વાંકાનેર પાસે 14 લાખના MD ડ્રગ્સ સાથે એક ઝડપાયો
મોરબી પોલીસે (Morbi Police) વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીક ફેક્ટરીમાંથી 13.62 લાખના MD ડ્રગ્સ સાથે એક શખ્સને પકડી પાડયો છે. પોલીસે 136.20 ગ્રામના ડ્રગ્સ સાથે કુલ મુદામાલ 14 લાખ 18500 કબજે કર્યો છે. રાજ્યમાં ડ્રગ્સ સામે કાર્યવાહીરાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ડ્રગ્સ પર ખાસ ડ્રાઈવ યોજી કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા બે વર્ષમાં પકડવામાં આવ્યું છે જેમાં રà
મોરબી પોલીસે (Morbi Police) વાંકાનેરના ભાયાતી જાંબુડિયા ગામ નજીક ફેક્ટરીમાંથી 13.62 લાખના MD ડ્રગ્સ સાથે એક શખ્સને પકડી પાડયો છે. પોલીસે 136.20 ગ્રામના ડ્રગ્સ સાથે કુલ મુદામાલ 14 લાખ 18500 કબજે કર્યો છે.
રાજ્યમાં ડ્રગ્સ સામે કાર્યવાહી
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા ડ્રગ્સ પર ખાસ ડ્રાઈવ યોજી કરોડો રૂપિયાનું ડ્રગ્સ છેલ્લા બે વર્ષમાં પકડવામાં આવ્યું છે જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવ અને એસપી રાહુલ ત્રિપાઠીની સુચનાથી ડીવાયએસપી પી.એ.ઝાલાના માર્ગદર્શન હેઠળ મોરબી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ડી.એમ.ઢોલની ટીમ દ્વારા ગત મોડી સાંજે એમડી ડ્રગ્સના જથ્થા સાથે રાજસ્થાની શખ્સને બાતમીના આધારે પકડી પાડ્યો છે.
પોલીસને બાતમી મળી હતી
મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સની બદી ફેલાતી હોવાની ચર્ચાઓ વચ્ચે મોરબી એલસીબીને બાતમી મળી હતી કે મૂળ રાજસ્થાનના બાડમેર જીલ્લાનો વતની અને હાલ વાંકાનેર તાલુકાના ભાયાંતી જાંબુડિયા ગામ નજીક આવેલ ફેકટરીમાં રહી કામ કરતા ઓમપ્રકાશ હનુમંતરામ જાટે વેચાણ માટે એમડી ડ્રગ્સ નો જથ્થો મંગાવ્યો છે.જેના આધારે મોરબી એલસીબી પીઆઈ ડી એમ ઢોલ,પીએસઆઈ કે.જે.ચૌહાણ, પીએસઆઇ એન.એચ.ચુડાસમા , પીએસઆઇ, એ. ડી.જાડેજા સહિતની ટીમ અને એલસીબીના અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા આં કંપની પર પહોંચી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
વેચવા માટે ડ્રગ્સ મંગાવ્યું હતું.
સર્ચમાં ઓમપ્રકાશ હનુમંતરામ જાટ પાસેથી ડ્રગ્સ 136.20 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો અને પ્રાથમિક તપાસમાં આ જથ્થો વેચાણ માટે મંગાવ્યો હોવાની કબૂલાત આપી બાડમેર થી પોતાની સાથે લાવ્યો હોવાની ચોકાવનારી કબૂલાત આપી હતી. આ જથ્થો કોની પાસેથી લઇ આવ્યો હતો ? મોરબી જીલ્લાના કોને કોને સપ્લાય કરવાનો હતો ? છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં MD ડ્રગ્સ નો કાળો કારોબાર ચાલે છે ? મોરબીના કોઈ વ્યક્તિની સંડોવણી આં ગુનામાં છે કે કેમ ? વગેરે તપાસ પોલીસ દ્વારા શરુ કરાઇ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement