત્ર 100 રૂપિયા અને આંખોમાં થોડા સપનાઓ લઇ મુંબઇ નીકળી પડેલો છોકરો કઇ રીતે એશિયાનો સૌથી ધનિક બિઝનેસમેન બન્યો. ચાલો જોઇએ. ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન, 1962ના રોજ અમદાવાદના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. ગૌતમ અદાણીના પિàª
અત્યારે જે લોકો ગૌતમ અદાણીની સફળતા જોઇ રહ્યા છે. તેમને અંદાજ પણ નહીં હોય કે આ સફળતા અથાગ સંઘર્ષ બાદ મળેલી છે. ગૌતમ અદાણીની સફર આસાન નહોતી. કોલેજનો અભ્યાસ અધુરો છોડી, ખિસ્સામાં માત્ર 100 રૂપિયા અને આંખોમાં થોડા સપનાઓ લઇ મુંબઇ નીકળી પડેલો છોકરો કઇ રીતે એશિયાનો સૌથી ધનિક બિઝનેસમેન બન્યો. ચાલો જોઇએ.
ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન, 1962ના રોજ અમદાવાદના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. ગૌતમ અદાણીના પિતાનું નામ શાંતિલાલ અદાણી છે. તેમની માતાનું નામ શાંતાબેન અદાણી છે. શાંતિલાલ અને શાંતાબેનને કુલ આઠ બાળકો હતા. તેઓ પોતાના બાળકોના સારા ભવિષ્ય માટે ગુજરાતના થરાદ નામના નાના શહેરમાંથી અમદાવાદ આવી ગયા ત્યારે પરિવારની આર્થિક સ્થિતિ કથળેલી હતી.. ગૌતમ અદાણીએ અમદાવાદની શેઠ સીએન સ્કૂલમાંથી સ્કૂલનું ભણતર પૂર્ણ કર્યું. આ પછી તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી, જો કે આ દરમિયાન પરિવારની નબળી આર્થિક સ્થિતિને કારણે ગૌતમ અદાણી અભ્યાસ છોડીને ખિસ્સામાં માત્ર 100 રૂપિયા લઇને સપનાના શહેર મુંબઇ પહોંચ્યા હતા.
મુંબઈ પહોંચીને ગૌતમ અદાણી એક ડાયમંડ કંપનીમાં કામ કરતા હતા. તેમણે મહિન્દ્રા બ્રધર્સની મુંબઈ શાખામાં કામ કરવાનું શરૂ કર્યું, જોકે ગૌતમ અદાણી મહેનતુ અને પ્રતિભાશાળી હતા. આ જ કારણ છે કે તેણે ખૂબ જ ઝડપથી ટ્રેડિંગના નિયમો અને બજારના બદલાતા વલણોને સમજવાનું શરૂ કર્યું. બિઝનેસને સારી રીતે સમજ્યા બાદ ગૌતમ અદાણીએ નોકરી છોડીને મુંબઈના સૌથી મોટા જ્વેલરી માર્કેટમાં પોતાની ડાયમંડ બ્રોકરેજની સ્થાપના કરી..
1981માં ગૌતમ અદાણીના મોટાભાઈ મનસુખભાઈએ અમદાવાદમાં થાળીનું યુનિટ સ્થાપ્યું હતું અને ગૌતમ અદાણીને કંપની સંભાળવા કહ્યું હતું. આ પછી ગૌતમ અદાણીએ પીવીસી યુનિટ સંભાળ્યું. અને ધીમે-ધીમે કારોબારને આગળ વધાર્યો. ગૌતમ અદાણીએ પોતાની મહેનત અને સુઝબુઝના દમ પર કંપનીનો વિસ્તાર કર્યો.
આર્થિક ઉદારીકરણ ગૌતમ અદાણી માટે વરદાનરૂપ સાબિત થયું. અદાણીએ 1988માં અદાણી ગ્રુપની સ્થાપના કરી હતી.શરૂઆતના વર્ષોમાં અદાણી ગ્રુપનું ફોકસ કૃષિ કોમોડિટીઝ અને પાવર પર હતું, પરંતુ 1991 સુધીમાં કંપનીનું વિસ્તરણ થયું. સમય જતાં, અદાણી જૂથે વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન, કોલસાના વેપાર અને ખાણકામ, ગેસ વિતરણ, તેલ અને ગેસ સંશોધન, તેમજ બંદરો અને વિશેષ આર્થિક ક્ષેત્રોમાં કામ કરવાનું શરૂ કર્યું. આ રીતે અદાણી ગ્રુપનું વિસ્તરણ ચાલુ રહ્યું.
ગૌતમ અદાણીની પત્નીનું નામ પ્રીતિ અદાણી છે. વ્યવસાયે ડેન્ટિસ્ટ પ્રીતિ અદાણી હાલ અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન છે. પ્રીતિ અદાણીના નેતૃત્વમાં અદાણી ફાઉન્ડેશન શિક્ષણ, સ્વાસ્થ્ય, આજીવિકા, ગ્રામીણ વિકાસ જેવી અનેક સંસ્થાઓ સાથે મળીને કામ કરી રહ્યું છે. ગૌતમ અદાણીના બે પુત્રો કરણ અને જીત છે.
Advertisement