ગુજરાત પોલીસની ઓનલાઇન સેવાઓનું કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે શુભારંભ
ગુજરાત પોલીસની ઓનલાઇન સેવાઓનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે લોન્ચીગ કર્યું હતું. આ સાથે રાજ્યમાં E FIR પ્રોજેક્ટનો પણ શુભારંભ થયો છે.ગાંધીનગરની નેશનલ સાયન્સ ફોરેન્સીક યુનિવર્સિટીમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પોલીસની ઓનલાઇન સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો. અમિત શાહે ગાંધીનગર કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું, જ્યારે
09:15 AM Jul 23, 2022 IST
|
Vipul Pandya
ગુજરાત પોલીસની ઓનલાઇન સેવાઓનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શનિવારે લોન્ચીગ કર્યું હતું. આ સાથે રાજ્યમાં E FIR પ્રોજેક્ટનો પણ શુભારંભ થયો છે.
ગાંધીનગરની નેશનલ સાયન્સ ફોરેન્સીક યુનિવર્સિટીમાં યોજાયેલા ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાત પોલીસની ઓનલાઇન સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો. અમિત શાહે ગાંધીનગર કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું હતું, જ્યારે ત્રિનેત્ર પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.
આ પ્રસંગે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પોલીસનું હંમેશા મનોબળ વધાર્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં સીસી ટીવી કેમેરાના નેટવર્કના કારણે 1500 ચોરીના કેસ તથા 950 અકસ્માત સહિતના કેસો સોલ્વ કરી શકાયા છે. ત્રિનેત્ર પ્રોજેક્ટથી ચોરાયેલા વાહનો શોધવાનું સહેલુ થશે. તેમણે કહ્યું કે ન્યુ એજ પોલીસીંગના ભાગરુપે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. ઇએફઆઇઆર પ્રોજેક્ટના કારણે લોકોને હવે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવા નહીં પડે. હવે ઇએફઆઇઆરના માધ્યમથી મોબાઇલ ચોરી અને વાહન ચોરીની ફરિયાદ એપ્લીકેશન દ્વારા કરી શકાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાતને ડબલ એન્જીન સરકારનો લાભ મળી રહ્યો છે. પ્રજાને સુરક્ષાના ચાર નવા પ્રક્લપ આજે મળી રહ્યા છે અને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર સરકારની આંખ બનશે. ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુત્રને આત્મસાત કર્યું છે.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ કહ્યું કે ગુજરાત પોલીસને આધુનિક બનાવવા અને જનતાની સુવિધા વધે તે માટે સરકાર દ્વારા આજે અનેક ચીજોનું લોકાર્પણ થયું છે. કન્ટ્રોલ સેન્ટર , ઇએફઆઇઆર, નવા વ્હીકલ અને ત્રિનેત્ર પ્રોજેકટનું આજે લોકાર્પણ કરાયું છે. ગુજરાત પોલીસે અનેક વર્ષોથી દેશમાં આગળ રહેવાની પરંપરા બનાવી છે. આ પરંપરા હજું ચાલું જ રહેશે. તેમણે કહ્યું કે ઇ કોપ પ્રોજેકટમાં પણ ગુજરાત દેશમાં પહેલું હતું. ઇ કોપથી ત્રિનેત્ર સુધી ગુજરાત પોલીસની ટેકનોલોજીથી યુકત થવાની યાત્રાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન સફળ થયું છે. કેન્દ્રના ગૃહ વિભાગ દ્વારા આજે દેશના 96 ટકા પોલીસ સ્ટેશનોને ઓનલાઇન કરાયા છે. આધુનિક ટેકનોલોજીને ભારત સરકારે તેના સોર્સ સાથે ખરીદેલી છે. તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતની પોલીસની યાત્રા પર પુસ્તક લખાવું જોઇએ. તેમાં સતત પરિવર્તન થયા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતીમાં ટૂંકા ગાળામાં પરિવર્તન કરાયું છે. આજના યુવાનને કરફ્યુની ખબર નથી. ભુતકાળમાં 200 દિવસના કરફ્યું લોકોએ જોયા છે. આજે તોફાન કરવાની કોઇની હિંમત નથી અને ઘૂસણખોરી તથા દાણચોરી બંધ થઇ ગઇ છે. દેશવિરોધી તત્વોએ રાજ્ય બદલ્યું હોય તેના અનેક દાખલા જોવા મળ્યા છે.
Next Article