સુરતના અમરોલીમાં રૂપિયાની લેતી-દેતી મામલે ગેંગવોર, ધારીયાથી થયેલા હુમલામાં એકને ગંભીર ઇજા
સુરતના અમરોલી વિસ્તારમા રૂપિયાની લેતી દેતી મામલે મારામારીની ઘટના સામે આવી છે.. બે ગેંગના સાગરીતો વચ્ચે મારામારી લોહિયાળ બની હતી..જેમાં એક ઈસમ પર ધારીયા અને લોખંડના સળિયા વળે હુમલો કરતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી ત્રણ હુમલાખોરની ધરપકડ કરી છે. રૂપિયાની લેવડ-દેવડના મામલામાં હુમલો સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લોકો હાથમાં સળિયા અને અને ધારિયું લઇ દà«
Advertisement
સુરતના અમરોલી વિસ્તારમા રૂપિયાની લેતી દેતી મામલે મારામારીની ઘટના સામે આવી છે.. બે ગેંગના સાગરીતો વચ્ચે મારામારી લોહિયાળ બની હતી..જેમાં એક ઈસમ પર ધારીયા અને લોખંડના સળિયા વળે હુમલો કરતા પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી ત્રણ હુમલાખોરની ધરપકડ કરી છે.
રૂપિયાની લેવડ-દેવડના મામલામાં હુમલો
સમગ્ર ઘટના ના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં લોકો હાથમાં સળિયા અને અને ધારિયું લઇ દોડતા દેખાય છે ..ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે...કોસાડ આવાસમાં રહેતા અને ભૂતકાળમાં મારામારીના ગુનામાં ઝડપાઇ ચૂકેલા કાન્હુચરણ ઉર્ફે કાન્હા મનમોહન રાઉત ઉપર હુમલો થયો હતો. રૂપિયાની લેતી દેતિમાં હુમલો થયો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.
માથામાં ધારિયું મારી ગંભીર ઇજા પહોંચાડી
એક સમયે સાથે સાથે ફરતા પ્રકાશ ઉર્ફે ચૂચી મહેન્દ્રસિંહ રાજપૂત અને તેમના બે સાગરીતો શિવમ ઉર્ફે કાલી બેચુરામ કનોજીયા અને પ્રશાંત ઉર્ફે ટકલા બિહારી સંતોષ ચૌધરી કોસાડ ભરતેશ્વર મહાદેવ મંદિર પાસે શનિવારે બપોરે વોચ રાખીને બેઠા હતા.તે દરમ્યાન કાન્હો ત્યાંથી પસાર થઇ રહ્યો હતો ત્યારે ત્રણેય તેની હત્યાના ઇરાદે લોખંડ નો સળિયો અને,ધારિયું લઇ દોડ્યા હતા અને માથામાં ધારિયું મારી ગંભીર ઇજા પહોંચાડવાની સાથે હાથ પણ ફ્રેક્ચર કરી નાંખ્યો હતો.
હત્યાની કોશીશનો ગુનો દાખલ
ઘટનાને પગલે કાન્હા ને સ્મીમેરમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે...સાથે સાથે કાન્હાના મિત્ર રોહિત ઉર્ફે રાજા કૈલાસ પાંડેને પણ હુમલાખોરે ફટકાર્યાનું બહાર આવતાં અમરોલી પોલીસ ત્યાં દોડી ગઇ હતી અને ત્રણેય વિરુદ્ધ હત્યાની કોશિશનો ગુનો નોંધ્યો હતો.આ મામલે અમરોલી પોલીસે તાત્કાલિક તપાસ કરી ત્રણ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ