ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

OnePlusનું સૌથી સસ્તું ટેબલેટ Pad Go લોન્ચ, કિંમત 20 હજારથી ઓછી, ફીચર્સ જોઇને તમે પણ ખરીદવા ભાગશો...

OnePlus એ આખરે તેનું સસ્તું ટેબલેટ લોન્ચ કર્યું છે. આ બ્રાન્ડનું બીજું ટેબલેટ છે. કંપનીએ ભારતમાં OnePlus Pad Go ને LTE અને Wi-Fi બંને વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે. આ બ્રાન્ડનો પહેલો ફોન OnePlus Pad છે, જેને કંપનીએ ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યો...
07:22 PM Oct 06, 2023 IST | Dhruv Parmar

OnePlus એ આખરે તેનું સસ્તું ટેબલેટ લોન્ચ કર્યું છે. આ બ્રાન્ડનું બીજું ટેબલેટ છે. કંપનીએ ભારતમાં OnePlus Pad Go ને LTE અને Wi-Fi બંને વેરિઅન્ટમાં લોન્ચ કર્યું છે. આ બ્રાન્ડનો પહેલો ફોન OnePlus Pad છે, જેને કંપનીએ ફેબ્રુઆરીમાં લોન્ચ કર્યો હતો. કંપનીએ 20 હજાર રૂપિયાના બજેટમાં OnePlus Pad Go લોન્ચ કર્યું છે. તેમાં 11.35 ઇંચની મોટી સ્ક્રીન છે. ઉપકરણ ઓક્ટાકોર પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 8000mAh બેટરી અને 33W ફાસ્ટ ચાર્જિંગ છે. ચાલો જાણીએ આ ટેબલેટની કિંમત અને અન્ય ફીચર્સ.

OnePlus Pad Go: કિંમત અને સ્પેસિફિકેશન

કંપનીએ આ ડિવાઈસને ત્રણ કન્ફિગરેશનમાં લોન્ચ કર્યા છે. તેના 8GB RAM 128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 19,999 રૂપિયા છે. આ કિંમત Wi-Fi વેરિઅન્ટ માટે છે. જ્યારે તેનું LTE વેરિઅન્ટ 21,999 રૂપિયામાં આવશે. આમાં પણ તમને 8GB રેમ 128GB સ્ટોરેજ મળશે. જ્યારે 8GB રેમ 256GB સ્ટોરેજ સાથેનું Wi-Fi વેરિઅન્ટ 23,999 રૂપિયામાં આવે છે.

ટેબલેટનો પ્રી-ઓર્ડર 12 ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે વેચાણ 20 ઓક્ટોબરથી શરૂ થશે. તમે આ ટેબલેટ Flipkart, Amazon, OnePlus.in અને અન્ય મોટા રિટેલમાંથી ખરીદી શકશો. તેના પર 2,000 રૂપિયાનું ઇન્સ્ટન્ટ બેંક ડિસ્કાઉન્ટ પણ મળશે. આ ટેબલેટ ટ્વિન મિન્ટ કલરમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે તમને ફ્રી ફોઇલો કવર મળશે. OnePlus Pad Go માં 90Hz રિફ્રેશ રેટ સાથે 11.35-ઇંચની ડિસ્પ્લે છે. ડિવાઈસમાં MediaTek Helio G99 પ્રોસેસર પર કામ કરે છે. તેમાં 8GB RAM અને 256GB સુધી સ્ટોરેજનો વિકલ્પ છે. ટેબ્લેટ Android 13 પર આધારિત Oxygen OS 13.2 પર કામ કરે છે.

તેમાં ફેસ-અનલૉક, ક્વોડ સ્પીકર જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. તમે તેને બે વેરિઅન્ટ LTE અને Wi-Fiમાં ખરીદી શકો છો. ઉપકરણને પાવર કરવા માટે, 8000mAh બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 8MPનો સિંગલ રિયર કેમેરા અને 5MPનો ફ્રન્ટ કેમેરા છે.

આ પણ વાંચો : Bajaj Auto એ ભારતનું લોકપ્રિય 150 cc પલ્સર N150 નવા અવતારમાં લોન્ચ કર્યુ

Tags :
OnePlus Pad Gooneplus pad go batteryoneplus pad go launchoneplus pad go launch dateoneplus pad go priceoneplus pad go price in indiaoneplus pad go processoroneplus pad go quiz answersoneplus pad go specsTechnology
Next Article