Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

વિશ્વમાં ઉંટડીના દૂધનું પ્રોસેસિંગ પ્લાન્ટ ભારતમાં માત્ર એક કચ્છમાં

વિશ્વમાં ઉંટડીના દૂધના (Camel Milk) પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર છે અને તેમજ અત્યાધુનિક પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે 2023ના આરંભ સાથે શરૂ થયું છે. વિશ્વમાં ઉંટડીના દૂધના પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્રએ રાષ્ટ્રનું પ્રથમ તથા વિશ્વનું એવું સર્વપ્રથમ પ્રોસેસિંગ યુનિટ છે. જેમાં દૂધમાંથી દુર્ગંધ સદંતર દૂર કરવામાં સફàª
વિશ્વમાં ઉંટડીના દૂધનું પ્રોસેસિંગ પ્લાન્ટ ભારતમાં માત્ર એક કચ્છમાં
વિશ્વમાં ઉંટડીના દૂધના (Camel Milk) પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્ર છે અને તેમજ અત્યાધુનિક પ્રોસેસિંગ કેન્દ્ર કચ્છના અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે 2023ના આરંભ સાથે શરૂ થયું છે. વિશ્વમાં ઉંટડીના દૂધના પ્રોસેસિંગ માટે દુબઇ અને પાકિસ્તાનમાં ત્રણ કેન્દ્રએ રાષ્ટ્રનું પ્રથમ તથા વિશ્વનું એવું સર્વપ્રથમ પ્રોસેસિંગ યુનિટ છે. જેમાં દૂધમાંથી દુર્ગંધ સદંતર દૂર કરવામાં સફળતા મળી છે.
વડાપ્રધાનશ્રીએ કર્યું હતું લોકાર્પણ
રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલાં ઓગસ્ટ 22મા વડાપ્રધાને લોકાર્પણ કર્યું એ અંજાર તાલુકાના ચાંદ્રાણી ગામે નિર્મિત સરહદ ડેરીના દૂધ ઉત્પાદન અને પેકેજિંગ પ્લાન્ટ એ જાન્યુઆરી-23થી કામ કરવાનું શરૂ કર્યું. રૂ.180 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં આવેલા ‘કેમલમિલ્ક’ પ્રોસેસિંગ યુનિટમાં (Camelmilk Processing Unit) ‘ડિયોડરલાઇઝેશન’ મશીનની મદદથી ઊંટડીના દૂધમાં રહેલી પરંપરાગત દુર્ગંધ દૂર થઇ જતા આવનારા સમયમાં આ પ્લાન્ટને મોટી સફળતા મળશે કારણ કે, વિશ્વમાં ઊંટડીના દૂધક્ષેત્રે હજુ સુધી ક્યાંયે દૂર્ગંધ દૂર કરી શકાઇ નથી.
13 હજારથી વધુ ઊંટ
કચ્છમાં (Kutch) ઊંટ ઉછેરક માલધારી સંગઠન રચાયું છે અહીં હાલ 13,300 ઊંટ છે જેમાં 1,600 ખારાઇ ઊંટ છે. ખારાઇ ઊંટ ફકીરાણી જત સમુદાય પાળે છે અને તે દરિયામાં તરીને બેટ પર ચેરિયા ખાય છે. જો ચેરિયા લુપ્ત થશે તો ખારાઇ ઊંટની જાત લુપ્ત થઇ જશે. વિશ્વમાં એકમાત્ર આ ઊંટ તરી શકે છે. દેશભરમાં ઊંટની સંખ્યા ઘટે છે, જ્યારે કચ્છ-રાજસ્થાનમાં તેમની સંખ્યા વધી રહી છે.
ડાયાબિટીસના દર્દીઓ માટે ઉપયોગી
સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હૂંબલના જણાવ્યા પ્રમાણે કચ્છમાં દરરોજ 4500 લીટર દૂધ ઉત્પાદન થાય છે. જેમાં સાબર ડેરી હિંમતનગરમાં પાવડર બનાવવા માટે મોકલાય  છે તેમજ દૂધ ગાંધીનગર મોકલાય છે. ચોકલેટ બનાવવા માટે આણંદ અમુલ ડેરીમાં મોકલાય છે. ઉટડીનું દૂધ ખાસ ડાયાબિટીસના દર્દીઓ માટે અકસીર ઈલાજ છે. કચ્છમાં ઉટડીની સંખ્યા વધારે હતી તેમજ દૂધ ઉત્પાદન થતું હતું.પરંતુ માર્કેટિંગ ન હતી તે નરેન્દ્રભાઈ મોદીએ સૂચન કરતા આજે કચ્છમાં ડેરીની સ્થાપના થઇ હતી.જે આજે વિશ્વ ફલક પર પહોંચી છે
દુધ ઉત્પાદન વધતા આવક વધી
ચાંદ્રાણી પ્લાન્ટમાં ઊંટડીના દૂધનું ટેટ્રાપેકિંગ કરાય છે, જેથી તેનું આયુષ્ય છ મહિના થયું છે. દૂધમાં ઘટ્ટતા વધે છે.  ડિયોડરલાઇઝેશન મશીન દુર્ગંધ દૂર કરતું હોવાથી તેની લોકપ્રિયતા પણ વધી છે. અહીં પ્રોસેસિંગ, સ્ટરિલાઇઝેશન, પેકિંગ, ટ્રેટાપેક બધું થાય છે.  આઇસ્ક્રીમ-ચોકલેટનું ઉત્પાદન કરીને પણ માર્કેટમાં મોટા પાયે મૂકાશે. આ કાર્ય અનોખું કહી શકાય તેમ છે ભારત માટે પણ ગૌરવની વાત કહી શકાય તેમ છે. ક્ચ્છ જિલ્લામાં ઉંટડીના દૂધના ઉત્પાદનમાં વધારો થઈ રહ્યો છે. આજે માર્કેટમાં વધારો થતાં માલધારીઓને આવક થવા પામી છે. કોઈને અંદાજ નહીં હોય તેવું કાર્ય કરવામાં આવ્યું છે. ખરેખર આ વિચાર અન્ય લોકો માટે પ્રેરણા રૂપ બાબત બનશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.