ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ એકવાર શોકનો માહોલ, હવે આ અભિનેતાએ દુનિયાને કહ્યું અલવિદા
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. તાજેતરમાં કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું હતું. રાજુના જવાથી બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. જે બાદ સમાચાર આવ્યા કે તેમના સાથી મિત્ર પરાગ કંસારાનું પણ નિધન થયું. હવે વધુ એક લોકપ્રિય અભિનેતાને લઇને પણ આવા જ સમાચાર સામે આવી રહ્યા છે. '3 ઈડિયટ્સ', 'કેદારનાથ' ફેમ અભિનેતા અરુણ બાલીનું નિધન થયું છે. તેમની ઉંમર 79 વર્ષ હà
06:01 AM Oct 07, 2022 IST
|
Vipul Pandya
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી એક પછી એક ખરાબ સમાચાર સાંભળવા મળી રહ્યા છે. તાજેતરમાં કોમેડિયન રાજુ શ્રીવાસ્તવનું નિધન થયું હતું. રાજુના જવાથી બધાની આંખોમાં આંસુ આવી ગયા હતા. જે બાદ સમાચાર આવ્યા કે તેમના સાથી મિત્ર પરાગ કંસારાનું પણ નિધન થયું. હવે વધુ એક લોકપ્રિય અભિનેતાને લઇને પણ આવા જ સમાચાર સામે આવી રહ્યા છે. '3 ઈડિયટ્સ', 'કેદારનાથ' ફેમ અભિનેતા અરુણ બાલીનું નિધન થયું છે. તેમની ઉંમર 79 વર્ષ હતી. તેમણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના મૃત્યુના સમાચાર જાણીને ચાહકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે.
અભિનેતાએ શુક્રવારે અંતિમ શ્વાસ લીધા
લોકપ્રિય અને દિગ્ગજ અભિનેતા અરુણ બાલી (RIP Arun Bali)નું નિધન થયું છે. 79 વર્ષીય અભિનેતાએ શુક્રવારે (7 October, 2022) ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. ન્યૂઝ એજન્સી ANI અનુસાર, અભિનેતાનું મુંબઈમાં નિધન થયું છે. આ સમાચાર સામે આવતાની સાથે જ ચાહકોમાં શોકની લહેર છવાઈ ગઈ હતી અને લોકોએ દિવંગત અભિનેતાને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું હતું. જણાવી દઈએ કે અરુણ બાલી ઘણા સમયથી બીમાર હતા. આ વર્ષની શરૂઆતમાં, તેમણે પોતે એક દુર્લભ ન્યુરોમસ્ક્યુલર રોગ હોવાનું ખબર પડી હતી, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અંતિમ ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા
અરુણ બાલીનું મુંબઈમાં નિધન થયું છે. અભિનેતાને ન્યુરોમસ્ક્યુલર ડિસીઝ માયસ્થેનિયા ગ્રેવિસને કારણે આ વર્ષે મુંબઈની હિરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અરુણે સવારે 4:30 વાગ્યે આ દુનિયાને અલવિદા કહ્યું હતું. અભિનેતા છેલ્લે આમિર ખાન અને કરીના કપૂર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તે ટ્રેનમાં એક વૃદ્ધ વ્યક્તિની ભૂમિકામાં જોવા મળ્યા હતા.
આ ફિલ્મોમાં અરુણ બાલીએ કામ કર્યું હતું
અરુણ બાલીએ 3 ઈડિયટ્સ, કેદારનાથ, પાનીપત, હે રામ, દંડ નાયક, રેડી, જમીન, પોલીસવાલા ગુંડા, ફૂલ ઔર અંગાર અને રામ જાને જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ સિવાય તેમણે ટીવી સિરિયલોમાં પણ જોરદાર રોલ કર્યો હતો. તેમણે 1991ના સમયગાળાના નાટક ચાણક્યમાં રાજા પોરસની ભૂમિકા ભજવીને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી. તેમણે ટીવી શો 'બાબુલ કી દુઆં લેતી જા', કુમકુમમાં પણ કામ કર્યું હતું. અરુણ બાલી રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા નિર્માતા પણ હતા.
Next Article