ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સામાન્ય જનતાને વધુ એક ઝટકો, લીંબુ બાદ હવે ટામેટાના ભાવ આસમાને

દેશમાં જ્યા બેરોજગારી (Unemployment) વધી રહી છે તો સાથે સાથે મોંઘવારી પણ ચરમસીમાએ પહોંચી છે. થોડા દિવસો પહેલા લીંબુ (Lemon) અને હવે ટામેટાના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. રોજિંદા જીવનમાં જરૂરી એવી ચીજ-વસ્તુઓના ભાવ સતત વધતા લોકોની ખરીદ શક્તિ ઘટી ગઇ છે. દેશમાં હવે ચોમાસાની ઋતુ નજીક છે પરંતુ તે પહેલા જ પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાના કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું છà«
04:27 AM May 30, 2022 IST | Vipul Pandya
દેશમાં જ્યા બેરોજગારી (Unemployment) વધી રહી છે તો સાથે સાથે મોંઘવારી પણ ચરમસીમાએ પહોંચી છે. થોડા દિવસો પહેલા લીંબુ (Lemon) અને હવે ટામેટાના ભાવ આસમાને પહોંચતા સામાન્ય જનતાને મોટો ઝટકો લાગ્યો છે. રોજિંદા જીવનમાં જરૂરી એવી ચીજ-વસ્તુઓના ભાવ સતત વધતા લોકોની ખરીદ શક્તિ ઘટી ગઇ છે. 
દેશમાં હવે ચોમાસાની ઋતુ નજીક છે પરંતુ તે પહેલા જ પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાના કારણે પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. જેના કારણે ટામોટાની આવકમાં ધટાડો થયો છે. જેની અસર શાક માર્કેટમાં સ્પષ્ટપણે જોવા મળે છે. લીંબુ કે જેના ભાવ થોડા દિવસો પહેલા આસમાને હતા હવે ટામેટાએ તેની જગ્યા લીધી છે. તાજેતરમાં હોલસેલમાં ટામેટાનો ભાવ 90થી 100 રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યો છે. વળી તે ટામેટા લોકોને રિટેલક પાસેથી 100થી 110 રૂપિયામાં મળી રહ્યા છે. સતત ભાવ વધારા (Price Increase) થી હવે ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. મહત્વનું છે કે, થોડા દિવસો પહેલા ટામેટા માર્કેટમાં 50થી 60 રૂપિયા પ્રતિ કિલોએ મળી રહ્યા હતા. 
કમોસમી વરસાદ અને પુરવઠો ન મળવાને કારણે રાજ્યમાં ટામેટાના ભાવમાં 140 ટકા જેટલો વધારો થયો છે. ટામેટાના વધતા ભાવ અંગે વેપારીઓએ જણાવ્યું હતું કે, ગુરુગ્રામના ખંડસા મંડીમાં ટ્રકો મોડી આવી રહી છે જેના કારણે શાકભાજીના ભાવમાં એકાએક ઉછાળો આવ્યો છે. ખંડસાના જથ્થાબંધ બજારમાં 24 કિલો ટામેટાની બોરી 1,200 રૂપિયા હતી અને બે અઠવાડિયા પહેલા 24 કિલો ટામેટાની બોરીની કિંમત 500 રૂપિયા હતી. આટલું જ નહીં, ખરાબ ટામેટા, જે મોટે ભાગે ઓછા બજેટની હોટેલો દ્વારા ખરીદવામાં આવે છે અને જે રોડ કિનારે ભોજનાલયમાં 35-40 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.
દેશના પંજાબ, નાસિક, બેંગ્લોર અને મહારાષ્ટ્રથી ટામેટાની આવક ઓછી થઇ હોવાના કારણે આ ભાવ વધારો થયો હોવાનું સામે આવી રહ્યું છે. વળી ગુજરાતની વાત કરીએ તો અહીં પણ છૂટક લારીવાળા ટામેટાને પ્રતિ કિલો 100 રૂપિયાના ભાવે વેચી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય જનતાને હજુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં માંડ થોડી રાહત મળી હતી, ત્યારે વળી ટામેટાના ભાવ વધ્યા છે. ટામેટાના ભાવે સદી ફટકારી દીધી છે. આ ભાવ વધારાથી સામાન્ય જનતા અને ખાસ ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયુ્ં છે. 
આ પણ વાંચો -  લીંબુનો ભાવ આટલો બધો કેમ વધી ગયો? જાણો એક ક્લિક કરીને
Tags :
GujaratGujaratFirstlemonLimbuMarketpricehikeTametaTomatosToMuchHigh
Next Article