યુક્રેન સંકટ મામલે લોકસભામાં વિદેશ મંત્રીનું નિવેદનઃ લોહી વહેવડાવીને કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી
રશિયા અને યુક્રેન વચ્ચે
ચાલી રહેલું યુદ્ધ હાલમાં નરસંહાર તરફ વળ્યું છે. યુક્રેનમાં લોકોની હત્યા કરવામાં
આવી રહી છે. ત્યારે આજે રશિયા-યુક્રેન યુદ્ધ પર લોકસભામાં ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ.
જયશંકર એ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના સંઘર્ષની વિરુદ્ધ છીએ. અમે માનીએ છીએ કે
લોહી વહેવડાવીને અને નિર્દોષ જીવોના ભોગે કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી. સંવાદ અને
મુત્સદ્દીગીરી એ દરેક વિવાદનો યà
10:57 AM Apr 06, 2022 IST
|
Vipul Pandya
રશિયા અને યુક્રેન વચ્ચે
ચાલી રહેલું યુદ્ધ હાલમાં નરસંહાર તરફ વળ્યું છે. યુક્રેનમાં લોકોની હત્યા કરવામાં
આવી રહી છે. ત્યારે આજે રશિયા-યુક્રેન યુદ્ધ પર લોકસભામાં ચર્ચા દરમિયાન વિદેશ મંત્રી એસ.
જયશંકર એ કહ્યું કે અમે કોઈપણ પ્રકારના સંઘર્ષની વિરુદ્ધ છીએ. અમે માનીએ છીએ કે
લોહી વહેવડાવીને અને નિર્દોષ જીવોના ભોગે કોઈ સમસ્યા ઉકેલી શકાતી નથી. સંવાદ અને
મુત્સદ્દીગીરી એ દરેક વિવાદનો યોગ્ય ઉકેલ છે. યુક્રેનના બુચામાં કથિત નરસંહારના અહેવાલો પર જયશંકરે
સંસદમાં કહ્યું કે અમે આવા અહેવાલોથી ખૂબ દુઃખી છીએ. અમે ત્યાં થયેલી હત્યાઓની સખત
નિંદા કરીએ છીએ. આ બહુ ગંભીર બાબત છે. અમે આ અંગે સ્વતંત્ર તપાસને સમર્થન આપીએ
છીએ. જયશંકરે ઓપરેશન ગંગા પર પણ નિવેદન આપ્યું હતું, જે યુક્રેનથી ભારતીયોની
વાપસી માટે ચલાવવામાં આવ્યું હતું.
Next Article