Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુડ સમરીટન એવોર્ડ યોજના રીલોન્ચીંગ કાર્યક્રમ અંતર્ગત ઓનલાઈન વોઈસ કોન્ફરન્સ

ગુજરાતના  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં 'સ્કીમ ફોર ગ્રાન્ટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન રીલોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રોડ સેફ્ટી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. ખેડા જિલ્લા કલેક્ટર શ્રી કે.એલ. બચાણી આકાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.  ગુડ સમરીટ
01:47 PM Jan 19, 2023 IST | Vipul Pandya
ગુજરાતના  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં 'સ્કીમ ફોર ગ્રાન્ટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન રીલોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા ગુજરાત રોડ સેફ્ટી વેબસાઈટ લોન્ચ કરવામાં આવી હતી. ખેડા જિલ્લા કલેક્ટર શ્રી કે.એલ. બચાણી આકાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.  
ગુડ સમરીટન એવોર્ડ યોજના રીલોન્ચીંગ’ કાર્યક્રમમાં ઓનલાઈન માધ્યમથી જોડાયા
આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યુ કે સ્કીમ ફોર ગ્રાન્ટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરીટન યોજનાનો મુખ્ય ઉદ્દેશ જીવમાત્રની જિંદગી બચાવવાનો છે. અકસ્માતના ગોલ્ડન અવર્સ દરમિયાન આપવામાં આવતી સારવાર એ ભગીરથ કાર્ય છે. તેમણે આશા સેવી કે અકસ્માત સમયે કરવામાં આવેલ મદદ બદલ આપવામાં આવતા સન્માન એવોર્ડ થી સામાન્ય માણસો નિર્ભયતાથી આ પ્રકારની મદદ કરવા આગળ આવતા થશે.  
કલેક્ટરશ્રીએ રોડ અકસ્માત નિવારણ હેતુ જરૂરી કાર્યવાહી કરવા સૂચનો આપ્યા
વાહન વ્યવહાર મંત્રી અને ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ગુડ સમરીટન એવોર્ડ રી લોન્ચિંગ યોજનાને માનવીય અભિગમ સાથે જોડવો અતિ આવશ્યક છે. આ યોજનાને ફક્ત કાગળ ઉપરન રાખતા સામાન્ય માણસ સુધી યોજનાનું મહત્વ સમજાવી લોકભાગીદારી ઉભી કરવી પડશે. મંત્રીશ્રીએ અકસ્માત સમયે મદદ કરનાર ગુનેગાર નથી પણ એક હીરો છે આ વાતને સામાન્ય માણસ સુધી પહોંચાડવાની અપીલ કરી હતી.
આગામી વર્ષોમાં વધુ 30નો ઘટાડો કરવા માટે સરકાર કટિબદ્ધ છે
આ પ્રસંગે રોડ સેફટી કમિશનર શ્રી એલ.પી પાડલીયાએ ગુજરાત રાજ્યમાં માર્ગ સલામતી સુનિશ્ચિત કરી હાઇવે ઉપરના બ્લેક-સ્પોટ એટલે કે ગંભીર અકસ્માત ધરાવતા સ્થળો પર યોગ્ય કાર્યવાહી દ્વારા અકસ્માતોની સંખ્યા ધટાડવા સુચન કર્યુ હતુ.અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે જણાવ્યુ કે ગુજરાત સરકારમાં રોડ સેફટી એક્ટ 2018  અંતર્ગત છેલ્લા 9 વર્ષમાં રોડ અકસ્માતના દરમાં 46નો ઘટાડો થયો છે અને આગામી વર્ષોમાં વધુ 30નો ઘટાડો કરવા માટે સરકાર કટિબદ્ધ છે. 
 નડિયાદ શહેરમાં રોડ અકસ્માતો નિવારણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું 
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રીની કચેરી ખાતે ઉપસ્થિત થયેલ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા જિલ્લાના રોડ, રસ્તા અને ટ્રાફિક સેફટીના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નડિયાદના ધારાસભ્ય શ્રી પંકજભાઈ દેસાઈએ નડિયાદ શહેરમાં રોડ અકસ્માતો નિવારણ કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કલેકટર શ્રી કે.એલ. બચાણીએ ફોરલાઈન હાઈવે ડિવાઇડર સમારકામ, દાંડી યાત્રા રીંગ રોડ ઉપર રિફ્લેકર લગાવવા, કલેક્ટર કચેરીની સામે રમ્બલ્સ લગાવવા, લો-હાઈટ બમ્પ્સ, કોલેજ રોડ પર કેનાલ બોટલનેકને વ્યવસ્થિત કરવા અને ટ્રાફિક સિગ્નલોની સમસ્યાઓ દૂર કરવા માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી.
કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપ્રસંગે જિલ્લા કલેકટરશ્રીની કચેરી ખાતે નડિયાદના ધારાસભ્ય શ્રીપંકજભાઈ દેસાઈ, નગરપાલિકા પ્રમુખ શ્રીરંજનબેન વાઘેલા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીરાજેશભાઈ ગઢીયા,જિલ્લા વનસંરક્ષણ અધિકારી શ્રીટી. કરુપ્પાસ્વામી, અધિક નિવાસી કલેકટર શ્રીબી.એસ.પટેલ, ચીફઓફિસર શ્રીરુદ્રેશ હુદડ સહિત અન્યઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં પીપલ્સ પ્લાન કેમ્પેઇન 2022-23 બેઠક  યોજાઇ 
ખેડા જિલ્લામાં પીપલ્સ પ્લાન કેમ્પેઇન ૨૦૨૨-૨૩ અંતર્ગત ૯ થીમ આધારીત જીપીડીપી પ્લાન માટે તા.૧૯/૧/૨૦૨૩ થી તા.૨૧/૧/૨૦૨૩ દરમિયાન ગ્રામસભાનું આયોજન કરવામાં આવેલ છે. આ વિષયના અનુસંધાનમાં જિલ્લા કલેક્ટરશ્રીની કચેરીએ ગ્રામસભા આયોજનની પુર્વતૈયારી અંગે એક બેઠક યોજાઈ હતી. તમામ ગ્રા.પં. મા ગ્રામસભા સુચારૂ અને સફળ રીતે પૂર્ણ થાય તથા જીપીડીપી પ્લાન દ્વારા ગામના છેવાડાના માનવી સુધી સરકારની યોજના પારદર્શી રીતે પહોંચે તે માટે જરૂરી ઉપાયો અપનાવવા જિલ્લા કલેક્ટરશ્રી એ જણાવ્યુ.

આ પ્રસંગે કલેક્ટર શ્રી કે.એલ.બચાણીએ તમામ અધિકારીશ્રીઓને સરકારશ્રીની ૯ થીમ આધારીત પીપલ્સ પ્લાન કેમ્પેઇનને સફળ બનાવવા જરૂરી માર્ગદર્શન આપ્યુ. શ્રી બચાણીએ ગ્રામસભા માટે જીપીડીપી પ્લાન આ પીપલ્સ પ્લાન કેમ્પેઈનની ૯ થીમને ધ્યાનમાં રાખીને તૈયાર કરવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમેહુલભાઈ દેવ,પીપલ્સ પ્લાન કેમ્પેઇન કમીટીના તમામ સભ્ય અધિકારીશ્રીઓ, તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, તમામ મામલતદારશ્રીઓ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેલ હતા.
આપણ  વાંચો- શિલ્પોત્સવની આંતરરાષ્ટ્રીય શિલ્પ પરિષદનો પ્રારંભ,વિશ્વના 10 દેશોના મૂર્તિકારો જોડાયા
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BhupendrabhaiPatelGoodSamaritanAwardGujaratGujaratFirstHarshSanghviRoadsafetywebsitelaunched
Next Article